(‘લાફપાંચમ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આ શીર્ષક એક તકિયા-કલામ છે. ના હોય ! ખસ-ખરજવાનો રોગી ખણ્યા વગર ખિન્ન થઈ જાય છે, મૂળચંદ ટેન્શન વગર એક મિનિટ પણ ખુશ નથી રહી શકતો, […]
સર્જક : ડૉ. નલિની ગણાત્રા
[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર.] શક્ય હોય ત્યાં સુધી હું વિચારવાની ભાંજગડમાં પડતી જ નથી. કારણ કે, વારંવાર વિચારવાથી વિચારવાયુ થઈ જતો હોય છે અને વાયુ બિચ્ચારો ‘વા.સ્વ.’ એટલે કે વાયડા સ્વરૂપ છે. મતલબ એ ગમ્મે તે દિશામાં ફંટાય. એવું જ વિચારોનું છે. તેથી જ હું મોટે ભાગે બધા કામ […]
[‘લાફિંગ મૉલ’ પુસ્તકમાંથી સાભાર.] શીર્ષક વાંચીને ઝીણી આંખોવાળાએ ઝાઝી વાર રાજી થવાની જરૂર નથી. કારણ કે અહીં કોઈ શસ્ત્રક્રિયા કરીને કાયમ માટે આંખો પહોળી કરી આપવાની નથી. વાત જાણે એમ છે કે માણસે વિચાર્યું ન હોય એવું વિપરિત કંઈક અચાનક સામે આવે તો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. […]
[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર. આપ નલિનીબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9428351120 સંપર્ક કરી શકો છો.] વહાલ પ્રદર્શિત કરવા ગાલે હળવો ચીંટિયો ભરાય છે, હળવી ટપલી મરાય છે કે પપ્પી કરાય છે. આ બધું એક સાથે આંખ, નાક, કાન કે કપાળ પર થઈ શકતું નથી. તેથી જ ગાલ એ વહાલના […]
[ સર્વ વાચકમિત્રોને દિપાવલીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલુ વિક્રમસંવતના આ અંતિમ દિવસે આપણે સૌ આનંદમગ્ન થઈને હાસ્યરસમાં તરબોળ થઈએ, અને આવનારા નવા વર્ષનું સ્વાગત કરીએ.] [‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]મા[/dc]મૂલી ચીજને મહાન બનાવવી હોય તો એની આગળ ‘ધી’ લગાવી દેવું. તમે સાદો વેનીલા આઈસ્ક્રીમ ખાધો હોય પણ મેં ‘ધી […]
[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ ડૉ. નલિનીબેનનો (અમદાવાદ) આ નંબર પર સંપર્ક કરી શકો છો: +91 9428351120.] [dc]પ[/dc]રિણીત પુરુષ ખાનગીમાં પ્રેમ કરે, પરિણીત પત્ની ખાનગીમાં પૈસા ભેગા કરે, શિક્ષકો ખાનગીમાં ટ્યૂશન કરે, સરકારી નોકરી ન મળે તો કેટલાક લોકો ખાનગી (પ્રાઈવેટ) નોકરી કરે, અરે, મૂળચંદ ન ખાવા-પીવા જેવું ખાનગીમાં ખાય-પીવે એવુંય […]
[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.] ‘એક સાથે એક ફ્રી’નો આઈડિયા કુદરતે જોડિયા બાળકો (ટ્વીન્સ) દ્વારા ક્યારનો આપેલો જ હતો. પણ મંદબુદ્ધિ માણસને એ મોડો સમજાયો. પણ સમજ્યા પછી માણસ ઝાલ્યો નથી રહ્યો. દે જ દે… કરીને મચી જ પડ્યો છે. લેંઘા સાથે નાડુ ફ્રી… અલા નાડુ ફ્રી ના રખાય, બાંધેલું રખાય […]
[‘હસવું મરજિયાત છે’ પુસ્તકમાંથી સાભાર.] ‘સાસુ’ નામ શોધનારને, જીવે ત્યાં સુધી સરકારે વેતન આપવું જોઈએ. આતંક જેવું સોંસરવું નામ છે. એક અદ્વિતીય કામ કરી જવાની ખેવનાથી મેં સાસુના નામનો (માત્ર નામનો જ હોં !) વિકલ્પ શોધવાનું નક્કી કર્યું અને એ માટે ‘અશુભ નામાવલી’ના થોથેથોથાં ઉથલાવી નાંખ્યાં. લોઢાના વીસ વિકલ્પ મળી […]
[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.] વૅકેશન ટૂરમાં આપણે કુલુ-મનાલી જઈએ એટલે શરૂઆતનાં પાંચ-સાત દિવસ તો યાહુ યાહુ થઈ જઈએ. મોટેથી બબડીએ પણ ખરાં કે કા…યમ આમ જ ઘરની બહાર રહીને લહેર કરવાની હોય તો કેવા જલસા પડી જાય ! પણ અઠવાડિયા પછી ધીરે ધીરે અહખ થવા માંડે. રસોડું ને પાણિયારું યાદ […]
[‘હસવું મરજિયાત છે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો: +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ફરજિયાત છે, એમ લખું તો ટણીવાળા હસે નહીં અને આમે ય કોઈ કામ ફરજિયાત કરવાનું આવે […]
[ ‘જનકલ્યાણ’ સામાયિક, વાર્ષિક અંક એપ્રિલ-2011માંથી સાભાર.] બાધા એટલે ભગવાનને લાંચ-લાલચ આપીને પોતાનું ધાર્યું કરાવી લેવાની સ્કીમ. પ્રાચીનકાળમાં ખાસ કરીને ‘બા’ પોતાનું બાળક સાજુંનરવું રહે એ માટે ઈશ્વર પાસે ‘ધા’ નાંખતી એટલે એ સ્કીમનું નામ ‘બાધા’ પડ્યું. બાધા એટલે સર્વોચ્ચ સરકાર (ઈશ્વર) સામે એક જાતની હડતાલ. કોઈ તંદુરસ્તીની માગણી માટે […]
[ ડૉ.નલિની બેનના પુસ્તક ‘અહં હાસ્યાસ્મિ’માંથી સાભાર. આપ નલિનીબેનનો (અમદાવાદ) +91 9428351120 પર સંપર્ક કરી શકો છો.] ‘ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ.’ આ પ્રાર્થનામાં સ્વાર્થ સિવાય શેનીય ગંધ આવતી હોય તો મારાથી થઈ ગયેલા બધા પરમાર્થ તમારે નામ વાચકો, જાવ […]