ઑકટોબરમાસની સાહિત્ય પ્રવૃત્તિઓ
તા 18 મી ઓક્ટોબરે ઠાકોરભાઈ દેસાઈ હૉલ ખાતે પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી દિનકર જોશીની નવલકથા ‘ચક્રથી ચરખા’ સુધીનું લોકાર્પણ પૂજય શ્રી મોરારિબાપુ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સુપ્રસિદ્ધ ચિંતક તથા સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ જ ઠાકોરભાઈ દેસાઈ હૉલ ખાતે તા. 14મી ઑકટોબરના રોજ નવભારત સાહિત્ય મંદિર તરફથી શ્રી ચંદ્રકાન્ત બક્ષીની સ્મૃતિમાં પ્રકાશિત ‘બક્ષી વિહાર શ્રેણી અંતર્ગત’ તેમનાં નવ પુસ્તકોનું વિમોચન સર્વ શ્રી ડૉ. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ અને જય વસાવડાની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. સંચાલન શ્રી અંકિત ત્રિવેદી અને સ્વાગત-પ્રવચન પુસ્તકના પ્રકાશક શ્રી મહેન્દ્રભાઈ શાહે કર્યું હતું.



