[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] બારી ખોલી આભ નીચે લાવને સાંકડું બનતું જગત અટકાવને સંઘરી શકશો સુગંધી ક્યાં સુધી ? પુષ્પ હે ! નિર્બંધ બનતાં જાવને. હું તને શોધી વળ્યો મનમાં બધે બ્હાર છે ? તો ઘરમાં પાછી આવને. થાય છે અંધાર દેખાતું નથી ? હું બળું છું, તું મને પેટાવને. જીવવાની […]
સર્જક : ચિનુ મોદી
ભલે પવનના પડતા નહીં પણ, મારા પડશે ફોટા આ કોણ કહે ? પરપોટા ? શરીરના ફરતા લોહીમાં જ્યાં હોબાળો જાગ્યો, ગઈ રાત્રે હું મુઠ્ઠી વાળી નિંદરમાં બઉ ભાગ્યો- પગને કંઈ પણ જાણ નહીં તે રસ્તા લીધા ખોટા આ કોણ કહે ? પરપોટા ? શ્વાસ લઉં ને મૂકું તો જે તડાક […]
આકાશ દયાળુ છે નહીંતર આપણે માટે ધગધગતો સૂરજ, કાતિલ ઠંડકથી દઝાડતો ચંદ્ર છાતીએ ચાંપે ? વરસાદ માટે છાતીમાં કાણાં શું કામ પાડે ? અને આપણી આડોડાઈ તો જુઓ: આપણાં પર પડતાં તમામ દુઃખોનો દેનારો ક્યાં ? એમ પુછાય ત્યારે આપણે આંગળી તો આકાશ સામે જ ચીંધીએ છીએ.
મેં તને ક્યારે કહ્યું ઉપચાર કર ? સ્વિચ કર તું ઑફ ને અંધાર કર. એ ખરા ટાણે ન આવ્યા કામમાં શ્વાસને કહેવું નથી, વ્હેવાર કર. એક બે રસ્તા હજી ખુલ્લા હતા પાણી માફક પગ વગર સંચાર કર. ખૂબ ભેદી રાતનું આકાશ છે સ્વપ્ન આવે તો તરત ઈન્કાર કર. અલવિદા કહેવાનો […]
[‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2011 માંથી સાભાર.] 1958ના મે મહિનાની 26મી તારીખે બપોરે મારી ભારે કસોટી થઈ. હું એકવીસનો થઈ જાતે લગ્ન ન કરું એ માટે મારા બાપુજીએ મારું લગ્ન કરવાનું તાબડતોબ નક્કી કરેલું, કારણ એમને એ ખબર પડી ગઈ હતી કે : અંતર મારું એકલવાયું, કોને ઝંખે આજ ? કામણ કોનાં […]