નિર્મિશીકરણ : ગુજરાતી ગઝલકારોનું – નિર્મિશ ઠાકર
[રીડગુજરાતી પર આપણે સાહિત્ય, ફોટોગ્રાફી અને સંગીતથી લઈને જુદી જુદી કલાઓને પોંખીએ છીએ. જેમાં આજે વારો છે ‘ઠઠાચિત્રોનો’ એટલે કે ‘Caricatures’નો. ઠઠાચિત્ર કલાનો એક વિશાળ આયામ છે. કોઈ પણ વ્યક્તિનું ઠઠાચિત્ર તેના સમગ્ર વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે. થોડીક રમૂજ સાથે તે અર્થસભર સંદેશો આપતું હોય છે. થોડામાં ઘણું સમજાવી જતી આ કલાને આજે આપણે નિર્મિશભાઈના હસ્તે માણીશું. તેમના હાસ્યલેખોથી તો આપણે સૌ કોઈ પરિચિત છીએ જ. આ ઉપરાંત તેઓ ખૂબ સારા કાર્ટૂનિસ્ટ, સંગીતકાર, ગઝલકાર, કવિ અને હાસ્ય-નવલકથાકાર પણ છે. આજે તેમની બહુમુખી પ્રતિભાના એક વધુ પ્રકારનો પરિચય મેળવીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ નિર્મિશભાઈનો (સુરત) આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@yahoo.com પુસ્તક પ્રાપ્તિની વિગતો ચિત્રોના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]
[1] કલાપી (1874-1900)

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !
વધુ આગળ વાંચો »
હાસ્યથી રુદન સુધી – નિર્મિશ ઠાકર
[‘હાસ્યથી રુદન સુધી’ એ શ્રી નિર્મિશભાઈની દિવ્યભાસ્કર અખબારમાં પ્રકાશિત થતી સુપ્રસિદ્ધ કટારનું નામ છે. તેમાં પ્રગટ થયેલા લેખોને સમાવતા આ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકમાંથી પ્રસ્તુત છે ત્રણ હાસ્ય લેખો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@yahoo.com પર સંપર્ક કરી શકો છો.]
[1] પાણીથી પૂરી સુધી !
‘નિમ્મેસભૈ, બેસ્ટ આઈટમ કઈ ?’ ગનપટ હુરટીએ આવતાવેંત ‘ગોટારાવારો’ પ્રશ્ન પૂછ્યો. જવાબમાં હું દરવખતે જૂનવાણી સાબિત થાઉં છું, એટલે નવા જમાનાનો ખ્યાલ રાખી, મેં કહ્યું, ‘મલ્લિકા શેરાવત !’ એનો ત્રિકોણ ચહેરો ખેંચાઈને ષટકોણ થઈ ગયો.
‘ટમે બી હું યાર ! ટમને જરા બી સરમ નીં મલે ? ઉં કેઉંછ કે ખાવાની બેસ્ટ આઈટમનું નામ બોલો, બસ વાટ પૂરી !’ એ ગિન્નાયો.
‘લાંચ.’ મેં કહ્યું.
‘અરે ઉં…. ખોરાકની વાટ કરટો છું યાર ! ઉં લાંચ આલું, ટો જ હાચો જવાબ આલહો ?’ એણે રાડ નાખી.
‘ગણપતભાઈ, ખાવામાં… મતલબ કે ખોરાકમાં મને લગભગ બધું ભાવે છે, પણ એમાંથી બેસ્ટ આઈટમ પસંદ કરી નહીં શકું.’ મેં જણાવ્યું.
‘બેસ્ટ આઈટમ… પાનીપૂરી, બસ વાટ પૂરી !’ એણે યુ.પી.ના ભૈયાની જેમ કહ્યું. એના જવાબથી મારું મોં તરત પહોળું થઈ ગયું. પછી મેં ‘પાણીપૂરી’ અંગે ઘણું ચિંતન કર્યું.
ઘણીવાર તુચ્છ લાગતી વસ્તુઓમાંયે ગહન રહસ્યો પડેલાં હોય છે ! પાણીપૂરી પણ એવી વસ્તુ છે. એનાં મુખ્ય બે અંગ છે. (1) બહારનું બરડ શરીર એટલે કે પૂરી અને (2) અંદરનો આત્મા એટલે કે મસાલાયુક્ત ચટપટું પાણી. પાણી અને પૂરી ! પાણી ઈશ્વરે બનાવ્યું છે અને પૂરી મનુષ્યે. આપણી આજની સૃષ્ટિ પણ ઈશ્વર અને મનુષ્યના સર્જનોથી સમૃદ્ધ છે. એક હાથે તાળી ન પડે. આપણે પાણીથી પૂરી સુધી જવાનું છે ! એટલે કે ઈશ્વરે જે કાંઈ ભેટ આપ્યું છે (પાણી !) તે બિંદુથી આપણા પુરુષાર્થના બળે (સ્ત્રીઓએ ‘મહિલાર્થના બળે’ એમ વાંચવું) લક્ષ્ય (પૂરી !) સુધી પહોંચવાનું છે.
વધુ આગળ વાંચો »
કાવ્ય-રમૂજ – નિર્મિશ ઠાકર
[ ‘એ જ લિખિતંગ...’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com સંપર્ક કરી શકો છો.]
[1] મુગ્ધકો !
[સાભાર પરત]
લાગણીના સાગરે મસ્તી હતી !
હા, કવિ ને કાવ્યની કસ્તી હતી !
લ્યો ‘પરત સાભાર’ થૈ આવી ઘરે !
શું કિલોના ભાવની પસ્તી હતી ?
[રવાડે ચડેલા કવિને !]
કાવ્યને ઘૂંટી ઘણું કાવો કીધો
શબ્દને લૂંટ્યો અરે બાવો કીધો
અર્થનાં વસ્ત્રોય ના છોડ્યાં તમે
ને કવિ હોવા વિશે દાવો કીધો !
[કાવ્ય-સર્જન પ્રક્રિયા]
રચું છું શબ્દનાં જાળાં, વળી તોડ્યા કરું છું હું !
કવિ છું, કાવ્યમાં હાંફ્યો છતાં દોડ્યા કરું છું હું !
નવું કૈં આપવાના કેફમાં છું કોણ જાણે…ને….
કવિતાની હજારો ખાંભીઓ ખોડ્યા કરું છું હું !
વધુ આગળ વાંચો »
રણછોડલાલને સણસણતી અંજલિઓ ! – નિર્મિશ ઠાકર
[આ કૃતિ શ્રી નિર્મિશભાઈના ‘ટંકાર’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@hotmail.com તેમના કાર્ટૂનસંચય તેમજ વિવિધ કાર્યક્રમો વિશે માહિતી મેળવવા માટે : http://nirmishthaker.com ]
માણસની જાત એટલે એટલી દંભી કે મરણપ્રસંગેય દંભ ના છોડે ! રોજેરોજ કેટલાયે મનુષ્યો મરે છે, એમાં બધા સજ્જનો જ હોય એવું લખી આપ્યું છે ? એમાં દાણચોરો, દારૂડિયાઓ, ખિસ્સાકાતરુઓ ને મવાલીઓય મરવાના ખરા કે નહીં ? તોયે એમનાં સ્વજનો તો એમના નામ આગળ ‘સ્વર્ગસ્થ’ જ વાપરવાના ! કોઈ ‘નર્કસ્થ’ છે જ નહીં ? લઠ્ઠો પીને મરી જનારાની તસવીરોયે એમના સ્વજનો છાપામાં છપાવે અને અંજલિ આપતાં પાછું તસવીર નીચે છપાવે… ‘ફૂલ ગયું ને ફોરમ રહી !’ એ દંભીઓને કોણ પૂછે કે હે મગજના લઠ્ઠ… એ ફૂલ લઠ્ઠો પીવા કેમ ગયેલું ? ને… એની ફોરમ હજી રહી છે ? (તો તો માર્યા ઠાર !)
તમે કોઈની શોકસભામાં જાવ તો તમને જાણવા મળે કે… મરનાર માત્ર વ્યક્તિ જ નહોતો પણ સંસ્થા સમાન હતો… અને એના જવાથી કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે ને… કોણ કહે છે કે એ મર્યો છે ? એ એના સ્વભાવ અને કાર્યોની સુવાસરૂપે આવનારી પ્રત્યેક ક્ષણમાં આપણા માટે જીવંત જ રહેશે… અરે અમર છે એ તો !… વગેરે. આવે સમયે મારું લોહી એવું તો ઊકળી ઊઠે છે કે એક ક્ષણ તો એવું થઈ આવે છે કે વક્તાનો ઘોઘરો ઝાલીને કહું કે….. મરનાર વિશે જો હવે એક પણ જુઠ્ઠો શબ્દ કહ્યો તો મરનારની સોગંદ ખાઈને કહું છું કે તને જીવતો નહીં છોડું !
વધુ આગળ વાંચો »
લેખકની સમસ્યાઓ – નરેન્દ્ર પરમાર
ઘણી વાર હું છાપામાં વાંચું છું, ફલાણા નિર્માતાએ ત્રણ વરસ પહેલાં શરૂ કરેલી ફિલ્મ હમણાં રિલીઝ થઈ. મને તેથી જરાય નવાઈ નથી લાગતી. મારા કેટલાક લેખ પણ બે વરસે રિલીઝ થતા (છપાતા) હોય છે. આ સમસ્યા મારી એકલાની નથી પણ ઘણા લેખકોની છે. થોડા દિવસો પહેલાં એક સામાયિકમાં મેં એક હાસ્યલેખ વાંચ્યો. એ વાંચતાં મને થયું કે આ લેખ મેં પહેલા ક્યાંક વાંચ્યો છે. હું યાદ કરવા લાગ્યો. મને કંઈ યાદ ન આવતાં મેં એના લેખકનું નામ વાંચ્યું. ત્યાં મારું નામ વાંચીને હું ચમકી ગયો. મને ધીમે રહીને યાદ આવ્યું, આ લેખ મેં વરસ પહેલાં લખ્યો હતો જે અત્યારે પ્રસિદ્ધ થઈ રહ્યો છે.
હું એ સામાયિક લઈને મારા એક લેખકમિત્રના ઘેર ગયો. અમારા ગ્રૂપના લેખકમિત્રો અવારનવાર એકબીજાને મળીએ છીએ અને આવી માહિતીઓની આપ-લે કરતા રહીએ છીએ. આ લેખકમિત્રે અલગ અલગ સામાયિકોનાં સરનામાવાળાં સાત કવર અને છ જવાબી કવર તૈયાર કર્યાં હતાં. મને નવાઈ લાગી, એ સાત લેખો એકસાથે રવાના કરે છે ? પરંતુ હકીકત જુદી હતી. બિલાડી એના બચ્ચાંને લઈને સાત ઘર ફરે ત્યારે એનાં બચ્ચાંની આંખો ખૂલે છે તેવી માન્યતા છે. આવી માન્યતા આ મિત્ર પણ ધરાવતા હતા. એમનો લેખ સાત સામાયિકના સંપાદકો પાસે જાય પછી જ એ લેખ ક્યાંક છપાય છે. આવું જણાવતાં એમણે સ્પષ્ટતા ન કરી, એમનો લેખ સાત સંપાદકો પાસે પહોંચે પછી કોની આંખો ખૂલે છે ! લેખકની કે સંપાદકની ?
એ મિત્રે જવાબી કવર સાથે એ લેખ એક સંપાદકને રવાના કર્યો. એ લેખકને ગળા સુધી ખાતરી હતી, મારો આ લેખ છ સામાયિકમાં નાપસંદ થવાનો છે. તેથી તેને અન્યત્ર રવાના કરવા માટેનાં છ કવરો અને એને પરત મેળવવા માટેનાં જવાબી કવરો પણ અત્યારથી તૈયાર કરી રાખ્યાં હતાં. આ દરેક કવર ઉપર વીસ રૂપિયાની ટિકિટ લગાવેલી હતી. એ જોતાં એકસો સાઠ રૂપિયાનો ટપાલખર્ચ આ મિત્રએ કર્યો હતો. ઘણા લેખકો આ રીતે પેનની સાથે પોતે પણ ઘસાઈ જતા હોવા છતાં મોટા ભાગના સામાયિક કે સંપાદકશ્રીઓ એમને પુરસ્કારરૂપે રાતી પાઈ પણ ચૂકવતા નથી કે વિનામૂલ્યે અંક પણ મોકલતા નથી.
વધુ આગળ વાંચો »
અકલ્પ્ય… અભૂતપૂર્વ… અવિસ્મરણીય ! – નિર્મિશ ઠાકર
[‘ત્રિ-શૂળ લીધુંઉંઉં હાથમાં રે...!’ પુસ્તકમાંથી પ્રસ્તુત નાટક સાભાર. આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@hotmail.com નાટકની ભજવણી કરતાં પહેલા કૃપયા લેખકશ્રીને જાણ કરશો.]
પાત્રો : દિનકરરાય, પ્રેમીલાબેન, કલા, વિનુ, ભૂપેન્દ્ર
સમય : બપોર.
સ્થળ : ડ્રોઈંગરૂમ
[પડદો ખૂલે છે ત્યારે દિનકરરાય આરામખુરશીમાં બેસી છાપાનાં પાનાં ઉથલાવી રહ્યા છે. રૂમમાં સેન્ટર ટેબલ, એની ફરતે સોફાસેટ, દીવાલ પર એક-બે કલાત્મક ચિત્ર ટાંગેલાં દેખાય છે.]
દિનકરરાય : (કંટાળીને છાપું ટેબલ પર ફેંકી, બગાસું ખાતાં) આઉઉઉઉઆઅ…. હ… મારા બેટા ઉલ્લુ સમજી બેઠા છે બધાને ! રોજ સાલું એકનું એક !
પ્રેમીલાબેન : (ચાની ટ્રે સાથે પ્રવેશતાં) શું બબડો છો એકલા એકલા ? (ટ્રે ટેબલ પર મૂકી, એક કપ દિનકરરાયને આપી, નજીકના સોફા પર બેસે છે.)
દિનકરરાય : (અણગમા સાથે) ભૈ કંટાળ્યો છું હવે તો ! કશું નવું બનતું જ નથી જોને ! છાપામાંયે ઘરફોડ-ચોરી, નેતાનાં ભાષણ, જાહેરાતો ને… બધું એનું એ !
(સબડકો બોલાવી ચા પીએ છે.)
પ્રેમીલાબેન : આપણો શૈલેષ નાપાસ થયો હોં !
દિનકરરાય : એમાં નવું શું છે ? નાપાસ તો કાયમ થાય છે જ ને ! એને કૉલેજમાંથી ઊઠાડી લેવો પડશે…
પ્રેમીલાબેન : પણ હવે તો છેલ્લું વરસ છે કૉલેજનું….
દિનકરરાય : ભૈ… છોડ લપ્પનછપ્પન, મને હવે કશામાં રસ નથી. સાલું કૈં નવું બનતું જ નથી ને !
પ્રેમીલાબેન : શું નવું બનાવવું છે તમારે ?
દિનકરરાય : (હવામાં હાથ ફેલાવી) કશુંક અભૂતપૂર્વ.. કશુંક અવિસ્મરણીય… કશુંક અકલ્પ્ય બનવું જોઈએ ! હું હવે એકવિધતાથી પીડાઉં છું. જીવનમાં ઘટનાઓની વિવિધતા જોઈએ, તો કૈંક લાગે કે જીવીએ છીએ.
પ્રેમીલાબેન : પાંચ વરસ પહેલાં તમે મને પેલી ‘પાંચ વરસે ડબલ’વાળી સ્કીમમાં રૂપિયા મૂકવા આપેલા ને ?
દિનકરરાય : (ઉત્સાહથી) અરે હા… એ તો હું ભૂલી જ ગયેલો ! એ હવે પાકી ગયા હશે, તું કાલે જ જઈને લઈ આવ. આપણે ધંધાના વિકાસ માટે સરકારી લોનની અરજી કરેલી, એય મંજૂર ના થઈ. ખરેખર કામના સમયે આપણા રૂપિયા પાક્યા હોં !
પ્રેમીલાબેન : પણ એ તો હું પરમદા’ડે જ લઈ આવી….
દિનકરરાય : ઘણું સરસ, ઘણું સરસ…. વન્ડરફુલ !
પ્રેમીલાબેન : ને…. એમાંથી મેં મારે માટે સોનાના દાગીના બનાવડાવી દીધા…
દિનકરરાય : (આરામખુરશીમાંથી ઊભા થઈ જતાં) હેંએંએં ? શુંઉં ? મને પૂછ્યા વિના જ ? દાગીના ? અકલ્પ્ય… અંધાધૂંધી !
પ્રેમીલાબેન : પણ ધંધાના વિકાસ માટે તો આપણે ઘણા સમયથી ફાંફાં મારીએ છીએ. એમાં આ રૂપિયા વપરાત તો સારું જ થાત, પણ એમાં નવું શું ? અચાનક રૂપિયાનું દાગીનામાં અણધાર્યું રૂપાંતર થઈ જાય, તો જ કાંઈક અભૂતપૂર્વ….અવિસ્મરણીય… અકલ્પ્ય બન્યું હોય એવું લાગે ને ?
દિનકરરાય : (ફાટેલા અવાજે) ઓહ… શટ અપ… યુઉઉઉ…. (બારણે ટકોરા પડે છે. દિનકરરાય ધૂંધવાઈને બારણા તરફ તાકી રહે છે. પ્રેમીલાબેન બારણું ઉઘાડે છે. બે યુવક અને એક યુવતી દેખાય છે.)
વધુ આગળ વાંચો »
રીડગુજરાતી : ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
જોતજોતામાં ત્રણ વર્ષ પૂરાં કરીને આપણી આ સાહિત્યયાત્રા આજે ચોથા વર્ષમાં પ્રવેશે છે ત્યારે તેનો અપાર આનંદ અનુભવાય છે. આજના આ મંગલ દિને વિશ્વના સૌ વાચકમિત્રોને મારા પ્રણામ. મારે મન આ દિવસનું આગવું મહત્વ એટલા માટે છે કે વર્ષમાં આ એક જ દિવસ એવો મળે છે કે જ્યારે હું આપની સાથે મોકળાશથી મનભરીને વાતો કરી શકું. જે કંઈ ઘટનાઓ બની હોય, જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું થયું હોય અને સાથે સાઈટમાં નવા જે કંઈ પરિમાણો ઉમેરાયા હોય તેની વાતો મને આપની સાથે વહેંચવી ગમે !
રીડગુજરાતી સાથેની સાહિત્યયાત્રાનું પ્રત્યેક વર્ષ મારા માટે યાદગાર રહ્યું છે, તેમ છતાં મારે મન આ વર્ષનું કંઈક વિશેષ મહત્વ છે. તેનું કારણ એ છે કે આ વર્ષે સાહિત્યદર્શન કરતાં મને સાહિત્યના ઉત્તમોત્તમ અને જીવંત સ્વરૂપને નજીકથી જોવાનો સુઅવસર પ્રાપ્ત થયો. એક એવા પ્રકારનું સાહિત્ય જે માનવીની વૃત્તિઓ અને આંતરિક વિચારધારાને બદલી શકે. કંઈક વાંચ્યાનો હૃદયથી સંતોષ થાય. આંતરિક પ્રસન્નતા અનુભવાય. સુયોગ્ય વાચનની દિશા ખુલે અને સાથે લયબદ્ધતા કેળવાય. અગાઉ હું વિવિધ પ્રકારનું વાંચતો ત્યારે એમ અનુભવતો કે આ બધુ વાંચવા છતાં પણ કંઈક ખૂટે છે. કોઈક ખાસ પ્રકારના વાચનનો અભાવ વર્તાય છે. મારી આ તૃષા તૃપ્ત થઈ સત્વશીલ અને જીવનપ્રેરક લેખો દ્વારા. આ એક એવા પ્રકારનું સાહિત્ય છે કે જે આપણને વાંચીને વિચારતા કરી મૂકે. ચિત્તમાં ઊંડી છાપ છોડી જાય અને હૃદય સાથે જોડાઈ રહે. જીવનની સમસ્યાઓનો સામનો કરવામાં ઢાલસમું બની રહે. જીવનની નિર્બળતાઓનો છેદ ઉડાડી મૂકે અને આપણી આંતરિક શક્તિઓથી આપણને અવગત કરે. આ ફક્ત ‘વંચાયેલું’ નહિ, પરંતુ ‘જીવાયેલું’ સાહિત્ય ! એવા પ્રકારનું સાહિત્ય જે મહાપુરુષોના જીવનનો નિચોડ છે અને જેનું વાંચન-મનન આપણા જીવનને યોગ્ય દિશા આપવાનું કામ કરે છે. સાહિત્યના આ સ્વરૂપનો પરિચય પામીને કોણ ખીલી ન ઊઠે ? આજે રીડગુજરાતીના લેખો વાંચતા મારી જેમ કદાચ આપ પણ તે અનુભવી શકતા હશો.
મારા મનમાં વાંચનની વ્યાખ્યા કંઈક અલગ છે. જો તેની કોઈ સાથે મારે સરખામણી કરવી હોય તો હું તેને ‘સમતોલ આહાર’ સાથે સરખાવું. ડૉક્ટરો કહે છે કે શારીરિક તંદુરસ્તી માટે માણસે કંઈ અકરાંતિયાની જેમ ચોવીસ કલાક ખાવાની જરૂર નથી. યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં, પૌષ્ટિક અને સુપાચ્ય આહાર લેવાથી માણસનું શરીર સુદ્રઢ બને છે એ આપણે સૌ જાણીએ છીએ. આ જ સિદ્ધાંત વાંચનની બાબતમાં પણ છે. કોઈકવાર આખો દિવસ વાંચીને માથું દુ:ખી જાય છે જ્યારે અમુકવાર કોઈક નાનકડું અદ્દભુત વાક્ય નજરે ચઢી જાય તો રોમાંચિત થઈ જવાય ! એકાદ સુંદર વાર્તા વાંચીને એમ લાગે છે કે જાણે જીવન જીવવાની જડીબુટ્ટી મળી ગઈ. પુષ્કળ વાંચન હોય છતાં જો મનુષ્યના સ્વભાવમાં પરિવર્તન ન આવે, તો એ ખોરાક લેવા છતાં નબળાઈ દૂર ન થાય એવી દયનીય સ્થિતિ છે. આવા સંજોગોમાં આપણે તો એમ માનવું રહ્યું કે જે વંચાતું હશે તે જીવનપ્રેરક નહીં હોય અથવા તો ઉત્તમ સાહિત્ય યોગ્ય રીતે આત્મસાત નહીં થતું હોય. આપણા જીવનને પુષ્ટ કરે તે માટે ક્યા પ્રકારનું વાંચન જરૂરી છે તે જાણવું અતિઆવશ્યક છે. મોટેભાગે તો તેની શોધ કરવામાં જ જીવન વ્યતિત થઈ જાય છે. એના સ્વરૂપની જયારે ખબર પડે છે ત્યારે એને આત્મસાત કરવાનો સમય નીકળી ગયો હોય છે. સમગ્ર જીવન દરમિયાન વાંચનના નામે આપણે ઠાંસીઠાંસીને કેવળ ભાત-ભાતની માહિતી મગજમાં ભર્યે રાખી છીએ, પરંતુ ખપ પડતાં તે કોઈ કામમાં આવતી નથી. ઘણીવાર તો જાણકારીથી ભયની માત્રા વધે છે. આથી, આજના સમયમાં વાંચનના સાચા સ્વરૂપને સમજવાની અત્યંત આવશ્યકતા છે. સાચું વાંચન તો માણસને અભય કરે અને જીવનને ઊર્ધ્વગતિ આપે.
જે વ્યક્તિનું વાંચન યોગ્ય દિશામાં હોય તેને ઓળખવાની એક ચાવી છે. એવા વ્યક્તિને તમે એક-એક વર્ષના અંતરે મળો તો તેનામાં તમે ચોક્કસ કંઈક બદલાવ જોઈ શકો. આખેઆખા પુસ્તકાલયો વાંચી જનારના સ્વભાવમાં એક તસુભાર પણ ફરક ન જણાય તો એને આપણે યર્થાથ વાંચન કહી શકીએ ખરા ? એ તો કેવળ મનોરંજન જ થયું. વાંચન તો જીવનની ઔષધી છે. તેની અસર જણાયા વગર ન રહે. વાંચનથી માણસના વિચારોમાં પરિપક્વતા દેખાય, તે તેના જીવનની કિંમત અને ઉપયોગીતા સમજતો થાય. જીવનપ્રતિ એનું વિશેષ દર્શન હોય. હું તો માનું છું કે અતિશય અથવા અસ્તવ્યસ્ત વાંચન પણ એક રોગ સમાન છે. ઘણાં માણસોને અમુક પ્રકારના વાંચનની બસ ધૂન ચઢી જાય ! ‘યોગ’નો વિષય હાથમાં આવે તો દિવસો સુધી યોગ પાછળ પડ્યા રહે. એવામાં કોઈ વાસ્તુશાસ્ત્રનું પુસ્તક આપી જાય તો એની પર તૂટી પડે ! વળી, કોઈક કહે કે શૅરબજાર પર એક સરસ પુસ્તક આવ્યું છે, તો ત્યાં દોડી જાય. સરવાળે આવું વાંચન માનવીને કશે લઈ ન જાય. વાંચનમાં વિવિધતા હોય એ જરૂરી છે પરંતુ સાથે સાથે લયબદ્ધતા પણ એટલી જ જરૂરી છે. કંઈક સારુ વાંચીને તેની માટે મનનનો સમય ફાળવવો જ રહ્યો. મશીનમાં તેલ પૂરીને બરાબર ચીકાશ પકડાય તે માટે થોડીક રાહ જોવી પડે છે. સાહિત્યનો કોઈ પણ પ્રકાર વાંચીને તેના મૂલ્યો વિશે વિચારવામાં આવે અને તેમાંથી મળેલા બોધનો ઉપયોગ કરીને તે પરથી આપણા જીવનમાં બનેલી કોઈક ઘટનાનો નિષ્કર્ષ કાઢીને જીવનનું સત્ય સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખરા અર્થમાં આપણે કંઈક વાંચ્યું કહેવાશે. આ એક પ્રકારની વિચારોની કેળવણી છે. આ રીતે જેનું વાંચન કેળવાય છે તેના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. તેના વિચારોની ઉચ્ચ અવસ્થાને સમાજ સ્પષ્ટ રીતે જોઈ શકે છે.
વધુ આગળ વાંચો »
નિર્મિશ ઠાકર સાથે મુલાકાત – મૃગેશ શાહ
ગુજરાતી સાહિત્યને જેમણે પોતાની આંખે જોયું હોય, લોકહૃદયમાં ચાહના મેળવી હોય અને સ્વાભાવિક રીતે પ્રસન્ન અને સહજ જીવન જીવી રહ્યા હોય તેવા કેટલાક સાહિત્યકારોની રૂબરૂ મુલાકાતો લેવાનો સીલસીલો હમણાં ચાલુ કર્યો છે. ઘણા સમયના નિયમિત વાંચનને લીધે અમુક સાહિત્યકારોની એકથી વધુ કૃતિઓ વાંચવામાં આવી હોય અને તે આપણી ચેતનાને ઊંડે સુધી સ્પર્શી ગઈ હોય, આપણા મનને પ્રસન્નતાથી ભરી શકી હોય, જીવનના કોઈ પરમ સત્યને આપણા મનને સમજાય તેવી સરળ રીતે રજૂ કરતી હોય… એ બધું અનુભવતાં ક્યારેક મનમાં થઈ આવે કે હું કોઈક દિવસ આ સર્જકને મળી શકું તો કેટલું સારું ! આમ, રીડગુજરાતીના ઑફિશિયલ કાર્ય તરીકે નહીં પરંતુ માત્ર મારા વ્યક્તિત્વ વિકાસ અને નિજાનંદ માટે મને એવા સાહિત્યકારોને મળવું ગમે. વળી, આ મુલાકાતોમાં મને એટલું બધું જીવનદર્શન પ્રાપ્ત થાય છે કે તે આપ વાચકો સુધી વહેંચ્યા વિના રહી શકાતું નથી ! તેથી આવો, આજે આપને એક એવી જ મુલાકાત કરાવું.
‘નિર્મિશ ઠાકર’ નામ સંભળાય એટલે કદી હસ્યા ન હોય તેવા સજ્જડ વ્યક્તિના ચહેરા પર પણ સ્મિત મ્હોરી ઊઠે ! એમાંય જો એમનું કોઈ પુસ્તક હાથમાં આવી ગયું તો તો પત્યું ! કલાકથી મોં ચઢાવીને બેઠેલો માણસ હોય તો પણ બે-મિનિટમાં ખડખડાટ હસવા માંડે. રસ્તે ચાલતા જો એમના પુસ્તકનું કોઈ એકાદ વાક્ય તમને યાદ આવી જાય તો હસવું રોકવાનું ભારે થઈ પડે ! કોઈક તમને દીવાલ કૂદીને આવેલા વ્યક્તિ સમજી બેસે તેવો ભય રહેલો છે ! આમ, ભવિષ્યમાં તેમના પુસ્તકો જાહેરમાં વાંચવા પર પ્રતિબંધ આવી જાય તો નવાઈ નહીં !! નિર્મિશભાઈના સાહિત્યસર્જન વિશે શું કહેવું ? મૂળ સાહિત્ય-પ્રકારોના અર્થો અને વ્યાખ્યાઓ બદલવી પડે એવું કંઈક અનોખું રચનાત્મક કામ તેમણે કર્યું છે. હાસ્યરસનો માત્ર લેખો પૂરતાં મર્યાદિત ન રહેવા દેતાં તેમણે ‘તઝમીન’, હાસ્ય-ઉખાણાં, અવળ વિવેચન, અવળ કથન, પ્રતિકાવ્યો, હાસ્યનવલકથાઓ, હઝલો (હાસ્ય ગઝલો) અને કંઈ કેટલાય પ્રકારોથી તેમણે વાચકોને સાચા અર્થમાં હાસ્યરસમાં તરબોળ કર્યાં છે.
માનવીય સ્વભાવ, સામાજિક વાતાવરણ, દેશ-દુનિયામાં બનતી ઘટનાઓ વગેરે પરથી હાસ્યલેખ, હઝલ કે હાસ્યનવલકથા લખવી એ તો એમના માટે ડાબા હાથનો ખેલ છે; કારણ કે તેમનો જમણો હાથ પીંછી પકડીને અદ્દભુત કહી શકાય તેવા કાર્ટુનો દોરવામાં રોકાયેલો છે. જી હાં, નિર્મિશભાઈ સાહિત્યકાર તો પછીથી છે, પરંતુ મૂળમાં તેઓ ‘કાર્ટુનિસ્ટ’ છે. તેમના કટાક્ષચિત્રો અને વ્યંગચિત્રો જગપ્રસિદ્ધ છે. ગુજરાતી ગઝલકારોના કાર્ટુનચિત્રોનું ‘નિર્મિશીકરણ’ અને ગુજરાતી સાહિત્યકારોના કટાક્ષચિત્રોના પુસ્તકની રચના કરીને તેમણે માત્ર ગુજરાતમાં કે ભારતમાં નહી, પરંતુ આંતરાષ્ટ્રીયસ્તરે લગભગ કોઈએ ન કર્યું હોય તેવું અજોડ કાર્ય કરીને ગુજરાતી સાહિત્યનું ગૌરવ વધાર્યું છે. અરે ! આ તો હજી શરૂઆત છે, નિર્મિશભાઈ એક અચ્છા તબલાવાદક છે. તેમણે રેડિયોપર અનેક પ્રોગ્રામો આપ્યા છે. ટી.વી ચેનલો પર ‘ગમ્મત ગુલાલ’ અને ‘હસગુલ્લા’માં કાર્યક્રમ આપી લોકોને ખડખડાટ હસાવતા ‘હાસ્ય-વક્તા’ પણ છે. 35થીયે વધુ પુસ્તકો લખનાર 47 વર્ષીય નિર્મિશભાઈની સર્જનયાત્રા આપણા જેવા વાચકો માટે ખરેખર પ્રેરણાદાયી છે.
વધુ આગળ વાંચો »
એ જ લિખિતંગ – નિર્મિશ ઠાકર
[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો nirmish1960@hotmail.com પર સંપર્ક કરી શકો છો.]
[અ] સુરતી મુક્તકો
[1] આજની મારી ડસા
હાઠ મારો માગટી’ટી કૈંક છોકરીઓ, હવે –
આ જવાની પર સમયનો કાટ લાયગો, હું કરા ?
‘સ્હેજ ટેકો આપજોની !’ આજ બોઈલી પ્રેમઠી
એક ડોસીએ ય મારો હાઠ માયગો, હું કરા ?
[2] કાંતિ અને ક્રાંતિ
કાંટિ નામે એક નવરો ચૂટનીને ચારે ચઈરો
જોટજોટામાં ટો એ ક્રાંટિપ્રનેટા ઠઈ ગીયો
આપને ઉલ્લૂ હટા, ટો બી ફરી ઉલ્લૂ બઈના
ક્રાંટિનું કૈં ના ઠયું પન કાંટિ નેટા ઠઈ ગીયો !
[3] સ્કૂલમાં એડમીશન
કોઈ પ્રિન્સિપલ નઠી હોટો સીઢો
મેં મારી રીટનો રસ્ટો લીઢો
‘ઝાલ ડોનેસન’ કીઢું ને મેં પછી –
બાબલો આખો જ ટાં આલી ડીઢો !
[4] મારી કવિટા
રોટાં કરી ડે એવી હસ્ટીને હું કરે ?
કાવ્યો લખાવે એવી મસ્ટીને હું કરે ?
પટનીને મેં કહ્યું લે વાંચ આ ગઝલ,
બોલી ટરટ પછી એ : ‘પસ્ટીને હું કરે ?’
વધુ આગળ વાંચો »
હેપી દિવાળી – નિર્મિશ ઠાકર
[આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@hotmail.com ]
[1] હાલ્લો આન્ટી, હલ્લો અંકલ !
‘આ ઘરડી ઘોડી ઓછી નથી હોં !’ કામવાળી કામ પતાવી ગઈ કે તરત જ શ્રીમતીએ હૈયાવરાળ કાઢી.
‘પાછું શું થયું ?’ મેં પૂછવા ખાતર કહ્યું.
‘અરે, એ મને તો બહેન કહી બોલાવે છે, પણ તમારે માટે ‘અંકલ’ શબ્દ વાપરે છે, હરામખોર !’
‘મને હરામખોર પણ કહે છે ?’ મને ભયંકર ચિંતા થઈ.
‘હરામખોર તો હું એને કહું છું, કારણ કે એ તમને અંકલ કહે છે !’
‘… ને તું બહાર ગઈ હોય છે, ત્યારે એ મને તો ભાઈ કહે છે, પણ તારા માટે ‘આન્ટી’ વાપરે છે !’
‘હાય હાય ! ખરેખર ? તો કામ છોડાવી દઈએ ! તમે તો આ વાત મને કહી જ નથી !’ શ્રીમતી આકળવિકળ થઈ ગયાં.
‘મારા મનમાં કે મને ભાઈ કહે છે, ત્યાં સુધી બાબત ચિંતાજનક ન કહેવાય, એટલે…’
પછી તો મારા સ્વાર્થીપણા પર પણ એક મોટું ભાષણ મારે સાંભળવું પડેલું, પણ અહીં જે મુદ્દો ઉપસ્થિત થાય છે, તે આન્ટીત્વ અને અંકલત્વનો છે ! સમાજને લાલબત્તી દેખાડતો આ મારો લેખ દરેક ઉંમરનાઓએ વાંચવો જોઈએ ( હાલ તો માઈલો સુધી એક બાબત પણ એવી નથી દેખાતી, જેને લીલીબત્તી દેખાડી શકાય. હળાહળ કળજુગ કહે છે, તે આ !) હું જાણું છું કે આપણા સૌના અંતરાત્મા દેવઆનંદ જેવા જ હોય છે એટલે કોઈ ઘડપણને સ્વીકારતું નથી. દર્પણ તો બિચારું રોજ રાડો પાડતું હોય છે કે તું હવે અંકલ થઈ ગયો છે અથવા આન્ટી થઈ ગઈ છે, પણ એનું સાંભળે કોણ ?
હમણાં હમણાંથી તો એક નવી અને ખતરનાક ફેશન શરૂ થઈ ગઈ છે ! તે એ જ કે બીજાને ઘરડો સાબિત કરી આપણે યુવાન દેખાવું ! હમણાં હમણાંથી તો એક નવી અને ખતરનાક ફેશન શરૂ થઈ ગઈ છે ! તે એ જ કે બીજાને ઘરડો સાબિત કરી આપણે યુવાન દેખાવું ! લોકો પચાસમે વર્ષે પપ્પા બનતા હોય છે, એ જમાનામાં હું હજી સાડત્રીસનો જ છું. શું આ ઉંમર છે મારી અંકલ ગણાવાની ?
વધુ આગળ વાંચો »






