“શાંતિ - સ્ત્રીઓનુ પાગલખાનું” સામે એક એમ્બ્યુલન્સ આવીને ઊભી. ત્યાં તો સાવિત્રીબહેન અને બીજો સ્ટાફ દોડતા દોડતા આવી પહોચ્યાં. વાનમાંથી એક પાગલ સ્ત્રીને બહાર કાઢવામાં આવી અને સાવિત્રી બહેન તેને હેતપૂર્વક અંદર લઈ ગયા. પાગલખાનાનું નામ તો “શાંતિ....”હતું, પણ એમાં ક્યારેય શાંતિ જોવા ન મળે. આમેય પાગલખાનામાં તે શાંતિ કેવી! એટલે જ તો તે પાગલખાનું !
સર્જક : દેવ કેશવાલા
2 posts
લેખક તરીકે દેવ કેશવાલાના નામે ગુજરાતી અને હિન્દી ટેલિવિઝન શોની લાંબી યાદી છે, ગુજરાતી શો છુટ્ટા છેડા, માથાભારે મંજુલા, પતિ થયો પતી ગયો, મહેક – મોટા ઘરની વહુ, લક્ષ્મી સદૈવ મંગલમ અને હિન્દી શો કોમેડી સર્કસ, કોમેડી ક્લાસિસ, બાલવીર, બાલગોપાલ કરે ધમાલ અને તારક મહેતા કા ઉલટા ચશ્મા સહિત તેમણે ૨૦૧૬માં લેખક દિગ્દર્શક તરીકે તેમણે ગુજરાતી ફિલ્મ હાર્દિક અભિનંદન આપી છે. પ્રસ્તુત વાર્તા 'ખેલ' રીડગુજરાતીને મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને તેમની બળકટ કલમને અનેક શુભકામનાઓ.