આપનો લેખ મોકલાવો

રીડગુજરાતી પર નિયમિતરૂપે શિષ્ટ, જીવનપ્રેરક અને સત્વશીલ સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે. ખાસ કરીને આ સાહિત્ય પુસ્તકો, સામાયિકો તેમજ અન્ય વિવિધ પ્રકાશન માધ્યમો દ્વારા ઉપલબ્ધ થતું હોય છે. પરંતુ લેખોની પસંદગી માટે માત્ર આટલા જ સ્ત્રોત મર્યાદિત નથી. નવોદિત સર્જક પણ પોતાની કૃતિ પ્રકાશન અર્થે મોકલી શકે છે. આપણા આદરણીય સાહિત્યકારો, નવોદિત સર્જકો કે અન્ય કોઈ પણ વ્યક્તિ – જેઓ રીડગુજરાતીને પોતાનો લેખ/કાવ્ય વગેરે મોકલવા ઈચ્છતા હોય, તેઓ ઈ-મેલ દ્વારા પોતાની કૃતિ સરળતાથી મોકલી શકે છે. લેખકોને કૃપયા પોતાની રચના મોકલતા પહેલા નીચેની પ્રશ્નોત્તરી ધ્યાનપૂર્વક જોઈ લેવા વિનંતી છે. ઈ-મેલમાં જરૂરી વિગત સાથે, જે તે ફાઈલ જોડીને લેખ મોકલી શકાય છે.

 • રીડગુજરાતીમાં કયા પ્રકારના લેખો સ્વીકારવામાં આવે છે ?
  રીડગુજરાતી પર જીવનપ્રેરક, સત્વશીલ અને શિષ્ટ સાહિત્ય તેમજ ચિંતન-વિચારપ્રેરક લેખો પ્રકાશિત કરવામાં આવે છે. આ માટેનાં લખાણો ટૂંકા કે મધ્યમ કદનાં હોય તે જરૂરી છે. અત્યંત વિસ્તૃત લખાણો, નવલકથાઓ કે અભ્યાસલેખોને સ્થાન આપવું શક્ય નથી બનતું. આ લેખો/કૃતિઓ સંપૂર્ણપણે મૌલિક હોય તે જરૂરી છે. આ માટેની જવાબદારી જે તે સર્જકની રહેશે. અહીં અન્ય સામાયિકોમાં પ્રકાશિત થયેલા લેખો પણ સ્વીકારવામાં આવે છે, પરંતુ તે માટે જે તે સર્જકે પોતે જ પોતાની કૃતિ મોકલવી જરૂરી છે.
 • લેખ મોકલવા માટે કયા પ્રકારની ફાઈલ એટેચ કરી શકાય છે ?
  લેખ PDF ફાઈલરૂપે અથવા Doc, Docx (Microsoft Word File) રૂપે મોકલી શકાય છે. પરંતુ જો લખાણ Unicode (એટલે કે Shruti Font) સિવાયના અન્ય કોઈ ફોન્ટમાં હોય તો લેખની સાથે ફોન્ટ ફાઈલ પણ મોકલવી જરૂરી છે. આમ કરવા માટે લેખ અને ફોન્ટ એ બંને ફાઈલને Zip કરીને એક ફાઈલ મોકલી શકાય છે.
 • શું હસ્તલિખિત લખાણો સ્કેન કરીને મોકલી શકાય છે ?
  ના, હસ્તલિખિત લખાણો સ્કેન કરીને મોકલવા ઈચ્છનિય નથી. આ માટે રીડગુજરાતીની ‘ગુજરાતીમાં લખો’ નામની સુવિધાનો ઉપયોગ કરીને તૈયાર કરેલું લખાણ વર્ડ ફાઈલ (Doc/Docx) સ્વરૂપે મોકલી શકાય છે.
 • એક સાથે કેટલી કૃતિ મોકલી શકાય છે ?
  ખાસ કરીને ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ કે હાસ્ય-લેખો ફકત એકની જ સંખ્યામાં મોકલાવી શકાય છે. પરંતુ કાવ્ય કે ગઝલ એક કરતાં વધુ હોય તો પણ સ્વીકાર્ય છે. એક કરતાં વધુ કાવ્યો કે ગઝલ માટે જુદી જુદી ફાઈલ એટેચ ન કરતાં એક જ ફાઈલમાં મોકલવું વધારે યોગ્ય રહેશે.
 • લેખ સાથે જરૂરી ફોટોગ્રાફ્સ મોકલવા હોય તો શું કરી શકાય ?
  આ માટે લેખ અને ફોટોગ્રાફ્સ Zip કરીને મેલમાં અટેચ કરવી વધુ હિતાવહ છે.
 • ઈ-મેલમાં અન્ય કઈ કઈ વિગત જણાવવાની રહેશે ?
  ઈ-મેલમાં સર્જકનું નામ, ઈ-મેઈલ સરનામું અને કૃતિનો પ્રકાર લખવો આવશ્યક છે. સંપર્ક માટેનો ફોન નંબર હોય તો વધુ અનુકૂળ રહેશે. તદુપરાંત, લેખ સંબંધી અન્ય કોઈ વિગત જેમ કે એવોર્ડ્સ, લેખ જે સામાયિકમાં અગાઉ પ્રકાશિત થયો હોય તેની વિગત કે અન્ય પૂરક માહિતી પણ લખી શકાય છે.
 • જે તે ફાઈલ રીડગુજરાતીને બરાબર પ્રાપ્ત થઈ છે કે નહીં તેની જાણ કેવી રીતે થાય છે ?
  જે તે લેખ રીડગુજરાતીને ઈ-મેઈલ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, એ મળ્યાની જાણ ઈ-મેલ દ્વારા જ શક્ય એટલી ઝડપથી કરવામાં આવશે. પરંતુ આમ કરવામાં થોડો સમય લાગી શકે છે.
 • લેખની સ્વીકૃતિ અંગે કઈ રીતે જાણ કરવામાં આવે છે ?
  જો પ્રાપ્ત થયેલ કૃતિ રીડગુજરાતીના સ્વરૂપને યોગ્ય હોય તો આશરે દસેક દિવસમાં સ્વીકૃતિ અંગે સર્જકને ઈ-મેઈલથી જાણ કરવામાં આવે છે. સ્વીકારાયેલી કૃતિના પ્રકાશન માટે નિશ્ચિત તારીખ જણાવવાનું શક્ય નથી હોતું પરંતુ લેખના પ્રકાશન અગાઉ સર્જકને ઈ-મેઈલ દ્વારા ફરીથી જાણ કરવામાં આવે છે. સામાન્યતઃ અસ્વીકૃત લેખો અંગે કોઈ જ પ્રકારનો પત્રવ્યવહાર કરવામાં આવતો નથી.
 • અપ્રકાશિત નવા લેખો મોકલનાર સર્જકે જવાબ માટે કેટલા દિવસ રાહ જોવી હિતાવહ છે ?
  રીડગુજરાતીને અન્ય સામાયિકોમાં અગાઉ પ્રકાશિત થયેલા લેખો પણ મોકલી શકાય છે, પરંતુ તે છતાં અપ્રકાશિત લેખો મોકલનાર સર્જકે દસ દિવસ રાહ જોવી હિતાવહ છે.
 • શું સ્વીકારાયેલી કૃતિ પ્રકાશિત થયા બાદ તુરંત બીજો લેખ મોકલી શકાય છે ?
  રીડગુજરાતી પર જે તે સર્જકનો લેખ પ્રકાશિત થયા બાદ આશરે એક મહિનાનો ગાળો રાખવામાં આવે છે, જેથી અન્ય સર્જકોના લખાણોને પણ સ્થાન મળી શકે. આથી, એકવાર લેખ પ્રકાશિત થયા બાદ તુરંત બીજો લેખ મોકલવો હિતાવહ નથી. આશરે એકાદ મહિના બાદ બીજો લેખ મોકલી શકાય છે.
 • સર્જકનો જે તે લેખ રીડગુજરાતી પર સૌપ્રથમ વાર પ્રકાશિત થયો હોય તેને શું અન્ય સામાયિક માટે મોકલી શકાય છે ?
  હા, રીડગુજરાતી પર પ્રકાશિત થયેલો લેખ, જે તે સર્જક પોતે અન્ય સામાયિકને પણ મોકલી શકે છે.
 • લેખ મોકલવા અંગે અન્ય કોઈ પ્રશ્ન હોય તો તે અંગે કઈ રીતે માર્ગદર્શન મેળવી શકાય છે ?
  આ માટે ‘Contact us’ સુવિધાનો ઉપયોગ કરીને ઈ-મેઈલ કરી શકાય છે અથવા +91 9974410868 નંબર પર સંપર્ક કરી શકાય છે.

લેખ મોકલવા માટેનું અમારું ઈ-મેલ સરનામું છે – shah.mrugesh@gmail.com
વોટ્સએપ દ્વારા અમને લેખ મોકલવા માટે નંબર છે – ૯૯૭૪૪૧૦૮૬૮

Copy Protected by Chetan's WP-Copyprotect.