માલ ખડકાય જેમ લારીમાં, એમ પટકાઉ છું પથારીમાં. શું ખૂટ્યું ને શું ખૂટવાનું છે ? એય ભૂલ્યો છું હાડમારીમાં ! આ ક્ષણે એમ ક્યાં વિચારું હું બારણે બેસવું કે બારીમાં ? રાતને એ રીતે હું કાપું છું, જેમ પર્વત કપાય આરીમાં. સાવ નવરાશની ક્ષણોમાં પણ, હું ફરું છું જવાબદારીમાં. રોજ […]
સર્જક : ચંદ્રેશ મકવાણા
અટકી અટકી આગળ ચાલ્યા ! શ્વાસ કદી ક્યાં સમથળ ચાલ્યા ? ઊંચું નીચું થયું હૃદય તો….. ભીડી હૃદય પર સાંકળ ચાલ્યા ! મૂકી માહ્યલા માથે કરવત, લોક લૂંટવા ઝળહળ ચાલ્યા ! દીકરી ચાલે જેમ સાસરે, એમ આંખમાંથી જળ ચાલ્યા. પીડાની પોટલીઓ ઊંચકી, અમે નસીબની પાછળ ચાલ્યા !
ચકચૂર થઈને ચારણામાં ચાળતા રહ્યાં જનમો જનમનું વેર તમે વાળતા રહ્યાં દીવો, દીવાસળી, રૂ કે ઘી કૈં જ ક્યાં હતું હૈયું હતું જે રોજ અમે બાળતા રહ્યા રણની તરસ બુઝાવવા રણમાં જ ઘર કરી વીરડો અમેય રણ વચાળે ગાળતા રહ્યા ના તો રડી શકી ના જરા એ હસી શકી કેવી […]
એક પરપોટો ફૂટ્યાની દાઝમાં નાવ ખટકી ગઈ નદીની આંખમાં. એટલી ડાળો ઉપર છે બેસણાં જેટલાં ફૂલો છે આ ફૂલછાબમાં શું ભૂલ્યો છું એય ભૂલી જાઉં હું ભૂલવું જો હોય મારા હાથમાં. એકપણ શેઢો સલામત ના રહે એટલાં છીંડાં પડ્યાં છે વાડમાં. હાશ ! આવી શ્વાસને અડકી જ ત્યાં ! અંત […]
આવ જોઈ લઉં તને પણ છું હજી તો ભાનમાં એક તું બાકી હતો આવી ગયો મેદાનમાં. આ અવાજોના દલાલો કંઠ પણ કાપી ન લે એ જ બીકે એક કોયલ ગાય છે વેરાનમાં. હોય હિમ્મત આવ- મસળી નાખ હું ઊભો જ છું ઝેર શું રેડ્યા કરે છે પથ્થરોના કાનમાં. એક નોંધારી […]
સ્વપ્ન તો આપી જ દેશે…. જાવ લઈ લો લોન પર. પીટવું પડશે પરંતુ નામ એનું ઢોલ પર. માપસરની આંખ, ચશ્માં, માપસરની મોજડી માપસરનું સ્મિત લઈને એ ફરે છે હોઠ પર ધ્રૂજવા માંડે દિશાઓ, હાથ જોડે આભલું એક પણ ડાઘો પડી જો જાય એના કોટ પર લાગણી મારે છે પોતું…. ઝંખના […]
એય છૂટી જાય ના એ બીકમાં જીવ્યા હતા, એક મુઠ્ઠી જેટલી ઉમ્મિદમાં જીવ્યા હતા. હા, અમે પણ પાંખથી છૂટેલ પીંછાઓ હતાં, હા અમે પણ સાવ ઉજ્જડ નિડમાં જીવ્યા હતા. આગમાં સેકાઈ ગ્યા તો ઈંટનો અવતાર લઈ, આયખાભર એક મુંગી ભીંતમાં જીવ્યા હતા. કાળથીયે આકરી તાકીદમાં જીવ્યા હતા, ક્યાં અમે પણ […]
દંભ નામે દેશમાં પેદા થતી તલવારનો આપણે હાથો છીએ બસ એમના હથિયારનો, બદનજર નાખે જ શેનો ભૂલથીયે આ પવન, રેડ એની આંખમાં તેજાબ પેલ્લી ધારનો હું તને ભૂલી ગઈ છું તું મને ભૂલી જ જા…. એટલો ઉત્તર મળ્યો માએ લખેલા તારનો, મેં જરા અમથી હલાવી પાંખ પિંજરમાં જ ત્યાં એમણે […]
એકપણ બાજુથી પકડાતી નથી, ગાંસડી બાંધો તો બંધાતી નથી. આ હવા પણ શું ગજબની ચીજ છે. આંખને અડકે છે દેખાતી નથી. કાં રમકડું લઈ શકું કાં રોટલી, વાત એ બાળકને સમજાતી નથી. કાં ચરણ ફંટાય છે કાં ચાહના કેડીઓ ક્યારેય ફંટાતી નથી. વેંત ઊંચી વાડ છે વિખવાદની આપણાથી એય ઠેકાતી […]
મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે, મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે. જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને, મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે. કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો, કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે. કટ કટ કટ […]