જેમ જળ વિના મત્સ્ય તરફડે, પોતાના ટોળામાંથી ભૂલી પડેલી મૃગલી જેમ બેબાકળી બની જાય એમ મારા પુસ્તક પ્રકાશન વિના હું જ્યારે ટળવળવા લાગ્યો ત્યારે મારા પિતાએ મને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી કે : ‘તો પછી તારો વિવાહ થઈ રહ્યો.’ લગ્નવિવાહ જેવા મામલામાં આ પ્રકાશનને શું લેવા-દેવા? એમ પૂછવાનું જ્યારે મેં ધૃષ્ટ સાહસ કર્યું ત્યારે એમણે મારા આ ઘેલાપણા વિશે સખત ઠપકો આપી ચોપડીઓને બદલે વેપારના ચોપડાઓમાં ધ્યાન પરોવવાનું કહી દીધું. ‘બની શકે તો જીવીશ એકલા પુસ્તકોથી’ એ કલાપીની પંક્તિને એમણે ‘બની શકે તો જીવીશ એકલી ચૅકબુકથી’ એવો ફેરફાર કરી નાખીને કૉપીરાઈટનો ભંગ કરેલો. પુસ્તકો લખી લખીને ખુવાર થઈ ગયેલા કવિઓ અને લેખકોનાં ઉદાહરણો કંઠ પરંપરાથી એમનામાં ઊતરી આવેલાં હતાં.
સર્જક : કિશોર વ્યાસ
2 posts
(‘દે દામોદર, દાળમાં…!’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સવારના પહોરમાં જ રામાયણ થઈ. મેં ખાંખાંખોળા શરૂ કર્યા કે ઘરના સભ્યો સમજી ગયા કે : ‘પત્યું, કશુંક ખોવાયું લાગે છે. મારાં ચશ્માં ક્યાંય […]