વાચકોની લેખન સૃષ્ટિ – સંકલિત

[1] અંધારું – હિરલ દેવાશ્રયી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે હિરલબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ]

જ્યાં પહોંચવાની વર્ષોથી
તમન્ના હોય,
ત્યાં પહોંચીને હતાશા સાંપડે એવું પણ બને..
જેને શોધવામાં આખી જિંદગી
પસાર થઈ ગઈ,
હોય તે પોતાની પાસે જ, એવું પણ બને…
આપણે જીવનમાં પ્રેમભર્યો આનંદ માણીએ,
પણ કોણ જાણે
ક્યારે અંધારું આપણા ઘરને ઘેરી વળે !


[2] તારું કશું નથી – શશિન આડેસરા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શશિનભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. ]

“તમારું વીલ”
મારી પત્નીએ
જોરથી પૂછ્યું..
મેં આંગળી ચીંધી
સામે
ભગવાનના મંદિર તરફ.
તે દોડી
બંધ કવર લીધું
ફોડ્યું
વાંચી થીજી ગઈ…
મેં લખ્યું હતું,
મારા આત્મા સિવાય
તારું કશું જ નથી.

[3] ચોરો… – પ્રીતમ લખલાણી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે પ્રીતમભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. ]

દિ’આખો ચુગલી ને ચોવટમાં ગુંથાતો ચોરો,
સાંજ પડે બેઉ હાથ જોડી ઠાકોરમય થઇ જાતો ચોરો.

ખોરડાની,ફળિયાની કે શેરીની લાજ રાખવા,
ખોંખારાની માજમમાં રહેવાનું કહી જતો ચોરો.

શેરીએ ચડી આવે ક્યારેક કોઇ અજાણ્યો માટી,
રામરામ કહેતો,ભેટવાને દોડી જાતો ચોરો.

ઝાલર ટાણે આરતીના અવાજને બુલંદ કરવા,
શંખ ફુંકવા,નગારું વગાડવા પડાપડી કરતો,ચોરો.

ગઢવી કે બાપુની હરેક વાતમાં હોંકારો ભણતો,
કઢિયેલ કસુંબાના હેતથી ઘૂંટડા પીતો ને પાતો ચોરો.

[4] જૂની પુરાણી વારતા – ગુંજન ગાંધી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે ગુંજનભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ]

આપણો સંબંધ શું ? જૂની પુરાણી વારતા
લાગણીનું નામ શું ? જૂની પુરાણી વારતા

આભ આખું પામવામાં સહેજ છેટું રહી ગયું,
તારું ન હોવું વાગતું, જૂની પુરાણી વારતા

એક આખી શક્યતાને સાવ ઓળંગી ગયો,
એનું પછીથી આવવું, જૂની પુરાણી વારતા

આ નગર વચ્ચે નગર છે એક તારી યાદનું,
એમાં જવું ને આવવું, જૂની પુરાણી વારતા

Published By : ReadGujarati · Permalink · પ્રતિભાવો (149)

  « Previous વધુ ને વધુ સુંદર – કુન્દનિકા કાપડીઆ
સર્જનકર્મ એટલે ઉપનિષદયાત્રા – દિનકર જોષી Next »   


આપના પ્રતિભાવો

કુલ 149 પ્રતિભાવો : “વાચકોની લેખન સૃષ્ટિ – સંકલિત”
  1. અનિમેશ says:

    માનનીય Gaurang bhatt સાહેબ,

    અહી ચર્ચા જેવું પહેલેથી કાંઇ નથી, શરુઆતમાંજ તંત્રીશ્રી મૃગેશભાઈએ પોતાનો મત તેમજ ચુકાદો આપીને ચર્ચા સમાપ્ત કરી દીધી છે.

    હિરલતો ઉગતી કલાકાર છે તેને ખબર પણ નહીં હોય કે મનોજ ખંડેરિયા કોણ છે? તેણે પોતાની ભાવના શબ્દો વડે વ્યક્ત કરી છે, જોગનુજોગ બંન્ને કવિતાઓમાં ઘણું સામ્ય છે.

    આ pageનું title છે “વાચકોની લેખન સૃષ્ટિ” અને અહીં વાચકો પોતાની લેખન કલા કરી રહ્યા છે. કેટલાક લોકો ભાષાશુધ્ધિ કરી રહ્યા છે. કેટલાક લોકો પોતાના blog પર આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. કેટલાક લોકો ગોસિપ કરી રહ્યા છે, તો કેટલાક તેને માણી રહ્યા છે.

    તમે જોયું હશે કે મેં હમણા એક ફુલણશીં કાગડાને ફુલાવીને તેના પિછાં ખેરવી દિધા છે.

  2. Sarjeet says:

    હું હજુ ૧૭ વર્ષનો છું. બંને પક્ષોની એક ભૂલ વારંવાર આવી.
    હંમેશા ‘વાચન’ લખાય, ‘વાંચન’ નહિ. મને ધો. ૮ થી ખબર છે!
    આમાં કોઇ ભાષાશુદ્ધિ કરો તો માની લઉં.

  3. Sarjeet says:

    ચર્ચામાં એક હળવાશ આવી અને એ બીજા માર્ગે વળી એ જાણી આનંદ થયો. ડોક્ટર કાકાને અહીં જ જન્મદિવસ મુબારક કરી લઉં. :D

  4. Sarjeet says:

    દાક્તરકાકા*

  5. Vikram Bhatt says:

    Question is not supporting someone, Dear Gaurang. Point is, where were all these critics, when prominent authors have done plagarism. Morale brigade has lot of pending work against સ્થાપિત.
    If you find it plagarised, pardon newcomer, draw his/her attantion towards pitfalls of it & than forget the episode, but do’t drag newcomer to that extent that his/her creativity કરમાઈ જાય.
    Save the strength of criticism for bigger guns.
    At the cost of repetition saying,
    કિડી પર કટક.
    સમરથકો દોષ નહિ ગુસાઈ.

  6. Golmal says:

    ચાલો..તમારી ભૂલો આખરે એક કાગડાને ફૂલાવી એના પીછાં ખેરવી દેવા કામ આવી…

  7. Sarjeet says:

    અલા આ મસ્તી અહીં નહી ચાલે, બીજા ગોલમાલ ચલાવી લે. હું સભ્ય બહુ થઉ પણ આવું આવશે તો ‘તમે’ કહેવાની પણ જરૂર નહિ સમજુ. બંનેની સામાન્ય ભૂલ છે.

  8. અનિમેશ says:

    ‘ગુજરાતી’ મારો મનપસંદ વિષય છે, પણ હંમેશાં મને marks ઓછા મળે છેઃ આ જોડણી ભુલ ન કારણે સ્તો.

  9. અનિમેશ says:

    ગોલમાલની ‘પોલ-ખોલ’ કરવામાં એવીતે મજા પડી ગયી…સાચી જોડણી ભુલાઈ ગઈ!!!

    એક વાતતો તમને જણાવવાની રહીજ ગઈ. આ page પરના વાચકોના પ્રતિભાવોની સંખ્યા ૧૦૮ થઈ ગઈ….

    જોકે ૩ મારી અંગત comments અને ૩ તેના ગોલમાલ તરફથી reply બાદ કરીએ તો ચોક્ખી સંખ્યા થાય ૧૦૨.

    સૌપ્રથમ વખત રીડ ગુજરાતી પર કોઇ એક લેખને ૩ આંકડામાં વાચકોના પ્રતિભાવ મળ્યા છે!!!!

    જુઓઃ http://www.readgujarati.com/sahitya/?page_id=836

  10. sagarika says:

    હેય, આ કાંઈ અખાડો છે, જ્યાં આવી રીતે બાખડો છો? બેય જણાં જામી પડ્યા છે, તમારે આવી વાહિયાત ચર્ચા કરવી હોય તો તમારી અંગત ID પર કરોને, એ હા, તેમાં શું મજા આવે નહિ. તમારી બોરિંગ દલીલો બીજા પાંચ-પચાસ લોકો વાંચે તો જ વાત જામે, નહિ? એક ગંભીર બાબત ને મજાક બનાવી દીધી છે.” હિરલ ની કલા ને ઊગતી ડામો છો” તેમ માનનારા ભૂલે છે, કેમ કે ૧૦૯ કૉમેન્ટ!!!!!! હવે તો બધાં આવું કાંઈ લખવાની કોશીશ કરવાનાં,

  11. Sarjeet says:

    true, im stopping to comment on this thread from now on.

  12. અનિમેશ says:

    Sagarika અને રીડ ગુજરાતી વાચકોની લેખન સૃષ્ટિના તમામ વાચકોનું હું બન્ને હાથ જોડીને માફી માંગું છું.

    આ કાંઈ અખાડો નથી, જેને મારી સાથે બાખડવું હોય તે મારા અંગત ID પર email કરે, મારું email ID આગળ ઉપર આપેલું જ છે.

    બાકી મજા આવી? તો લખાતા રહેશો…

  13. અનિમેશ says:

    સુધારો અને વધારોઃ

    …મારા અંગત ID પર email પર ‘હુમલો’ કરે, મારું email ID છે: animeshantani@gmail.com

  14. sagarika says:

    છેલ્લે છેલ્લે એક વાત, સાહિત્ય માણસ ની અંદર નાં પશુ ને હરાવી ગુણો જેવાં કે પ્રેમ, વફાદારી, વિશ્વાસ ને બહાર લાવે છે. કોઈ સોસાયટી નાં લોકો ખૂબ સારી રીતે રહેતાં હોય, પણ ધારોકે,જેવી ત્યાં પાણી ની તંગી કે એવું કઈ થાય અને ટેન્કર આવે તેઓ માણસ ના રહે, પડોસી નાં રહે, પશુ બની જાય. મતલબ લોકો ને તેમનો અસલી ચહેરો બતાવવાં નું કારણ મળવું જોઈએ. અહીં અત્યાર સુધી “ખૂબ સરસ લેખ, આંખ ભીની થઈ, વાહ, વાહ” તેવું જ વાચવા મળતું, પણ જેવું એક કારણ શું મળ્યું લોકો પોતાનાં અસલી રુપ માં આવી ગયા. પહેલાં ‘તમે ખોટા અમે સાચાં’ પછી ‘તારી-મારી’ , પછી ‘તુ-તારી’ પર ઊતરી આવ્યા. હિરલબેન નાં તરફદારો, ડોન્ટ વરી અહીં કોઈ કવિયત્રી પર નથી તૂટી પડ્યુ, બધાં એકબીજા પર તૂટી પડ્યા હતા, આ જોઈ ને નિરાશા થાય છે કે ગમે તેવું ઊચ્ચ કક્ષા નું સાહિત્ય કે વાતો લોકો નાં મગજ ને નહિં બદલી શકે. આપણે આપણા ફેવરિટ લેખકો ને વાંચી ને તેમનાં સિધ્ધાંતો જીવન માં ના ઊતારીયે તો વાંચવું વ્યર્થ છે, સારું સારું વાંચી આંખ ટેમ્પરરિ ભીની કરી પાછાં એ જ સ્વાર્થ અને અહં નાં પુતળા બની જાઈએ, અહીં બધાં ની હાર છે. અને આપણે કોઈ ગુજરાતી સાહિત્ય નું એવું ભવિષ્ય તો નહિં જ ઈચ્છિએ જેમાં મૌલિકતા મરી પરવારી હોય…………..

  15. Vinay Khatri says:

    respected editor, shri mrugeshbhai,

    here i have 2 small suggestions, which I hope you will apreciate:

    1. when there is any article from newcomers, like you put over here, please give short introduction of couple of line about the author name/age/qualification etc.

    2. provide one page per newcomer. look here because of hiral’s poem, other there writers are forgotten by every one!!! only Navneetbhai has commented on ચોરો by પ્રીતમ લખલાણી.
    thanking you,

    -Vinay Khatri

  16. સુરેશ જાની says:

    કદાચ સૌથી વધુ કોમેન્ટો માટે એવોર્ડ આપવાનો હોય તો આ કૃતિને મળે.
    નકારાત્મક જ વધારે આકર્ષક હોય છે !!!

  17. અનિમેશ says:

    ચર્ચાનું છેવટે શું થયું? જાણવાની ઉત્સુક્તા દર્શાવતા દરેક વાચક, ભાવક, નવોદિત, મહારથીઓ તેમજ દરેક સાહિત્ય પ્રેમીને મારે બે પ્રશ્નો કરવા છે…

    એકઃ ૮મું કે ૧૦મું ભણતી બાળકી અને MBBS કે phd ડૉકટર સાથે ચર્ચા શક્ય છે?

    બીજું: હિરલ અહીં આવીને ‘કેફિયત’ રજુ કરે… તો પણ કંઇ ફાયદો નથી… કેમકે વિરુદ્ધવાળા માનશે નહીં ને તરફેણવાળાને જરુર નથી.

    નાના મોઢે મોટી વાત થઈ ગઈ હોય તો માફી…

  18. Golmal says:

    અનિમેષભાઈ,
    તમારા પ્રશ્નોને હું ટેકો દઉ છું…

  19. Golmal says:

    Sarjeetભાઈ એમનું e-mail address આપે તો એમની ભૂલ ત્યાં જણાવું.. વ્યક્તિગત comments હવે અહીં નહીં….

  20. અનિમેશ says:

    ગઈકાલે Golmalભાઈ સાથે જે તડાફડી થઈ, જેમને પસંદ પડી તેઓનુ http://tadafadi.wordpress.com/માં સ્વાગત છે.

    Golmalભાઈને પણ આમંત્રણ.

    હવે પછી વ્યક્તિગત comments અહીં? કભી નહીં……

  21. Golmal says:

    wow Animeshbhai…the tadaafadi blog is going to be fun.. thanx for diverting this traffic there..

  22. sagarika says:

    શું છે ને કે તમે જ્યારે તમારી કૃતિ મોટા ઊપાડે આટલાં વિશાળ ફલક પર રજુ કરો, ત્યારે તમે બાળકી હો કે વૃધ્ધ હો તમારી જવાબદારી વધી જાય, અને જે તે રચના ને લગતાં પ્રશ્ન ઊઠે ત્યારે તેમણે જ તેનો જવાબ આપવો પડે. ‘૮મું કે ૧૦મું ભણતી બાળકી અને MBBS કે phd ડૉકટર શું ચર્ચા કરે’ આવી સરખામણી જ ખોટી છે, પન્નાલાલ પટેલ પાંચ ચોપડી ભણી ને સારાં માં સારું સર્જન કરતાં. હવે કવિયત્રી માં કવિતા રચવા જેટલી બુધ્ધિશક્તિ હોય તો તેઓ એક સાદા સવાલ નો જવાબ ન હતા આપી શકતાં? અને જવાબ પણ ક્યાં તેમને બિરદાવનાર કે ધ્યાન દોરનાર ઈચ્છે તે આપવાનો હતો? જે પોતાને લાગ્યું તે કહેવાનું હતું !!!

  23. ANIL RAMJIBHAI KANKOTIYA says:

    આ ગુજરાતિ સાહિત્ય તો આપણા જિવનુ પર્તિક છે. હુ જે ને આ સાહિત્ય ની સાઈટ ચાલુ કરિ છે તેમને હુ આખા ગુજરાત વતિ સત સત પ્રણામ કરુ છુ. કારણ કે તે ગુજરાતિ ના જિવન મા શન્સકાર નુ શિન્ચન કરે છે, તમારો ખુબ ખુબ આભાર

  24. adity soni says:

    i m really shocked with all these conversation between Golmal & others….

    and i m also surprised no comments from Hiral(ben),
    that is why i dont know age of her, but that is not the issue i think.

    what i would love to tell, all needs inspiration. all have their own roll model.
    you will try to be like that but alwaysly with ur personal good things.

    i would like to give a example.
    if ur roll model is sharkukhkhan, u will develop the presentation skills like him u may get a chance to conduct show or what ever, if u r with yours good points. if u r not with it, u have to conduct a show like “kaun banega champu”

    i just mean to say the originality & the pureness of our poems makes us happy. we can feel the charactor of poem in ourself.

    if u just copy the words from other poem, and u make a new poem with it, how ur heart can accept it?

    i just believe that everyone writes for themselves, everyone writes for the feelings which borns in your heart, if u r copying others to come out ur feelings, i think its bad.

    hiral(ben), if u really want to write for ur feelings, than plz dont copy other.

    and dont take all these msgs negetively, they will help u to write ur own.

    and plz Mr. golmal dont tell that i have to write all these in gujarati. bse my gujarati specially grammer is poor.

    even i m new on this site, so i dont have a speed to write in gujarati, and i have to complete fast bse i using my company’s net.

    plz hiral(ben) carry on these all people are with u.
    they r waiting 4 ur reply.
    i will suggect u to reply in ur own poem to make them all shut.

  25. Vinay Khatri says:

    I am fully agree with Adity Soni’s statement: “Reply in ur own poem to make them all shut.”

  26. adity soni says:

    આભાર વિનયભાઇ,
    હિરલ(બેન), આપના જવાબની રાહ જોવું છું…….

  27. વિનય ખત્રી says:

    Adity Soniને જણાવવાનું કે હિરલબેનનો જવાબ આવવાનો નથી…

    વગર બોલ્યે જો બોર વેચાતા હોય તો ન બોલવા માં નવ ગુણ.

    સમજાવું: હિરલબેનની ગણીને ૯ લીટીની કવિતાને ૧૨૭થી વધુ વાચકોના પ્રતિભાવ comments મળ્યા છે, જ્યારે તેની નજીકની post “ગુજરાત સરકારે લીધી રીડ ગુજરાતીની નોંધ”ને ફકત 56 પ્રતિભાવ મળ્યા છે, આટલી comments to હિરલની postને ફકત એક દિવસમાં મળી છે!!!! (જુઓ વાચકોના પ્રતિભાવોનો page: http://www.readgujarati.com/sahitya/?page_id=836)

    આ બહુજ ખતરનાક પણ સમજવા જેવું સમીકરણ છે.

  28. સુરેશ જાની says:

    તમાશાને તેડું ન હોય ! વિવાદાસ્પદ બાબતોમાં આપણને બધાને વધુ રસ હોય છે. માટે જ ખબરપત્રીઓ સનસનાટીવાળી ખબરો પહેલા પાને છાપતા હોય છે.
    આપણે બધાએ પણ આમાંથી ઘણું શીખવા જેવું છે !
    હિરલ તેમજ બધાને સર્જન સહીયારું પર હાથ અને કલમ અજમાવવા જાહેર નિમંત્રણ છે.
    http://sarjansahiyaaru.wordpress.com/

  29. ઘણા વખતથી મૂંગો મૂંગો તાલ જોયા કરતો હતો, કે મારી રચના માટે કોઈ સારુ ખરાબ લખે છે કે નહિ..પણ લાગે છે દરેકને ફક્ત ઉપરની 9-10 લાઈનમાં રસ હતો..પણ વાંધો નહિ..આ તો વાચકો..એમનો કોઈ પણ ફેંસલો સર-આંખો પર..

    પરંતુ જો કવિતા રસાસ્વાદ જેવા વિષયમાં રસ પડતો હોય તો…મારા આ બ્લોગની મુલાકાત લઈ જુઓ..
    http://gujaratikavita.blogspot.com/..જેમાં આવું કંઈક વાંચવા મળશે..

    “શ્રી મુકેશ જોશી એટલે શ્રી સુરેશ દલાલના શબ્દો માં ગુજરાતી ભાષાની ઉજ્જળ આવતી કાલનું અજવાળુ…

    ગુજરાતી ગઝલ એના પ્રારંભિક તબક્કામાં ઉર્દુ શબ્દોથી છવાયેલી હતી પણ ધીમે ધીમે શયદા સાહેબના સમયમાં શુધ્ધ ગુજરાતીમાં લખાવા લાગી જેમકે શયદા સાહેબનો જ ઈશ્વર હોવાની તરફેણમાં લખાયેલો આ શેર,


    હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
    કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર

    પછી તો ઘણા માતબર નામોએ ગુજરાતી ગઝલમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. એક નવી તરહનો પડાવ પણ આવ્યો શ્રી નયન દેસાઈ..જે આ રીતના શેર આપે કે,


    જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો, મુકામ પોસ્ટ માણસ
    ભીંતોને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો, મુકામ પોસ્ટ માણસ

    આ વાત એટલા માટે કરી કે અત્યારે જે ગઝલનો રસાસ્વાદ કરવાના છીએ તે એટલે કે આજની ગુજરાતી ગઝલ…અત્યારની બોલચાલની ભાષા, હું-તમે રોજિંદા વ્યવહારમાં વાપરીએ તે ભાષામાં જ પણ તો પણ વિચારની એક નવી સૃષ્ટીમાં લઈ જાય એવી વાત લઈને આવે છે..વાતમાં વધુ મોણ નાખ્યા વગર સીધા ગઝલ માણીએ..

    મત્લાનો શેર જુઓ.. ઝાડ જે એનાં પાંદડાને લીધે ભર્યું ભર્યું છે..એને જ્યારે પાનખર બેસે ત્યારે પાન વગરના ઝાડને જોઈને શું થાય? સાલું લાગી આવે..અને જંગલ જેની પ્રક્રુતિ એકાંતપ્રિય છે, ત્યાં માણસ પહોંચે..પિકનિક કરવા અને જંગલના વ્હાલકડા એકાંતને ખળભળાવે તો શું થાય? સાલું લાગી આવે..”

    વધુ માટે બ્લોગની મુલાકાત લઈ જુઓ…

  30. સુરેશ જાની says:

    મને એક વાત આ બધી ચર્ચામાં ગમી કે વિવાદાસ્પદ બાબતોની બહુ જ ચર્ચા થાય છે. આ ધ્યાનમાં લઇ મેં એક નવો ચર્ચા મંચ ઊભો કર્યો છે , જેમાં આનાથી ઘણા વધારે સમાજને ઉપયોગી વિષયોની ચર્ચા કરવાની તક અમે પુરી પાડી છે. અપ સૌને જાહેર આમંત્રણ છે, તેની મુલાકાત લેવાનું અને ચર્ચામાં મુક્ત મને ભાગ લેવાનું . હાલ ત્રણ મુદ્દા ચર્ચા માટે મૂકેલા છે અને દર શનિવારે એક નવો મુદ્દો મુકવામાં આવશે.
    http://tankha.sarjeet.com/?cat=9

  31. Golmal says:

    સુરેશજી
    આપ હરરોજ એક નયે બ્લોગ કે સંચાલનમેં પ્રયુકત હો જાતે હો. …લગે રહો!

  32. સુરેશ જાની says:

    આભાર ! ગોલમાલજી!
    કદીક અમારા બ્લોગની મુલાકાત લઇને અમને પણ લાભ આપતા હો તો? અમને કેટલો આનંદ થાય?
    તમારી સાથે સંદેશા આપલે કરવાનું પણ ગમશે. મારું ઇમેલ એડ્રેસ છે -
    sbjani2006@gmail.com

  33. લગે રહો! ગોલમાલજી

  34. RUPAL says:

    ઑહ My God…This is too much. I read some of the comments here. Mrugeshbhai you are right in your place as I noticed you being an emotional person.And vivekbhai you are also right being an inteligent person. Now if this “BHAAV” (emotion) and “BUDDHI” (intellect) works together then the decosion will be rational. I think you both understood what my comment is. And I guess by reading all this comments Hiralben must be very upset.but let me tell you Hiralben you are the best judge for yourself.You know your capacity of writting.So dont worry about any comments and have faith in yourself,come up with something else.And have fun writting.Just be careful on what you are writting.That is all.Mrugeshbhai and Vivekbhai I know both of you by names,you both are doing wonderful work for us so we dont have any rights to critisize you.But as I said work together and give this world a wonderful fruits of gujarati sahitya.By the way I am very emotional person and my husband is very intelligent. And guess what??? my marriage life is very HAPPY. Do you know why ganpatidada has one whole and one half tooth?? Beacuse the half tooth is Medha which is intellect and the whole tooth is Shraddha which is faith and Bhaav. So God is indicating to us that It is okay to have half itellect but you must have full faith in what you are doing or Bhaav on every creation of GOD. So Vivekbhai I agree with you but I have full faith and Bhaav for Mrugeshbhai.

  35. સુરેશ જાની says:

    રુપલબેન ,
    તમે સાવ સાચી વાત કહી.
    પર્વતની ટોચે બેઠેલાને ખીણના લોકોની લાગણી, ભાવ અને વ્યથાની શી ખબર પડે? નીચેથી એક એક ડગલું ભરી પર્વત પર પહોંચવા મથતી વ્યક્તીનો ટેકો કરનાર કોક વીરલા જ હોય છે. સમાજ તો તેને ગબડાવવા સીવાય શું કરવાનો છે?
    સૌ નવોદીતોને મારું પ્રેમપુર્વક આમંત્રણ છે – તમારાં સર્જનો – ગાંડા ઘેલા જેવા પણ હોય તેવાં – પ્રસીધ્ધ કરવા મને મોકલી શકો છો. હું પ્રેમપુર્વક નેટ ઉપર પ્રસીધ્ધ કરીશ. મારા બ્લોગ ઉપર, અને તે ય લોકભોગ્ય ઉંઝા જોડણીમાં –
    http://kaavyasoor.wordpress.com/
    મારું ઇમેલ સરનામું છે-
    sbjani2006@gmail.com

  36. ગૌરવ પંડ્યા says:

    એક એક ડગલું ભરી પડતા આખડતા પર્વતની ટોચે પહોંચાય. સીધે સીધું હેલીકોપ્ટરથી કોક પહોંચાડી પણ દે- પણ એમાં જાતે પર્વત ચડવાની ખુમારી અને શ્રમનું ગૌરવ ક્યાં?

    ચમચીએ ચમચીએ દૂધ ક્યાં સુધી પાવાનું?

    આ તો અન્ડર ટેબલ ડોનેશન લઇ ગમે તેને એડમિશન આપવાની વાત છે.

    ઉંઝાજોડણીના પ્રચાર માટે આટલી હદ સુધી જવાનું? ધન્ય છે આપના માર્કેટિંગને.

  37. Gaurav says:

    who is Gaurav Pandya ?
    Is any Gaurav Pandya there ?
    Or was it a mistake of using my name …??
    I am Gaurav Pandya
    form Jamnagar.

  38. Atul Jani says:

    મારા આત્મા સિવાય – તારું કશું જ નથી.

    વાહ શશિનનભાઈ, અદભુત્ વીલ. વાસ્તવ માં આત્મા સિવાય આપણું કશું નથી તો પછી બીજાને કશું આપી શકાય તેવું તો ક્યાંથી હોય.

    મને થયું કે જે લેખ ને આટલી બધી કોમેન્ટ્સ મળી છે તે લેખ માં મારું પણ નામ આવે તો ઠીક.

    દિ’આખો ચુગલી ને ચોવટમાં ગુંથાતો ચોરો,
    સાંજ પડે બેઉ હાથ જોડી ઠાકોરમય થઇ જાતો ચોરો.

    આ લેખ સારી રીતે ચુગલી ને ચોવટમાં ગુંથાણો છે, હવે સાંજ પડે થોડુ ઠાકોરજી નું પણ સ્મરણ કરવાનુ યાદ કરાવવા બદલ પ્રીતમજી ને ખુબ ખુબ ધન્યવાદ.

    આપણો સંબંધ શું ? જૂની પુરાણી વારતા
    લાગણીનું નામ શું ? જૂની પુરાણી વારતા

    આટલી બધી ચર્ચા શું ? જૂની પુરાણી વારતા
    તંત નો કાંઈ અંત હોય ? જૂની પુરાણી વારતા

    જુઓ ભાઈ મે તો ગુંજનભાઈ પાસેથી પ્રેરણા લઈ ને ઉપર નો શેર લખ્યો છે, ઍમાં મારૂં કશું નથી સીવાય કે જોડણીની ભુલો.

  39. લગે રહો અતુલ જાની સાહેબ!

  40. lall patel says:

    as i read the comments of the people i think that the people involved in this all stuff are critics then poet!!!!!!!!!!!!
    really if u want a fun then “kuch kavita ke andaj me pesh kijiye”"
    atleast u have a chance to be crative!!!!!!!!!!

  41. Chandrakant says:

    ફક્ત જયશ્રીક્રિષ્ણા કહી વિરમુ છુ.

  42. nayan panchal says:

    EVERYTHING IS ORIGINAL UNTIL YOU FIND THE SOURCE.

    -નયન

    (ofcourse, this is not my original line…)

  43. નિર્લેપ ભટ્ટ - દોહા says:

    It’s absolutely fun, other than this – nothing else is left to comment.

  44. Ashish says:

    It looks like that just like the essays, they should start asking for poems assignments at school level. We can have wonderful poems in terms of creative experience. http://www.poetry.com/

  45. kantibhai kallaiwalla says:

    It is said in Gujrati “rotlathi kamchhe ke taptapthi”. So here I would say we are here to enjoy creation. Now this creation is by Manhar Udhas and/or by Hiral or by any one else, what does it make difference to us(to readers). My friends we should be thankful to editor for providing platform. If Manhar Udhas has taken inspiration from Hiral, it is his problem and if hiral has taken inspiration from Manhar Udhas, it is her problem.Mithili Saran has taken inspiration from Tajmahal, I too took inspiration from Tajmahal. Many others too and some times coincidently, without reading each other, when creations come to the readers, it could be nearest to similar. In short enjoy creation, critisize creation, comment on creation, but never blame to creator and editor. This is my humble request to all readers.

  46. Girish says:

    મારા આતમ નો સંગાથિ મારુ ધબકતુ હદય
    સુન્દર વાત કરી શસિન

Trackbacks

Check out what others are saying about this post...
  1. [...] હું ગુજરાતી સાહિત્યના સરોવર સમી વેબસાઈટ રીડ ગુજરાતી ડૉટ કૉમનો નિયમિત વાચક અને ચાહક છું. હમણાં ત્યાં વાચકોની લેખન સૃષ્ટિમાં એક નવોદિતની કવિતા અને સિદ્ધહસ્ત કવિ શ્રી મનોજ ખંડેરિયાની ગઝલમાં ગજબનું સામ્ય હોવાથી પરસ્પર જોરદાર દલીલો થતી હતી ત્યાં મારું ધ્યાન ગોલમાલ તરફ ગયું અને મને તેમના નામમાં રસ પડ્યો. ત્યાં તેમણે ‘લોલિતા’ વિષે કોમેન્ટ કરી કે “Lolita is a BAD Book…” મને મારા મનમાં થયું કે તેમણે ‘લોલિતા’ વાંચ્યા વગરજ કોમેન્ટ કરી છે. ત્યાં દિનેશભાઈએ પુછી લીધું કે “એ ખરાબ પુસ્તક છે એ નિષ્કર્શ કાઢવા માટે પહેલા તમે જરુર એ પુસ્તક વાંચયુ જ હશે ને?!!” તો ગોલમાલભાઈ તેમના પ્રશ્નનો ઉત્તર આપવને બદલે જોડણી સુધારવાને લાગી ગયા.. અને પછી જે થયું તે તમે જાતે વાંચી લો, વાંચીને કહેજોકે તડાફડી કેવી લાગી? [...]

  2. [...] નિયમિત વાચક અને ચાહક છું. હમણાં ત્યાં વાચકોની લેખન સૃષ્ટિમાં એક નવોદિતની કવિતા અને સિદ્ધહસ્ત [...]