છેલ્લાં દસ વર્ષથી ભારત જવાનું કોઈ ખાસ કારણ ન હતું, માબાપ કે ભાઈબેન કોઈ રહ્યું ન હતું છતાં પણ જન્મભૂમિ પ્રત્યેનું આકર્ષણ ક્યારેય ઓછું નથી હોતું. સાસરી પક્ષનાં સગાંઓ ઘણા વખતથી બોલાવી રહ્યાં હતાં. તે ઉપરાંત ઘણા બધા સંબંધીઓ તથા વિશાળ મિત્રવર્તુળને શાંતિથી મળવાની ઈચ્છા ઘણા વખતથી હતી. પરંતુ અમેરિકાની નોકરી, બાળકો, ઘરની જવાબદારીઓ, પતિનો આવવા જવાનો સમય, બાળકોનું ભણતર એમાંથી ભારત આવવાનો સમય જ મળતો ન હતો. આ વખતે દસ વર્ષ બાદ નોકરીમાંથી લાંબી રજા પણ મળી ગઈ હતી. બાળકો પણ મોટા થઇ ગયા હતા. તેથી જ મેં નક્કી કરેલું કે આ વખતે ભારત જઈ મિત્રો, સબંધીઓ બધાંને મળવું.
સર્જક : નયના શાહ
(‘જનકલ્યાણ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) વારંવાર થનાર પતિના મોંએ સુરભી ભાભીનું નામ સાંભળી મને કંટાળો આવતો હતો. હું તો ઘણી વાર કહેતી કે, ‘તમારા દરેક વાક્યના અંતે પૂર્ણવિરામને બદલે સુરભી ભાભી જ આવે.’ મેં જોકે સુરભી ભાભીને જોયા ન હતાં, પરંતુ મનોમન હું સુરભી ભાભીની ઈર્ષ્યા કરતી હતી. જોકે […]
(‘અખંડ આનંદ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) નવીનભાઈ અને વીરબાળાબહેનને જે કોઈ જોતું એને એમની દયા આવતી હતી. જોકે ઘણાબધાં એમની ઈર્ષ્યા પણ કરતાં હતાં. જોકે દયા ખાનાર વ્યક્તિ જ્યારે વીરબાળાબહેનને મળે ત્યારે તેમની દયા અચૂક ઈર્ષ્યાપાત્ર બની જતી. વીરબાળાબહેનમાં એક ખાસિયત હતી કે કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ ફરિયાદ […]
(‘અખંડ આનંદ’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) માલવિકા ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. સવારથી એ બેચેન તો હતી જ. એ સવારે ઊઠી ત્યારે ટી.વી. ચાલુ કરતાંની સાથે જ ટી.વી. પર રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી. તારીખ ૧૪મી ફેબ્રુઆરી હતી. બધાં પતિપત્ની એ દિવસ ઊજવી […]