"ઊઠો.. ઊઠો.. હવે ક્યાં સુધી આમ ઘોર્યા કરવાનું?" સવાર સવારમાં કામબોજથી રઘવાઈ થઈ પતિઓ ઉપર વરસી પડતી ગુજ્જુ ગૃહિણીઓની આદત મુજબ રશ્મિ પણ રઘવાઈ બની પતિ આકાશને ઝંઝેડી નાંખતા બોલી, "ઊઠો.. હવે, આજની રજા કંઈ તમે ઊંઘવા માટે નથી લીધી સમજ્યા? સવારે નવ વાગ્યે તો પાર્થ અને શ્રેયાની સ્કૂલમાં પૅરેન્ટસ્ ડે અટેન્ડ કરવાનો છે. છ તો વાગી ગયા. તમારે તો ઠીક છે, બાવા ઊઠ્યા બગલમાં હાથ.. પણ અમારે બૈરાંને તો હજાર કામ કરવાના હોય છે સમજ્યા?"
સર્જક : ગોવિંદ પટેલ
2 posts
(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) ‘…હારી ગયા સવિતા ! તમે હારી ગયાં ! અને એટલે જ ચોધાર આંસુઓથી રડી રહ્યાં છો. આમ તો હારવું અને તમે ! રડવું અને તમે ! આસમાન જમીનનું અંતર હતું. પરંતુ સમયે ક્ષિતિજ બની આ અંતર ભૂંસી નાખ્યું. બાકી તો તોબા તોબા…!’ આ […]