‘શુદ્ધિ, મારાં કપડાં બદલવામાં મને મદદ કર, હમણાં વર્ચસ્વ આવી પહોંચશે, કપડાં નહીં બદલું તો મારી અને તારી ખેર નથી.’ ‘અને બેટા, રેઝર, ક્રીમ અને અરીસો મને આપ. હું દાઢી કરી લઉં, વર્ચસ્વ આવશે તો મારે છણકા ખાવા પડશે’ અને પલંગના ગાદલાની ચાદર પણ બદલી નાખ, નહીં તો વર્ચસ્વને વળી પાછું વઢવાનું બહાનું મળી જશે.’ ધ્રૂજતા હાથે કપડાં બદલતાં યશોદત્તે કહ્યું. ‘પપ્પાજી, હું તમારી પુત્રવધૂ છું અને દીકરી પણ. વર્ચસ્વને આટલો બધો રુઆબ કરતાં જો તમે પહેલેથી જ નાથ્યો હોત તો આવા દિવસો ન આવત. સહનશીલતાની અને ક્ષમાની એક હદ હોય છે. હું આદર્શોનો વિરોધ નથી કરતી, પણ આદર્શો માણસને નિર્માલ્ય બનાવી દે ત્યાં સુધી તેનો પ્રયોગ જીવનમાં ન થાય, પપ્પાજી.’ શુદ્ધિએ કહ્યું.
સર્જક : ડો. ચંદ્રકાન્ત મહેતા
1 post