(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) ‘અકેલે હૈ, ચાલે આઓ, જહાં હો, કહાં આવાજ દું તુમકો કહાં હો.’ દૂર ક્યાંક વાગતા ગીતને સાંભળીને પરાગનું હૃદય ભરાય આવ્યું. તેને સવારથી જ એકલાપણું લાગી રહ્યું હતું. કોઈ કામમાં મન લાગતું નહોતું. રવિવાર હોવાને લીધે તે ક્યાંય ફરવા નીકળ્યો નહોતો. ઘેર જ બેસી રહ્યો હતો. ઘર, હા, ઘર કહે તો કોને કહે? પરંતુ શું ચાર દીવાલો, બારીઓ અને દરવાજો તથા એક છત હોય તેવા ઘરને ઘર કહેવાય? આ ઘર કેવું હતું? જ્યાં સ્મશાન જેવી શાંતિ હતી. ન ક્યાંય પિન્કીનો અવાજ કે પલ્લવીની બોલચાલ ! પરાગને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ અજાયબ ઘરમાં આવી ગયો હતો. ક્યાં ગઈ ઘરની ચહલપહલ? શું કોઈ રજાનો દિવસ કદી આવો નીરસ વીત્યો હતો? કદાચ કદી નહિ.
સર્જક : કુસુમ ભૂપેન્દ્ર દવે
2 posts
[ ‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] આકાશ બિલકુલ સાફ હતું. ચંદ્રમાની સફેદ ચાંદની ચારેતરફ ફેલાયેલી હતી. પરંતુ ધરતી ઉપરની ચાંદનીમાં ઉદાસી ફેલાયેલી હતી. આજે વિભાની આંખમાં ઊંઘ નહોતી. તેનું દિલ કહેતું કે, આવી જ રાત હંમેશા રહે. કદી સવાર ન પડે અને તે આવા જ અંધારામાં ગુમ થઈ જાય. સવાર થાય, બધા […]