મત આપતી વખતે આજે પણ શું આપણી પાસે ધર્મ મુજબ, ભાષાના આધારે, જાતિના કાટલાં લઈને કે પ્રદેશના ભેદથી મત માંગવા આવતા લોકો નથી? શું દેશનો ઘણોખરો ભાગ આવા ભેદથી મુક્ત છે ખરો? શું મતદાન વખતે લોકો પોતાનો ટૂંકાગાળાનો લાભ ભૂલી રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લઈ શકે છે ખરાં?
સર્જક : જીજ્ઞેશ અધ્યારૂ
આપ સૌના સ્નેહ, આશિર્વાદ અને પ્રોત્સાહનથી રીડગુજરાતી આજે ચૌદ વર્ષ પૂરાં કરીને પંદરમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. સાહિત્યનો આ અણમોલ ખજાનો, મૃગેશભાઈની મહેનતનો આ અખંડ ઉજાસ અડીખમ છે અને રહેશે, વાંચનની ઈચ્છા હોય એવા દરેક મિત્રને એની પસંદગીની શ્રેણીમાં અહીંથી વાંંચનસામગ્રી મળી રહે એવો મૃગેશભાઈનો આ અથાક પ્રયાસ સતત સમૃદ્ધ થતો રહેશે અને એને આપનો સ્નેહ પણ આમ જ સતત મળતો રહેશે એવી અમને ખાત્રી છે.
આજના આ શુભ દિવસે, યોગિની એકાદશીના મંગલ પ્રભાતે આપ સૌ વાચકમિત્રો, સર્જકો, સહયોગીઓ, વડીલો તથા સર્વ મિત્રોને મારા પ્રણામ. આજે તેર વર્ષ પૂરા કરીને રીડગુજરાતી ચૌદમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એનો અપાર આનંદ છે. સાહિત્ય સાથેની આ યાત્રામાં દર વર્ષે ઘણું બધું ઉમેરાતું જાય છે અને સાથે સાથે નવું નવું અમારી અંદર ઊગતું પણ જાય છે! સેંકડો પુસ્તકો-લેખોમાંથી પસાર થવાનું બને છે અને અનેક સર્જક મિત્રોને, નવું લખવા થનગનતા ઉત્સાહી દોસ્તોને રૂબરૂ - ફોન - વોટ્સએપ - ઈમેલ દ્વારા મળવાનું પણ થતું રહે છે. આથી, વર્ષના આ ‘મધ્યે મહાભારતમ’ જેવા દિવસે જ્યારે આ લેખ લખવાનો હોય ત્યારે મનમાં અપાર વાતો ઘોળાતી હોય છે. એમાંથી થોડીક વાતો વહેંચીએ..
આજે રીડગુજરાતી ટીનએજમાં પ્રવેશી રહ્યું છે, આ મહાકાય ઈ-સામયિકનો તેરમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે અને મૃગેશભાઈનો આજે જન્મદિવસ છે. મૃગેશભાઈના નામની આગળ સ્વ. મૂકવાનું મન નથી થતું, રીડગુજરાતી શરૂ કરીને, ગુણવત્તાસભર અને નિયમિત મનનીય અને પ્રેરણાદાયક સાહિત્ય પ્રસ્તુત કરીને તથા દેશવિદેશમાં વસતા અનેક ગુજરાતીઓને વાંચવા માટે સર્વશ્રેષ્ઠ ઓનલાઈન માધ્યમ ઉપલબ્ધ કરાવીને ભાષા માટે તેમણે કરેલી અપાર મહેનત અને નિઃસ્વાર્થ કાર્યને હજારો વાચકોએ વખાણ્યું અને માણ્યું છે. મને યાદ છે કે હું મારી કારકિર્દીની શરૂઆતમાં દિલ્હીમાં અને ઝારખંડમાં હતો ત્યારે એક ગુજરાતી કાગળ વાંચવા તરસી જતો. એવા સમયે ઓનલાઈન ગુજરાતી સંસાધનો જ મારી મદદે આવેલા અને કદાચ મને ભાષાથી અલગ થઈ જતો બચાવવામાં આ જ ઓનલાઈન મહાગ્રંથોએ ભાગ ભજવ્યો છે. મને મારી ભાષા અને ભૂમી સાથે જોડી રાખવામાં રીડગુજરાતીનો અપાર અને અનન્ય ફાળો છે. આજે દિલ્હીમાં બેસીને જ્યારે વિશ્વભરના ગુજરાતીઓ માટે રીડગુજરાતી સાહિત્યકૃતિઓ પ્રસ્તુત કરે છે ત્યારે ભૌગોલિક વિવિધતાઓને કોરાણે મૂકીને સાહિત્યને પ્રસરાવવામાં રીડગુજરાતી અને મૃગેશભાઈના યોગદાનને યાદ કરું તો મન અહોભાવથી ભરાઈ જાય. સાથે સાથે પોતાના અંગત જીવનને અને ઉજ્જવળ કારકિર્દીને કોરાણે મૂકીને ભાષાની સેવા કરવાની આ ધગશને મેં અંગત રીતે તેમની સાથેની મિત્રતાને લીધે જોઈ છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે.
સંંધ્યા ઢળી, અંધકારના ઓળા ઉતરી આવ્યા અને આશકાની ગભરામણ ફરી શરૂ થઈ. પાછા આવ્યાનો આજે દસમો દિવસ હતો અને આ દસ દિવસમાંં છેલ્લા છ દિવસની એની એકલતાએ એને વધુ નબળી કરી મૂકી હતી. આશકામાસી છ દિવસથી ઘરે નહોતા, અવની યુનિટ સાથે ફોરેન શૂટમાં ગઈ હતી. અશ્વને ત્યાં જવાનો તો... સવાલ જ નહોતો. માં પણ ગામડે પહોંચી ગઈ હતી.. અહીંં પોતે સાવ એકલી હતી. રોજની જેમ એ બાલ્કનીમાં જઈને બેઠી, મુંબઈના પોશ વિસ્તારના તેરમા માળના ફ્લેટની એની બાલ્કની પણ રૂમ જેવડી જ મોટી હતી.. આ એની રોજની જગ્યા થઈ ગયેલી. ક્યારેક અંગૂઠાથી ફ્લોરમેટ ખોતરતી તો ક્યારેક અન્યમનસ્કપણે રસ્તાપરની અવરજવર જોઈ રહેતી. એને ઉંચાઈનો ડર લાગતો... પણ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. દસ વાગ્યા તોય ત્યાંથી હલી નહીં, અવરજવર ઓછી થઈ રહી અને સ્તબ્ધતા વધતી રહી.. અંદરની પણ અને બહારની પણ..
આજે ૫ સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેઓ આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતિય રાષ્ટ્રપતિ હતા, એક મુત્સદ્દી રાજદ્વારી, જ્ઞાની તત્વચિંતક અને ધર્મ તથા ફિલસૂફીના ઉચ્ચ અભ્યાસુ હતા તેમના જન્મદિવસને, શિક્ષક દિવસ તરીકે ભારતભરમાં ઉજવીએ છીએ. હિન્દુ ધર્મ અને અદ્વૈત વેદાંત ફિલસૂફીને પશ્ચિમી આલોચનાઓથી બચાવવા તેની સામે તાર્કિક દલીલો પ્રસ્તુત કરી તેમણે […]
ગત અઠવાડીયે ઉનાળાનું વેકેશન પૂરું થયું, શાળાઓ શરૂ થઈ. ભૂલકાંઓ ફરીથી ગયા વર્ષે હતું એથી વધુ ભારે દફ્તર અને અપેક્ષાઓનો બોજ સાથે લઈ શાળાએ જવા લાગ્યા છે. જાણે ‘હાશ’ની અવધી પૂરી થઈ. સ્પર્ધાથી ખદબદતા અને પળેપળ આવડતની અને જાણકારીની ચકાસણી કરતા યુગમાં બાળકોને ફરીથી પુસ્તકમાં ઉતરવાનો, રટણ કરવાનો કે ગોખવાનો, […]
ગત તારીખ ૫મી જૂન 2014ના રોજ આપણી વચ્ચેથી દૂર થયેલા મૃગેશભાઈના અવસાનને જોતજોતામાં એક વર્ષ થઈ ગયું, સમય તેની ગતિએ સરતો રહે છે, બદલાવ એ દુનિયાનો નિયમ છે અને મૃત્યુ તો અકળ છે એવી બધી વાતો ખબર હોવા છતાં એક સહ્રદય મિત્ર, એક સ્પષ્ટવક્તા સલાહકાર અને સરળ વ્યક્તિત્વને ગુમાવવાનો વસવસો […]
સૌપ્રથમ તો મૃગેશભાઈના પિતાજી શ્રી ધનંજયભાઈ શાહ રીડગુજરાતીના સર્વે વાચકો, મૃગેશભાઈની માંદગી અને અવસાનના કપરા સમયમાં પડખે રહેનાર સર્વે સહ્રદયો, મદદકર્તાઓ અને સહભાવકોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમણે મને કહ્યું કે કેટલા બધાં લોકોએ ફક્ત ઓનલાઈન ઓળખાણે કેટકેટલી મદદ કરી છે, એ ઋણાનુબંધ નહીં તો બીજુ શું? એ સર્વે […]