સ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪

story-competition-2014

નવોદિત લેખકોને પોતાની આગવી સર્જનશક્તિને વિશાળ વાચક સમુદાય પાસે મૂકવાનું એક માધ્યમ મળી રહે અને તેમનું લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય એ માટે માર્ગદર્શન પણ મળી રહે તેવા હેતુથી પ્રતિવર્ષની જેમ જ ચાલુ વર્ષે પણ રીડગુજરાતી તરફથી ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-૨૦૧૪’નું આયોજન ‘સ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪’ એ શીર્ષક હેઠળ કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકો માટે જરૂરી વિગત નીચે પ્રમાણે છે.

સ્પર્ધાના નિયમો :

[1] વાર્તા સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ વિશ્વમાં ગમે ત્યાંથી ભાગ લઈ શકે છે. આ સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂરિયાત નથી. માત્ર સ્પર્ધકે નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રહે છે. ચાલુ વર્ષે વાર્તા સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૦ ઓક્ટોબર ૨૦૧૪ છે.

[2] આ સ્પર્ધા માત્ર નવોદિતો માટે રાખવામાં આવતી હતી, જેથી રીડગુજરાતીની ગત વાર્તા-સ્પર્ધાઓમાં વિજેતા થયેલા સ્પર્ધકો, સાહિત્યકારો તેમજ જેમનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું હોય તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શક્તા નહોતા, એ મર્યાદાને અહીં થોડીક ખોલી આપી છે, જેમનો સ્વતંત્ર વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો હોય એવા સર્જકો સિવાય કોઈપણ આ સ્પર્ધામાં જરૂરથી ભાગ લઈ શકે છે. જુદા જુદા સામાયિકોમાં ક્યારેક જેમની વાર્તા/લેખ પ્રકાશિત થઈ હોય તેઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

[3] વાર્તા મૌલિક અને અપ્રગટ હોવી જોઈએ. વાર્તા ૧૮૦૦ થી ૩૦૦૦ શબ્દો વચ્ચે હોવી જોઈએ. આત્મકથાત્મક કે નિબંધ પ્રકારની કૃતિઓ અસ્વીકાર્ય ગણાશે. માત્ર ‘ટૂંકી વાર્તા’નું સ્વરૂપ જ સ્વીકાર્ય ગણાશે.

[4] હસ્તલિખિત વાર્તા મોકલનાર સ્પર્ધકે વાર્તા ફૂલ-સ્કેપ કાગળની એક બાજુ, સુવાચ્ય અક્ષરે લખેલી હોવી જોઈએ. વાર્તાની શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. આ રીતે વાર્તા મોકલનારે વાર્તાની એક ઝેરોક્ષ પોતાની પાસે રાખીને ઓરીજીનલ કોપી મોકલવાની રહેશે. ટપાલ કે કુરિયર દ્વારા વાર્તા નિશ્ચિત કરેલી તારીખ અગાઉ મોકલવાની રહેશે. ત્યારબાદ મળેલી કૃતિઓ સ્પર્ધામાં ગણાશે નહીં.

[5] વાર્તા ટાઈપ કરીને ઈ-મેઈલથી પણ મોકલી શકાય છે. (કૃપયા હસ્તલિખિત વાર્તા સ્કેન કરીને મોકલવી નહીં) ઈ-મેઈલથી વાર્તા મોકલનારે PDF Format અથવા Word Document Format માં જ વાર્તા મોકલવી. વાર્તા જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ ઈ-મેઈલ સાથે એટેચ કરવા જરૂરી છે. વાર્તાની શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. વિશેષમાં, ઈ-મેઈલથી વાર્તા મોકલનારે ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં Varta-Spardha-2014 લખવું.

[6] સ્પર્ધામાં મોકલેલી વાર્તા અન્યત્ર મોકલી શકાશે નહિ. સ્પર્ધામાં વિજેતા થયેલી વાર્તાઓને પ્રકાશિત કરવાનો હક ‘રીડગુજરાતી.કોમ’નો રહેશે. તેમ છતાં, વિજેતા થયેલી વાર્તા જો ‘રીડગુજરાતી’ના સાહિત્યિક સ્વરૂપને અનુરૂપ હશે તો જ પ્રકાશિત કરવામાં આવશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા નીવડે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે.

[7] સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે ‘રીડગુજરાતી’ કે તેના સંપાદક જવાબદાર રહેશે નહિ.

અગત્યની તારીખો :

સ્પર્ધાની શરૂઆત : તા. ૮ સપ્ટેમ્બર ૨૦૧૪
વાર્તાઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૦ ઓક્ટોબર ૨૦૧૪
સ્પર્ધાનું પરિણામ : ૨૩ ઓક્ટૉબર ૨૦૧૪

વાર્તા કેવી રીતે મોકલશો ? :

પોસ્ટ કે કુરિયર દ્વારા વાર્તા મોકલવા માટે…

જીજ્ઞેશ અધ્યારૂ,
સંપાદક, રીડગુજરાતી.કોમ,
ઓમ, એ-૪૬, સાંઈનગર સોસાયટી,
ખોડીયાર નગર પાછળ, ન્યૂ વી આઈ પી રોડ,
વડોદરા ૩૯૦૦૨૨, ગુજરાત

ઈ-મેઈલ દ્વારા વાર્તા મોકલવા માટે : shah.mrugesh@gmail.com
Subject : Varta-Spardha-2014

પુરસ્કારની વિગતો :

વિજેતાઓને નીચે પ્રમાણે પુરસ્કારની રકમ અપાશે :

પ્રથમ પુરસ્કાર : રૂ. ૨૦૦૧
દ્વિતિય પુરસ્કાર : રૂ. ૧૫૦૧
તૃતિય પુરસ્કાર : રૂ. ૧૦૦૧
પ્રોત્સાહન પુરસ્કાર : રૂ. ૨૫૧ (ત્રણ)

વિજેતાઓને પુરસ્કારની રકમ માત્ર ભારતીય ચલણમાં જ અપાશે. ભારતમાં વિજેતા થનાર સ્પર્ધકને ડિમાન્ડ ડ્રાફટ અથવા મનીઑર્ડરથી આ રકમ મોકલવામાં આવશે. વિજેતા થનાર કોઈ સ્પર્ધક જો વિદેશમાંથી હોય તો જે સરળ માધ્યમ ઉપલબ્ધ હશે તે રીતે તેઓને પુરસ્કારની રકમ પહોંચતી કરવામાં આવશે.

નિર્ણાયકો

શ્રી મીરાબેન ભટ્ટ
શ્રી નીલમબેન દોશી

સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ આ આયોજનને સફળ બનાવવામાં મદદ કરનાર અનેક મિત્રો, સ્નેહીઓનો ખૂબ આભાર. આજથી સ્પર્ધા પૂરી થાય છે. હવે પરિણામો સાથે મળીશું.

સ્પર્ધા માટે, નિયમો મુજબ જેમની કૃતિઓ મળી છે તેમના નામ…

રોંગ નંબર – મિતેષ મેવલીયા
ભેંકાર ખાલીપો.. – ભાગ્યશ્રી વાઘેલા
સત્વ સાર્થ – બ્રિન્દા ઠક્કર
અહીંનું અહીંયાં – જાગૃતિ રાજ્યગુરૂ
માતૃભૂમિની મમતા – જયશ્રી ભરતકુમાર શાહ
નસીબ – પાર્થસારથિ વૈદ્ય
પ્રીત – હિરલ વૈદ્ય
તિમિર ગયું ને જ્યોત પ્રગટી – વર્ષા મીનપિયાસી
ઝીલ.. એક વહેતો પ્રવાહ – ધર્મેશ ગાંધી
ઢેલ કળા કરે જ નહીં – ચેતના ઠાકોર
પ્રતિઘોષ – ડૉ. હિતા મહેતા
૩૧ ડિસેમ્બર – યામિની પટેલ
એ તો છે જ એવા –
ના, હવે તો નહીં જ.. – હરીશ થાનકી
સ્ત્રી છું, બધું ચલાવી લ ઉં છું. – કુંતલ નિમાવત
સાત વાગે.. – સ્મિત પાઠક
મોનાલીસાનું સ્મિત – કલ્યાણી વ્યાસ
વરસાદ અને વિમાન – કિરણ મહેતા
અડધી મા – નિમિષા દલાલ
અનોખી મા ની અનોખી મુસાફરી – વિશ્વદીપ બારડ
આદર્યા અધૂરાં પણ પૂરા – પ્રિયકાન્ત બક્ષી
એક અનોખા પ્રિન્સીપલ – પ્રવીણ શાહ
કંધોત્તર – અજય સોની
જમુનામા – ડૉ. ઈન્દુબેન શાહ
જિંદગીનો સાચો આયનો સમય – રેખા વિનોદ પટેલ
ફક્ત ઉર્જા – હિરેન વૈશ્રાણી
બાળકનું આગમન -આરતી ભાડેશીયા
કવિતા – વર્ષા તન્ના
સુખી થવાનો હક્ક – નયના પટેલ
એ તો છે જ એવા! – રામ મોરી

શબ્દસંખ્યાની શરતને કારણે અસ્વીકાર્ય થઈ છે તેવી કૃતિઓ..

બિનશરતી પ્રેમ – કોમલ શાહ
અત્વરીયા – વિશાલ નાકરાણી
જીવન આનંદ – દિલીપભાઈ આચાર્ય
વાત એક વૃદ્ધની – પાર્મી દેસાઈ
આગંતુક – પ્રકાશ મ વૈદ્ય
અર્ધસત્ય – હિતેશ ઠક્કર
છેલ્લી બાજી – સમીરા પાત્રાવાલા
એક નાની તિરાડ – નવનીત પટેલ
લાગણીઓનો પિરામિડ – સુનિલ મેવાડા
વાર્તા – છાયા મહેશ મહેતા
સાચી જીત – નિલેશ કસારે
સ્મરણ – અનીતા રાઠોડ
મિત્ર – રૂચિર શકુન ગુપ્તા
આ ગાંડો નથી.. – કમલેશ થાનકી
પ્રેમ-મૈત્રી – પુનિત ઠક્કર
આંખની એંધાણી – વિષ્ણુ દેસાઈ શ્રીપતિ
ડૉક્ટરની સારવાર – સેજલ દેસાઇ
પ્રણય ત્રિકોણનો ચોથો ખૂણો – ઉમાકાન્ત મહેતા

સ્પર્ધાના વિજેતાઓ

પ્રથમ વિજેતા – ના, હવે તો નહીં જ.. – હરીશ થાનકી
દ્વિતિય વિજેતા – કંધોત્તર – અજય સોની
તૃતિય વિજેતા – પ્રતિઘોષ – ડૉ. હિતા મહેતા
ત્રણ પ્રોત્સાહન પુરસ્કાર
અડધી મા – નિમિષા દલાલ
મોનાલીસાનું સ્મિત – કલ્યાણી વ્યાસ
કવિતા – વર્ષા તન્ના

સર્વે વિજેતામિત્રોને અભિનંદન અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ… શ્રી વિપુલભાઈ કલ્યાણીને નિર્ણય માટે સમયોચિત અને સંજોગોવશાત કૃતિઓ મોકલી જ શકાઈ નહીં, એ બદલ તેઓ ક્ષમા કરશે એવી અપેક્ષા છે. બંને નિર્ણાયકો, નીલમબેન દોશી અને મીરાબેન ભટ્ટનો અપાર અવ્યવસ્થા વચ્ચે પણ તમામ કૃતિઓને નાણીને નિર્ણય પાઠવવા બદલ ખૂબ આભાર અને અક્ષમ્ય વિલંબ બદલ સર્વે સ્પર્ધકો અને વાચકમિત્રોને નતમસ્તક…

– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક

Copy Protected by Chetan's WP-Copyprotect.