૧. ફૂલો ન હોય તોય બગીચો તો જોઈએ, ખુશ્બુના ખાલીપાને દરજ્જો તો જોઈએ. તમને ગઝલ તો કહેવી છે પણ એક શર્ત છે, દિલમાં તમારા ક્યાંક ઉઝરડો તો જોઈએ. ઘરમાં ભલેને રાચરચીલું ન હોય પણ એક બે તમારાં ઘરમાં વડીલો તો જોઈએ. મનમાં ઘૂસી ગયો છે મૂડીવાદ કેટલો? તમને ધનિક કહેવા […]
સર્જક : ગૌરાંગ ઠાકર
[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.] તારી લપડાકમાં જ ધાક નથી, મારી આદત નો કોઈ વાંક નથી. ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ, તારો હું કાયમી ઘરાક નથી. સાફસૂથરું નથી લખાતું દોસ્ત, કોના જીવનમાં છેકછાક નથી. રોજ દર્પણમાં જોઈ મલકાવું, આથી સુંદર બીજી મજાક નથી. ક્યારના આમ કેમ બેઠા છો ? […]
[ ‘ફીલિંગ્સ’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર. શ્રી ગૌરાંગભાઈનો (સુરત) આપ આ નંબર પર +91 9825799847 સંપર્ક કરી શકો છો.] જે સાચું કે ખોટું, થવાનું થશે ચરણ તો ઉપાડું, થવાનું થશે ઘણાંએ કહ્યું ઘાત પાણીની છે કિનારે શું ન્હાવું, થવાનું થશે મને દુઃખની ફરિયાદ ગમતી નથી વધારે કે ઓછું, થવાનું થશે બધાએ […]
[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર. આપ શ્રી ગૌરાંગભાઈનો (સુરત) આ નંબર પર +91 9825799847 પર સંપર્ક કરી શકો છો.] આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો, નહીં ’તો હરણને ન રણમાં ઉતારો. હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખાં નહીં બસ અભરખા ઉતારો. તમારી નજર મેં ઉતારી લીધી છે, તમે મારા પરથી નજર ના […]