(‘સંબંધોના મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર. મિત્રતાથી મહેકતો આ નિબંધ આપણા હૃદયમાં પણ મૈત્રીનું એક સુંદર પુષ્પ અવશ્ય ખીલવી જાય છે.) મને મારા મિત્રો યાદ આવે છે. જેઓ મારી સાથે સુખમાં હસ્યા છે, અને દુઃખમાં પડખે ઊભા છે. જેમણે નિરાશામાં મને સંકોરી છે. નાની નાની બાબતોમાં જેમણે મારી કાળજી રાખે છે. જેમણે […]
સર્જક : જયવતી કાજી
(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) ‘ભાભી, શું થયું ? તમે ગુસ્સામાં લાગો છો !’ ‘થાય શું ? તમારા મિત્ર શૈલેશને તમે ક્યાં નથી ઓળખતા ?’ એ આગળ કંઈ બોલે તે પહેલાં શૈલેશે કહ્યું, ‘રવિ શું થયું તે હું જ તને કહું – હમણાં થોડી વાર પહેલાં મારા મિત્ર અનિલનો ફોન હતો. […]
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર) જેમ્સ કૉરબેટ હેવી વેઈટ કુસ્તીનો ચૅમ્પિયન હતો. એણે બહુ સરસ વાત કહી હતી : ‘એક છેલ્લો રાઉન્ડ લડી લો. જ્યારે તમારા પગ એટલા થાકી જાય કે તમારે રિંગની વચ્ચે લથડતે પગે જવું પડે, ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો. તમારા હાથ સાવ થાકીને ઢીલા થઈ જાય ત્યારે […]
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર) એકાંત સ્થળે આવેલાં એકએક ઉદ્યાનમાં નાનકડું સુંદર વાયોલેટનું પુષ્પ અન્ય પુષ્પમિત્રો સાથે આનંદથી રહેતું હતું. એક સવારે એણે જોયું તો એના મસ્તક પર ઝાકળનું બિંદુ ચમકી રહ્યું હતું ! એ તો રાજીરાજી થઈ ગયું અને ઉત્સાહમાં આવી જઈ એણે માથું ઊંચું કર્યું અને આજુબાજુ જોવા માંડ્યું. ત્યાં […]
(‘સંબંધોનાં મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર) અઢાર-ઓગણીસ વર્ષની મુગ્ધ તરુણી અને ત્રેવીસ ચોવીસ વર્ષનો એક તરવરાટભર્યો સોહામણો તેજસ્વી યુવાન. બંનેને પરિચય થાય છે. બંને અવારનવાર મળે છે, પરિચયમાંથી પ્રણયસંબંધ પાંગરે છે. પ્રારંભકાળનો સંબંધ પણ કેવો હોય છે ? ઝાકળભીનો, લીલી કૂંપળ જેવો નાજુક કોમળ એ સંબંધ. યુવક યુવતી બંને ક્યારેક હાથમાં હાથ […]
[‘જનક્લ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] શ્રીમદ્ ભગવદ્દગીતા શરૂ થાય છે અર્જુનના વિષાદયોગથી. કુરુક્ષેત્રની રણભૂમિ પર ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા અને કુટુંબીજનોને લડવા માટે ઉત્સુકતાથી ઊભેલા જોઈને અર્જુનનાં ગાત્રો શિથિલ થઈ જાય છે. વિષાદની ઘેરી છાયા એના ચિત પર છવાઈ જાય છે અને ધનંજય ગાંડીવ ધનુષ નીચે મૂકી દે છે ! […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] આમ જુઓ તો અત્યાર સુધી મારા જીવનમાં બહુ મોટા ઉતાર-ચઢાવ આવ્યા નથી. જે કંઈ મળ્યું છે, જે કંઈ થયું છે, સહજપણે અને સ્વાભાવિકતાથી આવી મળ્યું છે. જીવનમાં કોઈ મહાન ધ્યેય મેં રાખ્યું નથી. જીવનમાં કોઈ મોટો સંકલ્પ કર્યો નથી. હા, મનમાં ક્યારેક વિચાર આવ્યા છે ખરા, […]
[ તાજેતરમાં પુનઃમુદ્રિત થયેલા પુસ્તક ‘જીવનરસ છલકે’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]સ[/dc]વારના સાડાપાંચ વાગ્યા હતા. ટ્રીંગ ટ્રીંગ એલાર્મ શરૂ થયું. શ્રુતિ બેબાકળી ઊંઘભરી આંખે પથારીમાંથી ઊઠીને ઊભી થઈ. આહ ! કેટલાં કામ છે ! કેવી રીતે હું પહોંચી વળીશ ? […]
[ વિચારપ્રેરક નિબંધોના પુસ્તક ‘આજની ઘડી રળિયામણી’માંથી સાભાર.] [dc]આ[/dc]પણા સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સ્વ. શ્રી પાલખીવાલાએ એમના ‘We The People’ નામના પુસ્તકમાં લખ્યું હતું : ‘આપણે લોકશાહી પ્રજાસત્તાક તંત્ર સ્થાપ્યું. રાજ્યબંધારણ ઘડ્યું. માનવી માનવી વચ્ચે ઊંચનીચનો ભેદ ન રહે – સ્ત્રીપુરુષ વચ્ચે સમાનતા રહે – સામાજિક ન્યાય સ્થપાય એ આદર્શોને બંધારણમાં સ્વીકાર્યા, […]
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] મારી અને આકાંક્ષાની મૈત્રી અંગે ઘણાંને કૌતુક થતું હતું. ઘણી વખત તો અમને પોતાને પણ એનું આશ્ચર્ય થાય છે. ‘એક રૂપાળી, બીજી શામળી તોય બેઉ બહેના.’ મારું અને આકાંક્ષાનું આવું જ હતું. અમારી વચ્ચે કોઈ લોહીનો સંબંધ ન હતો. વિચાર અને વૃત્તિમાં પણ ભિન્નતા હતી. અમારી પ્રકૃતિ […]
[‘સુખનું સ્ટેશન’ પુસ્તકમાંથી સાભાર.] હેમંત ઋતુની એ ખુશનુમા સવાર હતી. શિશુના સુકોમળ ગાલ જેવો મૃદુ તડકો બારીમાંથી આવતો હતો. કશું જ અઘટિત બન્યું નહોતું, છતાં કોણ જાણે કેમ, મારું ચિત્ત અસ્વસ્થ હતું. શરીર અને મન બંને થાકી ગયાં હતાં. ગઈ રાત્રે બરાબર ઊંઘ આવી નહોતી એટલે માથું ભારે હતું. કેટલાંયે […]
[ વાચકમિત્રો, રીડગુજરાતી પર અગાઉ પ્રકાશિત થયેલા લેખોની ‘સંગ્રહિત લેખો’ હેઠળ આપ નવી ગોઠવણ જોઈ શકો છો. આ અંગે વિસ્તારથી વાત પછીથી કરીશું, આજથી નવા બે લેખો માણીએ….. – તંત્રી] [ ‘જનકલ્યાણ’ સામાયિકના આજીવન ગ્રાહકોને પ્રતિવર્ષ વિનામૂલ્યે અપાતા ભેટપુસ્તકો અંતર્ગત ચાલુ વર્ષે પ્રકાશિત થયેલા કેટલાક પુસ્તક પૈકીના એક ‘સંબંધોનાં મેઘધનુષ’માંથી […]