‘પલ્લવીબેન, અમારી પૌલુ (પૌલોમી) નું નક્કી કરી દીધું છે, આ રવિવારે સાંજે ૬ વાગ્યે સગાઇ અને પછી સ્વરુચિ ભોજન રાખ્યું છે, તમે બંને જણ આવી જજો.’ ‘ખૂબ ખૂબ અભિનંદન સરલાબેન. તમે જેવું શોધતા હતા એવું સાસરિયું મળ્યું ને પૌલુને?’ ‘અરે હા રે પલ્લવીબેન, કુંડળી મેળવીને જ કર્યું છે, તમે માનશો નહિ પણ બંનેના ૩૬ માંથી ૩૨ ગુણાંક મળતા આવે છે.’ ‘શું વાત કરો છો, સરલાબેન ? છોકરા–છોકરીના આટલા બધા ગુણાંક મળતા આવે તે તો ઘણી જ સારી વાત કહેવાય.’
સર્જક : પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી
1 post