સાહિત્ય સંસદ સાન્તાક્રુઝ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં સંશોધનાત્મક લેખનને ઉત્તેજન આપવા માટે એક વિશિષ્ટ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગ લેવાનું સૌ સાહિત્યપ્રેમી ભાઈબહેનોને આમંત્રણ છે.
સ્પર્ધાની શરતો આ પ્રમાણે છે.
[1] ગુજરાતી સાહિત્યના પ્રવાહો, સાહિત્ય પ્રકારો, કર્તાઓ, કૃતિઓ, સમયખંડ, વિવિધ બોલીઓ, અન્ય સાહિત્યની ગુજરાતી સાહિત્ય પર અસર ઈત્યાદિ વિષયોમાંથી કોઈ પણ એક વિશે સંશોધનાત્મક અભ્યાસ પર આધારિત નિબંધ મોકલી શકાશે.
[2] નિબંધ ગુજરાતી ભાષામાં અને ત્રણ હજારથી પાંચ હજાર શબ્દોની લંબાઈનો હોવો જોઈએ. તે અપ્રસિદ્ધ, મૌલિક અને ટાઈપ કરેલો હોય તે પણ જરૂરી છે.
[3] નિબંધ એમ. ફીલ. પી.એચ.ડી ઉપાધી માટે લખાયેલા મહાનિબંધના ભાગરૂપે ન હોવો જોઈએ.
[4] લેખકે પોતાનું નામ, સરનામું, સંપર્ક અને પરિચય વગેરે વિગતો જુદા કાગળમાં લખી મોકલવી. લેખ પર કે લેખની અંદર લેખકનું નામ ન હોવું જોઈએ. આ સાથે લેખકે પોતાનો લેખ મૌલિક, અપ્રગટ અને અન્ય કોઈ રજુઆતના ભાગરૂપ નથી તેવું પ્રતિજ્ઞાપત્ર સહી કરી મોકલવાનું રહેશે.
[5] નિર્ણાયકોનો નિર્ણય બધા સ્પર્ધકોને માન્ય રહેશે તથા તે અંગે વિરોધ કે ચર્ચા આવકાર્ય નથી.
[6] પહેલું ઈનામ : 5000, બીજું ઈનામ 3000 તથા ત્રીજું ઈનામ 2000 આપવામાં આવશે.
નિબંધ મોકલવાની અંતિમ તારીખ 31-8-2008 છે. ત્યાર પછી મળેલાં નિબંધો સ્વીકારવામાં આવશે નહીં. નિબંધ મોકલવાનું સરનામું નીચે પ્રમાણે છે.
‘સાહિત્ય સંસદ સાન્તાક્રુઝ’
પ્રમુખ : કનુભાઈ સૂચક.
3-વિવેક, 185, એસ.વી. રોડ. વિલેપાર્લે (પશ્ચિમ), મુંબઈ-400056. સંપર્ક : 09870007371./ 022 2671 0808.
ઈમેઈલ : kanubhai@hotmail.com અથવા kanubhai.suchak@gmail.com
(ઈમેઈલથી મોકલેલા નિબંધો સાથે વાપરેલાં ફોન્ટનું સોફટવેર એટેચ કરવું જરૂરી છે.)