એ વાતને કદાચ ત્રણેક દાયકા વીતી ગયા હશે. એ વખતે મારી ઉંમર પાંચેક વર્ષની હશે. નાનકડા એવા અમારા ગામમાં દાદાજીનું ખૂબ માન. જુવાનિયાઓ નિરાંતે બીડી તાણતા હોય ને ત્યાં દાદાજી પહોંચી જાય તો જલદી જલદી છુપાવી દે. દૂરથી એમને આવતા જુએ કે તરત ગામની વહુઆરુઓ માથું ઢાંકે. વેપારીઓ કે ખેડૂતો વાંકા વળીને નમસ્કાર કરે. હું તો દાદાજીના જીગરનો ટુકડો. મને એટલા લાડ લડાવે કે, દાદી, મા-પિતાજી બધાં ફરિયાદ કરતાં, કે આમ કરી કરીને તેઓ મને બગાડી મૂકશે.
સર્જક : આશા વીરેન્દ્ર
(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) મારી વહાલી મા, મારા અક્ષરો જોઈને તને આશ્ચર્ય થયું હશે કે, એક જ ઘરમાં રહેવા છતાં આ રીતે પત્ર લખવાની મને શું જરૂર પડી? પણ હું જાણું છું કે, મારે જે વાત તને કરવી છે એ તારી આંખમાં આંખ પરોવીને કરવાની મારામાં હિંમત નથી. […]
(‘જનકલ્યાણ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) જીવનનાં વનમાં પ્રવેશ કરતાંની સાથે તનની સમસ્યાઓ પરચો બતાવવા માંડી. ઘનઘોર વનમાં દાખલ થતાં જ ગીચ ઝાડી પાછળ છુપાયેલ વિકરાળ પશુઓ ત્રાડ પાડીને ડરાવવા માંડે તેમ એકાવન, બાવન કે બહુ બહુ તો ત્રેપનમાં પેઠાં કે ડરામણા રોગો- જેવા કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ, સંધિવા, આર્થરાઈટીસ […]
(‘ભૂમિપુત્ર’ના ૦૧/૦૮/૨૦૧૫ના અંકમાંથી) ‘ચિલ્ડ્રન્સ રીમાન્ડ હોમ’માં નોકરી કરવાની વાતથી રોશનીને પરસેવો છૂટી ગયો હતો. ત્યાં તો કેવા કેવા ગુનેગાર છોકરાઓ આવે ! કોઈએ મારામારી કરી હોય તો કોઈએ ચોરી, કોઈક તો વળી આવેશમાં આવીને ખૂન પણ કરી બેઠા હોય. બાપ રે ! એવા છોકરાઓ સાથે કેવી રીતે કામ કરી શકાશે […]
(‘ભૂમિપુત્ર’ ૧ એપ્રિલ, ૨૦૧૫માંથી) ‘ઑફિસમાં પ્યૂનનું કામ કરવા માટે છોકરી થોડી ચાલે ? તમે પણ કેવી વાત કરો છો ?’ મિ.શર્માએ મિસિસ મહેતાને ઠપકો આપતા હોય એવી રીતે કહ્યું. ‘સાચી વાત છે મિ.શર્માની. કલાકે કલાકે ચાની લારી પર છોકરીને ન જ મોકલાય ને ? આ બધું તો પુરુષનું જ કામ, […]
(‘ભુમિપુત્ર’ સામયિકમાંથી) પોતાના સાયબર કાફેમાં બેઠા બેઠા ઊંડા વિચારમાં પડેલા આદિત્યને અચાનક એક પ્રશ્ન સંભળાયો, ‘માફ કરજો, શું હું આ કમ્પ્યુટર વાપરી શકું ?’ તેણે આગંતુક તરફ નજર કરી ૬૫-૭૦ વર્ષની ઉંમરના લાગતા એ પુરુષની ભાષા અત્યંત સૌજન્યભરી હતી, પણ એનાં ચોળાયેલાં કપડાં અમે અસ્તવ્યસ્ત વાળને કારણે જોનાર પર બહુ […]
(‘ભૂમિપુત્ર’ સામયિકમાંથી) ‘મરાઠી સાહિત્ય અકાદમી’ના પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી હતી. શાલિનીતાઈ પોતે અને બીજા સાહિત્યરસિકો માનતા હતા કે, આ વખતે તો શ્રેષ્ઠ નવલકથાનો પુરસ્કાર એમની ‘કાદમ્બરી’ને જ મળવાનો. હજી ગઈ કાલે જ એમની બાળસખી અવંતિકાનો ફોન હતો. એણે કહ્યું હતું, ‘પુરસ્કાર ભલે કાલે જાહેર થવાનો હોય પણ મને ખાતરી છે […]
[‘ભૂમિપુત્ર સામાયિક’માંથી સાભાર.] આ વખતનું ચોમાસું બહુ આકરું હતું. અઠવાડિયાથી એકધારો પડતો વરસાદ અટકવાનું નામ નહોતો લેતો. ફાટયૂં-તૂટયું પ્લાસ્ટીક ઓઢીને નિશાળે ગયેલો સુરેશ ઘરે આવ્યો ત્યારે પગથી માથા સુધી ભીનો થઈ ગયેલો. જો કે, પોતે ભીંજાયો એ વાતનો એને અફસોસ નહોતો, પણ…. ‘મા, જોને, મારી ભણવાની ચોપડીઓ પલળી ગઈ.’ એણે […]
[ ‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] જયારે પણ ઉન્નતિ અને મંથન એકાંત પળોમાં એકમેકનો સાથ માણી રહ્યાં હોય ત્યારે ચિંતન ગમે ત્યાંથી ટપકી પડતો. ‘કેમ, શોધી કાઢયાંને બેઉને ? મને લાગે છે કે, હું જાસૂસ બનવાને લાયક છું.’ એવી બહાદુરી ઠોકતો ચિંતન મંથનને કડવો ઝેર જેવો લાગતો. ચિંતન અને મંથન બેઉ પ્રત્યેકની પોતાની […]
[‘ભૂમિપૂત્ર’ સામાયિકમાંથી સાભાર.] તમે શું એમ માનો છો કે, ગરીબોનાં ઝૂપડાંમાં હંમેશા નિઃસાસા અને ડૂસકાંના જ અવાજ સંભળાતા હોય છે ? જો તમારી માન્યતા એવી હોય કે, નિર્ધન અને દુઃખી લોકો હસી નથી શકતા, તો તમારી ભૂલ થાય છે. વાત ભલે ધણાં, એટલે કે લગભગ સિતેરેક વર્ષ પહેલાંની હોય પણ […]
[‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાંથી સાભાર.] નંદિતાને હવે બાંસઠ-ત્રેસઠ તો થયાં હશે પણ સદા પ્રફુલ્લિત ચહેરો, એકવડો બાંધો, ચીવટપૂર્વક સુઘડ રીતે પહેરાયેલી સાડી – આ બધાંને લીધે એના સંપર્કમાં આવનાર સૌ કોઈને એ પ્રિય થઈ પડતી. આ જુઓને, બે દિવસ સવારે એ લાફીંગ ક્લબમાં ન જઈ શકી ત્યાં તો આજે સવારે રેણુ, રંજના, […]
[ ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] એક જ માને પેટે જન્મેલા બે ભાઈઓ. માએ પોતાની ડાબી-જમણી આંખ સમજીને બેઉને ઉછેરેલા. માને એમ કે, મોટા થઈને બેઉ એકબીજાને પડખે ઊભા રહેશે, એકમેકને હૂંફ આપશે. પણ ખરેખર એવું થયું ખરું? ચાલો, આપણે જોઈએ. મોટો ભાઈ એટલે શહેર. એનો તો ભઈ, વટ ભારે ! ઠાઠ-માઠથી […]