આજ નીરખીને ખુદનો પડછાયો, સાવ કારણ વિના જ ભરમાયો. બારણાં છે તો કો’ક દિ ખખડે, ખોલવા આમ થા ન રઘવાયો. બૂમ તો કેટલાયે પાડી’તી, માત્ર મારો જ શબ્દ પડઘાયો. આપણું ક્યાં હતું જે ખોયું’તું કેમ એના વિષે તું કચવાયો ? અંત વેળાએ પૂછશે ઈશ્વર શ્વાસ તારાથી કાં ન સચવાયો ?
સર્જક : ઉર્વીશ વસાવડા
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] અપેક્ષા એ હતી કે આજ નહીં તો કાલ બદલાશે ગમે ત્યારે અચાનક આ સમયની ચાલ બદલાશે તિલકના રંગ ને અર્થો તો એના એ જ રહેવાના અગર બદલાય કૈં તો આંગળી ને ભાલ બદલાશે સંબંધોનું બિયારણ વાવજો ખૂબ સાવચેતીથી જરા ગફલત થશે તો આખે આખો ફાલ બદલાશે અવિરત […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] નગરમાં પણ હતો નહીં કે હતો ના ક્યાંય નકશામાં છતાં પણ એ જ કૌતુક છે મળ્યો સહુને હું રસ્તામાં બધાની જેમ ફંગોળાઉ છું હરરોજ ટોળામાં નથી ફરિયાદ કૈં મારે હવે એવા શિરસ્તામાં થયાં ના ત્રાજવાં સમતોલ શાથી એ ન સમજાયું મુકી’તી બેઉ બાજુ જાત મેં મારી જ […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘પુષ્પનો પગરવ’ ગઝલસંગ્રહમાંથી પ્રસ્તુત ગઝલો સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. ઉર્વીશભાઈ વસાવડા (જૂનાગઢ)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9824295259 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત અંતે આપવામાં આવી છે.] [1] નિહાળે છે તું આ બધી […]
નથી મંઝિલ મળી એનો ચરણને દોષ ના આપો કશું દેખાય ના તો આવરણને દોષ ના આપો. હકીકત છે તમે એકેય પણ બારી નથી ખોલી બધે અંધાર છે ઘરમાં કિરણને દોષ ના આપો નજર સામે પડેલું સત્ય સમજાતું નથી એને લખ્યું વાંચી નથી શકતો અભણને દોષ ના આપો નથી સંભવ હિસાબો […]