નિર્દેશક પા.રંજીથની ફિલ્મ ‘કાલા’એ રામકથાને વિપરીત કરી નાખી છે. અહીં રાવણ નાયક છે અને રામ ખલનાયક. આ સિનેમાના પડદે રજૂ થતી દલિત અસ્મિતાની ગર્જના છે, એવું નથી કે હિન્દી સિનેમાએ અત્યારસુધી દલિતોના શોષણની વાર્તાઓ જોઈ જ નથી, કારણકે હિન્દી સિનેમામાં સિત્તેર અને એંશીના દાયકામાં સમાંતર સિનેમાના આંદોલન દરમિયાન શ્યામ બેનેગલ, સઈદ અખ્તર મિર્ઝા અને દેશનાં અન્ય પ્રાદેશિક ફિલ્મમેકર્સની ફિલ્મ્સમાં વંચિતો અને દલિતોની કથા ભારતીય દર્શકોને જોવા મળી હતી. પરંતુ, તે સમાંતર સિનેમાની ભાષા મુખ્યધારાના સિનેમાથી અલગ હતી અને સામાન્ય દર્શકોથી પણ દૂર હતી. તમિલ સિનેમામાંથી આવેલી સુપરસ્ટાર રજનીકાંતની ‘કાલા’ની સૌથી ખાસ વાત એ છે કે અહીં નિર્દેશક પા.રંજીથ દલિતોની વાત લોકપ્રિય સિનેમાની ભાષામાં રજૂ કરે છે. કંઇક આ જ પ્રકારનું કામ આ પહેલાં નિર્દેશક નાગરાજ મંજુલેએ તેમની અદભુત મરાઠી ફિલ્મ ‘સૈરાટ’માં કર્યું હતું.
સર્જક : નિલય ભાવસાર
મૂળ અમેરિકન એવાં ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને લેખક જેમ્સ આઈવરી (James Francis Ivory)ને આ વર્ષે યોજાયેલાં ૯૦માં અકાદમી એવોર્ડ સમારંભમાં ફિલ્મ ‘call me by your name’ માટે શ્રેષ્ઠ એડપ્ટેડ સ્ક્રીનપ્લેની શ્રેણીમાં ઓસ્કર એટલે કે અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. અકાદમી એવોર્ડના ઈતિહાસમાં તેઓ અત્યાર સુધીમાં સૌથી વધુ (૮૯ની) વયે એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ છે. જેમ્સ આઈવરી અગાઉ ભારતીય મૂળનાં ઈસ્માઈલ મર્ચન્ટની સાથે ભાગીદારીમાં (મર્ચન્ટ આઈવરી પ્રોડક્શન્સ) અભિનેતા શશી કપૂરને લઈને ઘણી ફિલ્મ્સ પ્રોડ્યુસ અને ડીરેક્ટ કરી ચૂક્યા છે. જેમાં શશી કપૂર સ્ટારર ધ હાઉસહોલ્ડર (૧૯૬૩), શેક્સપિયર વાલાહ (૧૯૬૫), બોમ્બે ટોકી (૧૯૭૦), ઇન કસ્ટડી (૧૯૯૩) વગેરે ફિલ્મ્સનો સમાવેશ થાય છે.
માયાનગરી મુંબઈનાં સૌથી હેપ્પનિંગ વિસ્તાર એવાં જૂહુનાં સાંસ્કૃતિક કેન્દ્ર ‘પૃથ્વી થિયેટર’ની વ્યસ્તતા વચ્ચે વ્હીલચેયર પર એક સ્થિતપ્રજ્ઞ સિતારો. ભીડમાં અનુપસ્થિત. અભિનેતા શશી કપૂરની આ અંતિમ છબિ તેમનાં અનેક ચાહકોનાં હદયમાં અંકિત થઇ જશે. પણ, આ છબિની સાથે શશી કપૂર તે સિનેમાવૃત્ત પણ પૂર્ણ કરીને ગયાં કે જે થકી ક્યારેક સુંદર કળા ફિલ્મોને સંપૂર્ણતા પ્રાપ્ત થતી હતી. પિતા પૃથ્વીરાજ કપૂર દ્વારા રચવામાં આવેલા આ ‘પૃથ્વી થિયેટર’નાં હરતાં ફરતાં ટોળાની સાથે પચાસનાં દાયકામાં તરુણ શશીએ પોતાનાં અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેઓ સિનેમાની દુનિયામાં એક મજબૂરીનાં કારણે વર્ષ ૧૯૬૦નાં દાયકામાં પ્રવેશ્યાં અને માયાનગરીનો સૌથી ચમકતો સિતારો બન્યાં. પણ, થિયેટર હંમેશાં તેમનો પ્રથમ પ્રેમ રહ્યું અને વર્ષ ૧૯૭૮માં પત્ની જેનિફર કેન્ડલની સાથે મળીને તેમણે ‘પૃથ્વી’ થિયેટરની ફરી વખત સ્થાપના કરી. શશી કપૂર જ્યાં સુધી સ્વસ્થ રહ્યાં ત્યાં સુધી પોતાનાં રંગમંચમાં ભજવાતાં દરેક નવાં નાટકનાં પ્રથમ દર્શક બનીને રહ્યાં.
(રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી નિલય ભાવસારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો nbhavasarsafri@gmail.com અથવા 7874286864 પર સંપર્ક કરી શકો છો.) આજે ૨૧મી સદીમાં ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે દરેક કાર્ય અને ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે. હવે તેમાં ફિલ્મ નિર્માણ પ્રક્રિયાના વિવિધ ઘટકો જેવા કે ફિલ્મ લેખન, નિર્દેશન, […]
(રીડ ગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી નિલય ભાવસારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો nbhavasarsafri@gmail.com અથવા 7874286864 પર સંપર્ક કરી શકો છો.) [ભારતીય સિનેમામાં એબ્સર્ડ શૈલીની તદ્દન અલગ જ પ્રકારની “ઓમ દર-બ-દર” (૧૯૮૮) નામની કૃતિની રચના કરનાર લેખક અને દિગ્દર્શક કમલ સ્વરૂપની સિનેમાની સફર પ્રસ્તુત છે તેમના જ શબ્દોમાં] હું […]