ઉપસ્થિત સૈનિકોને મેજર સંદીપકુમારે પ્રારંભિક સૂચનાઓ આપી, ને પછી.. ‘ કોઈ સવાલ? કોઈ શક? બહુત અચ્છે. શક દોસ્તીકા દુશ્મન હૈ, વો કભી મત કરના. ઓર હા, મેરે સામને દૂસરી કોઈ બાત ભી મત કરના, ક્યા સમજે? ઓ શુભમ, હા મેં તુજસે હી પૂછ રહા હું. તેરા ધ્યાન કિધર હૈ રે? યહાં બાત કરને આયે હો યા..? ’ મેજરનો કરડો અવાજ ગાજ્યો...
સર્જક : દુર્ગેશ ઓઝા
રવિપ્રસાદ કરગર્યા, પણ સોનાલી જેનું નામ. ચહેરા પર હઠ ને ગુસ્સો. એણે પહેલાં ધીરેથી ને પછી જોરથી એની ડાબા હાથની ત્રીજી આંગળી ખેંચવા માંડી. રવિપ્રસાદના મોમાંથી સીસકારા, આંખમાં પાણી. પણ સોનાલી.. જાણે પથ્થર ઉપર પાણી. જો કે અમુક પથ્થર એવાય હોય છે કે જેમાં ફૂલ ખીલતા હોય છે. આ એવો જ એક પાણીદાર પથ્થર હતો. પરંતુ. હવે તો હદ થઇ ગઈ. બળપૂર્વક આંગળીને ઝાટકો મારી સોનાલીએ એને વાળવાનું શરૂ કર્યું ને હવે પછી શું થવાનું છે એ વાતની રવિપ્રસાદને ગંધ આવી જતા જ એ.. પરંતુ એની આજીજી, ધમકી, આંસુ.. બધું વ્યર્થ.
નવમાં ધોરણમાં ભણતી કોશા ભલી લાગણી અને સદબુદ્ધિનો ખજાનો. રમતિયાળ બાળક. કોઈની પણ સાથે ઓળખાણ-પિછાણ વિના સીધી જ વાતો કરવા મંડી પડે ને પેલો અજાણ્યો થોડી જ વારમાં પોતાનો થઇ જાય. પૂર્વી ને અંતરા બેય એની પાકી બહેનપણીઓ. પૂર્વી લાડમાં એને લીલુંછમ વૃક્ષ કહેતી તો અંતરા કહેતી એને બાળકબાગ. કોશા સાથે હોય એટલે શીતળતા, વિશ્રાંતિ અને આનંદ=સંસ્કારના ફળફૂલ મળતાં જ રહે. કલ્પનાના રંગો ખીલતા જ રહે. ધનાઢ્ય માબાપનું એકમાત્ર સંતાન. ક્યાંય આ વાતનું મિથ્યાભિમાન એનામાં ડોકાય પણ નહીં. સારા કામ માટે તત્પર કોશા જરા પણ રોકાય નહીં. ‘કર્યું એ કામ’ એમાં એ માને. તરત દાન ને મહાપુણ્ય. એનો એક મહત્વનો ગુણ એ કે તે એકીસાથે અનેક ઘટના પર ધ્યાન દે. એની જાગૃતિ ગજબની.
(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી દુગેશભાઈ ઓઝા (પોરબંદર)નો ખૂબ ખૂબ આભાર. તેમની આ વાર્તા ‘અભિયાન’ સામયિકના ૨૮ જાન્યુઆરી, ૨૦૧૨ના અંકમાં પ્રકાશિત થઈ હતી. તેમની કલમને અનેક શુભકામના. આપ તેમનો 9898164988 અથવા durgeshoza@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.) ચંપકલાલને ગામના મોટા ભાગના લોકો ‘નવતર પ્રાણી’ કહેતા. ચંપકલાલ દેખાય એટલે […]
(‘અખંડ આનંદ’ સામયિકમાંથી) ‘પપ્પા પપ્પા…. મારો નિબંધસ્પર્ધામાં પહેલો નંબર આવ્યો.’ દફતર ફગાવી, ચાંદનીએ ઘેર આવતાં વેંત હોંશભેર આ ખુશખબર આપ્યા. ‘વિષય હતોઃ ‘વસંતનો વૈભવ’. બધાના હૈયામાં વસંત મહોરે એવું મસ્તીલું લખાણ. ‘વાસંતી વાયરો એટલે સુગંધી હિંમતનો સાગર… ઠાલો પાનો ચડવે એમ નહીં, પણ હૈયામાં ખરો જોશ પ્રગટાવે ને એ પણ […]
[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ શ્રી દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. તેમની આ કૃતિ અગાઉ કુમાર સામાયિક (ઓગસ્ટ-1996)માં પ્રકાશિત થઈ ચૂકી છે. આપ તેમનો આ નંબર પર +91 9898164988 અથવા આ સરનામે durgeshoza@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] [dc]રા[/dc]મજી નામધારી નટ-બજાણિયાનો ખેલ શરૂ થયો. જમીન પર ટેકવેલા વાંસડાના સથવારે એક […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9898164988 અથવા આ સરનામે durgeshoza@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] [dc]‘શું[/dc] લખે છે ? હાસ્યલેખ ને ? હવે તમારી પાસે નવીનતાની આશા રાખવી જ નકામી. કાં તો છત્રી કે એવું બીજું કંઈક ભૂલી જવાની, […]
[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.] આમ તો ખરખરો એ ગંભીર વિષય છે પણ વેદનાની શેરીમાં હાસ્યની દેરી પણ હોય છે ને મૃત્યુ એ તો અમૃતનું, નવજીવનનું તાજું પ્રવેશદ્વાર છે. […]