એની પણ ઇચ્છા હતી, કોઈ અજાણી વિજાતીય વ્યક્તિ પર મોહી પડવાની. કોઈના વિચારોમાં ખોવાયેલા રહેવાની. આંખનાં ખૂણેથી કોઈને જોઈ લેવાની તત્પરતા એને પણ અનુભવવી હતી. ઇચ્છતી હતી કે એની આંખોમાં આંખ નાખીને કોઈ એવી રીતે જુએ કે જાણે હમણાં ડૂબી જશે. એને પણ શરમાવું હતું કોઈની મુસ્કાન પર.
સર્જક : ચિંતન આચાર્ય
2 posts
“ધ પેરાડોક્સ ઓફ ચોઇઝ - વ્હાય મોર ઇઝ લેસ” અમેરિકાના માનોચિકિત્સક શ્રીમાન. બેરી સ્ચ્વાર્ત્ઝે ૨૦૦૪ માં લખેલા આ પુસ્તક દ્વારા એવી દલીલ કરેલી કે માણસ પાસે જ્યારે પસંદગી માટે વધારે વિકલ્પ હોય, ત્યારે તે મૂંઝવણનું કારણ બને છે. ‘પ્રવાસ વર્ણન’ લખવાનું નક્કી તો કર્યું પણ સાથે જ એવો વિચાર આવ્યો કે ૨૦૦૮થી માંડીને આજ સુધી, નોકરી અર્થે મને-કમને એટલા બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યા છે; તેમાંથી ક્યા પ્રવાસ વિષે લખવું? ઘણાબધા વિકલ્પને લીધે ખૂબ મૂંઝાયો, પછી એવું નક્કી કર્યું કે જીવનના સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ વિષે લખવાની શરૂઆત કરી દેવી.