પૂર્વૠષિઓએ જીવન ચાર અવસ્થામાં વહેંચ્યું છે. આ ચારમાંથી કોઈ પણ અવસ્થામાં વૈરાગ્યનો પ્રવેશ થાય તેને પૂર્વૠષિઓએ જીવનની સાર્થકતા કહી છે. ચંદ્રાવતીનગરીના રાજા રત્નશેખરને સંસાર પર વૈરાગ્ય જાગ્યો. એમણે પોતાના યુવાન પુત્ર મદનસેનને રાજગાદી સોંપી અને જંગલનો પંથ પકડ્યો. યુવાન રાજા મદનસેને રાજ્યની ધુરા સંભાળી. રાજા મદનસેન યુવાન હતો. તેના વિચારો હણહણતા અશ્વની જેમ દોડતા હતા. તેની આસપાસમાં મંત્રીઓ, સેનાપતિઓ, શ્રેષ્ઠીઓ વગેરે વૃદ્ધ હતા પણ અનુભવી હતા. રાજા મદનસેનને કોઈએ સલાહ આપી કે આ વૃદ્ધોની ટોળી દૂર કરી યુવાનોને રાજકાજમાં સામેલ કરવા જોઈએ. રાજની તિજોરી છલકાવવી જોઈએ.
સર્જક : આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી
1 post