મિત્ર-મંડળી બરાબર જામી હતી. વાતોના વાણાતાણા ઉકેલાયે જતા હતા. રાજકારણની ડાળ પર બેઠેલી વાત કૂદકો મારીને ભૂત-પ્રેત પર આવે અને એના પરથી શેરબજાર, મોંઘવારી, ફિલ્મો કે સ્કૅન્ડલના ઝાડ પર આવીને બેસે. અત્યારે આ વાત-પંખી ‘અકસ્માત’ના ઝાડ પર બેઠું હતું. “…પછી તો માણસોનું ટોળું એકઠું થઈ ગયું. એના જ સ્કૂટર પર બેસાડીને કોઈ એને ડૉક્ટરને ત્યાં લઈ ગયું અને ત્યાંથી એને ઘેર…” “મારે પણ એક વાર એવું થયું હતું. હું એક અગત્યના કામે ગાંધીનગર જતો હતો. બપોરે ચાર વાગે મિનિસ્ટર જોડે મિટિંગ કરવાની હતી. હું તો ઘેરથી વહેલો નીકળી શાંતિથી સ્કૂટર ચલાવતો જતો હતો, પણ મારી આગળના એક સ્કૂટર પર એક યંગ-કપલ જતું હતું. નવાં નવાં પરણેલાં હશે તે યુવતી યુવકને એવી રીતે ચિપકીને બેઠેલી કે કોઈને એમની અદેખાઈ આવે.
સર્જક : ગિરીશ ગણાત્રા
(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) સાંજે અરુણ ઑફિસેથી ઘેર આવ્યો ત્યારે પ્રીતિએ શરમાતા શરમાતા સમાચાર આપ્યા : “હું આજે ડૉ. માલતીબેન પાસે જઈ આવી, એણે કહ્યું કે મને સારા દિવસો રહ્યા છે…” “રીઅલી?” અરુણે પ્રીતિને પોતાની પાસે ખેંચતા કહ્યું. “આવું શું કરો છો? બારણાં ખુલ્લાં છે…” “તો ખુલ્લાં જ […]
(‘નવચેતન’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઘણા વખત પહેલાંની વાત છે. રમેશ અને વિપુલ ગાઢ મિત્રો. સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણે; સાથે ભણવા જાય, લેસન કરે અને સાથે જ રમવા જાય. કોઈ તહેવારને દિવસે બંને મંદિરમાં પગે લાગવા ગયા. રમેશ કહે – “આજે હું ભગવાન પાસે કશું માગીશ.” વિપુલ કહે […]
(જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિના ૩૧ જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) વર્ષોથી નાનકડા શહેરની એક શાળામાં આચાર્ય રહી ચૂકેલા રમણભાઈ ભટ્ટ નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી અમદાવાદ રહેવાનું નક્કી કર્યું એટલે નાનકડો ફ્લૅટ કે ટેનામેન્ટ શોધવા માંડ્યા. નિવૃત્ત થયા પછી હાથમાં સાઠ હજાર રૂપિયા જેટલી રકમ આવેલી. જિંદગીભરની બીજી બચત પણ ઘર […]
(‘જન્મભૂમિ પ્રવાસી’ના ‘મધુવન’ પૂર્તિના 22, મે 2016ના અંકમાંથી સાભાર) કેબિનનો દરવાજો ખોલી પ્યૂને હળવેક રહીને ટેબલ પર વિઝિટિંગ કાર્ડ મૂક્યું. કાર્ડ મૂકીને એ ગયો નહિ. ઊભો રહ્યો. કાગળમાંથી માથું ઊંચકીને પૂછ્યું : ‘કેમ ?’ ‘કોઈ ભાઈ બહાર મળવા આવ્યા છે. કહે છે કે…’ વિઝિટિંગ કાર્ડ ઉપર નજર ફેંકી- ભગીરથ પંડ્યા. […]
(‘નવચેતન’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) “આજે તો મમ્મી, પ્રેયર વખતે એવી મજા પડી ગઈ કે બધું રિંગ-અ-રિંગ – અ રોઝીસ થઈ ગયું. ઑલ લાફ્ડ, એન્જૉય્ડ ઍન્ડ હેડ એ ગ્રેટ ફન…” નાનકડો બન્ટી સ્કૂલેથી આવીને મમ્મી મૌલાબહેનને સ્કૂલની વાતો કરી રહ્યો હતો. “યુ એન્જૉય્ડ, નો ? તો ચાલો, હવે કપડાં […]
[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.] ‘…… [dc]ત[/dc]મારે અસલી મેંગલોરી સોપારી જોઈતી હોય તો મફત મુખવાસ પાસે જાઓ. એ જ તમને અસલી માલ આપી શકશે. બીજા બધા તમને છેતરશે, પણ મફત મુખવાસ કોઈ દિવસ નહિ.’ સારી સોપારીની શોધમાં મફત મુખવાસનું નામ મળ્યું. એની પાસેથી અસલ સોપારી મળી અને…. બધા એને મફત મુખવાસ કહીને […]
[‘જન્મભૂમિ-પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] સરકારી નોકરીના અનેક લાભ અને ગેરલાભની વચ્ચે એક લાભ તો આપણને સૌને પ્રાપ્ત થયો જ છે. વિશાળ ભારતના જુદા જુદા પ્રાંતોમાં રહેતા લોકો હવે એક માળાના મણકાની જેમ બંધાઈ ગયા છે. નહીંતર આપણો પાડોશી કે મિત્ર કે પછી સહકાર્યકર કોઈ પંજાબી, કાશ્મીરી, દક્ષિણ ભારતીય કે બંગાળી ન […]
દિલ્હી રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભેલી ગાડીની ચકાસણી કરી મનીષ મહેતા જ્યારે પોતાની બેગ લઈ ફર્સ્ટકલાસના કમ્પાર્ટમેન્ટમાં પોતાની બર્થ પર આવ્યા ત્યારે કમ્પાર્ટમેન્ટની સામેની બર્થ પર બિછાનું પાથરી બેઠેલા એક પાંસઠેક વર્ષના બુઝર્ગે એની સામે એવી રીતે જોયું કે જાણે એની માલિકીના આ કમ્પાર્ટમેન્ટમાં કોઈ હક્ક કરીને ઘૂસી આવ્યું ન હોય […]
[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] નાના હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતી એક કવિતા વિના સમજ્યા અમે ગોખી મારતા : સાંજરે ને સવારે દઈ કાગળો નિત્યુ તું માર્ગ તારે સિધાવે, તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું, કોઈ દી તું ભલા, ઉર લાવે ? કવિતાના આરંભમાં એક ટપાલીનું ચિત્ર પણ મૂકેલું. એ ચિત્ર […]
[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર. અન્ય લેખોનું સમીક્ષાકાર્ય ચાલુ હોઈને આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની સર્વ વાચકોને નોંધ લેવા વિનંતી.] આખા દિવસની રઝળપાટ પછી વિનોદ અને દિનેશે રાત્રિ-ભોજન પતાવી દરિયાકાંઠાની રેતી પર આસન જમાવ્યું ત્યારે સમુદ્ર પરથી વાતા શીતલ વાયરાએ તનમનનો થાક ઊતારી દીધો. એમાં આસપાસનાં મંદિરોના […]
[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.] પપ્પાને અકસ્માત થયાના સમાચાર મળતાં જ બંને ભાઈઓ હૉસ્પિટલમાં દોડી ગયા. બેંગલોરની હોસ્પિટલમાં ફરજ બજાવતા નાના ભાઈ મનીષને સમાચાર આપવા કે ન આપવા એ અંગે બંને ભાઈઓમાં દ્વિધા હતી એટલે બાને પૂછ્યું. હૉસ્પિટલના વિઝિટર્સ રૂમના સોફા પર બેઠેલાં દેવીબહેને અંતરને ઢંઢોળ્યું અને પછી કોઈ એવી સ્ફૂરણાથી બોલ્યાં […]