“ખૂબ જમેગા રંગ જબ મિલ બેઠેંગે તિન યાર, છગન મગન ‘ને બકા ભરવાડની ચા!” ચાના રસિયા તમને ગામ-એ-ગામ જોવા મળશે. એકાદી ઉજ્જડ જગ્યાએ પણ તમને ચાની ટપરી કે લારી જોવા મળશે. એક પ્રખ્યાત કાર્ટૂનમાં તો દર્શાવ્યું હતું પણ ખરું કે આપણા નિલભાઈ અઢી કિલોના હાથવાળા.. ન ઓળખ્યા? અરે નિલ આર્મસ્ટ્રોંગ.. હા તો એ જ્યારે ચંદ્ર પર પહોંચ્યા ત્યારે ઉતરતાની સાથે જ ખેતલાઆપાની ચાનું પાટિયું દેખાયેલું. રાજકોટની જય અંબેથી માંડીને મુંબઈની તાજ હોટેલ સુધીની ચા ફેમસ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગના ત્રણ વર્ષ વત્તા ડિગ્રી એન્જીનિયરિંગના ત્રણ વર્ષનો તાળો મેળવતાં એટલું સમજાયું કે જો ચા ઊગે તો જ એન્જીનિયરિંગ સારી રીતે પૂરું થાય. પરીક્ષા તો સમજ્યા, ટર્મવર્ક પૂરું કરવા અને સબમિશન માટે સારી ચા પીવી અને મળવી સૌથી જરૂરી વસ્તુ છે.
સર્જક : ગોપાલ ખેતાણી
1 post