દીપોત્સવીના પાવન પર્વને પંદર દિવસ જ દૂર હતા. શહેરની તમામ સોસાયટીઓના ઘરોમાં સફાઈ થવા લાગી હતી. સર્વત્રે પર્વની ધામધૂમપૂર્વક તૈયારીઓનો આરંભ થઈ ગયો હતો. આજનો સૂરજ આથમવાને હવે થોડીક જ વાર હતી. ચંદા તેની હાથલારીને એનાં ઘર તરફ પાછી વાળવાનું વિચારી રહી હતી. ત્યાં જ એનાં કાને કોઈના શબ્દો અફળાયા, “ઓયે... આ તેલનાં ડબ્બાનાં કેટલા આપીશ?” એણે પાછીવાળું ફરીને જોયું. એક સ્ત્રી તેલનું બારદાન લઈને ઊભી હતી. “બોન, વીહ રૂપ્પા આલીસ.”
સર્જક : દિવ્યેશ વિ. સોડવડિયા
(રીડ ગુજરાતીને પ્રસ્તુત રચના મોકલવા બદલ શ્રી દિવ્યેશભાઈ સોડવડિયા (સુરત)નો ખૂબ ખૂબ આભાર. અત્યારની યુવાપેઢીનો બુલંદ અવાજ તેમના આ લેખમાં તમે સાંભળી શકો છો. આપ તેમનો 9638689821 અથવા sodvadiyadivyesh4@gmail.com પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેઓ પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ.) મને ગમે છે આજની યંગ જનરેશન ! હા, જે ખરેખર વયની સાથેસાથે વિચારોથી પણ યંગ છે એવી જનરેશન. જેને તમે અવગણી ન શકો, જેને તમે એકવાર ટોક્યા પછીય વારંવાર ટોક્યા વગર ન રહી શકો એવી જનરેશન. જેના કપડાં અને ખાવાપીવાની રીતભાતથી માંડીને હેરસ્ટાઇલ સુધી સઘળું નોટિસ કર્યા વગર ન રહી શકો, ને છતાંય દર બીજા-ત્રીજા દિવસે હેરસ્ટાઇલને બદલીને કશીક નવી છટામાં ફરવા માંગતી જનરેશન. જે તમને નથી ગમતું કે ઓછું ગમે છે, એ બધું જ એને 'પરફેક્ટ' લાગે છે. ને જે તમારા માટે પરફેક્ટ છે એ બધું એના માટે 'જુનવાણી' છે કાં તો 'નાપસંદ' !