એવા આવે છે ધરતીના સાદ રે…. હાલો ભેરુ, ગામડે ! ભીની માટીની ગંધ આવે યાદ રે…. હાલો ભેરુ, ગામડે ! બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ, મીઠા પરોઢના અલબેલા ઉજાસ, ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે…. હાલો ભેરુ…. ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે, બાંધીશું હીંચકો વડલાની ડાળે, મોર ગહેકે જ્યાં સરવરની પાળ….. હાલો […]
સર્જક : નાથાલાલ દવે
1 post