વણ કહેવાતી વાત સમજવાનું અઘરું છે મૂંગો ઉલ્કાપાત સમજવાનું અઘરું છે. આકાશે તો ઊગ્યા કરતાં મેઘધનુષો, રંગોની ઠકરાત સમજવાનું અઘરું છે. આંખો ફોડી જોવાથી ક્યાં ઉકલતું કંઈ ? ભીતર પડતી ભાત સમજવાનું અઘરું છે. આંધીનું રમખાણ હજીયે રોકી શકશો, મનના ઝંઝાવાત સમજવાનું અઘરું છે રૂડા ચહેરા દેખી નાહક ના ભરમાશો, […]
સર્જક : નીતિન વડગામા
સૌ સજે મંચ પોતપોતાનો કોતરે કંઠ પોતપોતાનો. માણસો સાત રંગમાં ડૂબી, શોધતા રંગ પોતપોતાનો. આમ, સાથે બધાય બેસીને, ઘૂંટશે અંક પોતપોતાનો. રાય કે રંક કોઈ ક્યાં જાણે ? આદિ ને અંત પોતપોતાનો ! જાત વેંઢારવા જરૂરી છે, સાબદો સ્કંધ પોતપોતાનો. કૈંક ફાંટા ને કૈંક ફંદામાં, પાંગરે પંથ પોતપોતાનો. છાપ-કંઠી, ધજા-પતાકા […]
પંથ જે તારા સુધી લઈ જાય છે. એ અમીધારા સુધી લઈ જાય છે. એક ઊંડી ને ઉઘાડી આંખ પણ, કૈંક વરતારા સુધી લઈ જાય છે. ભાંગતી રાતે બધીયે ભીંત આ, કેમ ભણકારા સુધી લઈ જાય છે ! તેજને પ્રગટાવતો તણખો પ્રથમ, છેક અંધારા સુધી લઈ જાય છે. ઊડતો રહેતો સતત […]
[ પ્રતિવર્ષ દીપોત્સવી વિશેષાંક રૂપે પ્રગટ થતાં ‘શબ્દસૃષ્ટિ’નો આ એકવીસમો વિશેષાંક આ વર્ષે ‘કવિતા અને હું’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. આ વિશેષાંકમાં નામાંકિત કવિઓએ પોતાની કાવ્યની સર્જનપ્રક્રિયા વિશે વાત કરી છે. પ્રસ્તુત છે તેમાંથી શ્રી નીતિનભાઈ વડગામાની કાવ્ય સર્જનપ્રક્રિયા વિશેનો આ સુંદર લેખ.] સુથારના ખોળિયામાં અવતરેલા આ દેહને કરવતને […]