(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૮ના અંકમાંથી સાભાર) ઘડિયાળમાં બેના ડંકા પડ્યા. વાસુને આજે ઊંઘ આવતી નહોતી. વંદના અને ચૌદ વર્ષની દીકરી પિન્કી આજે જ વેકેશન માણવા વડોદરા ગયાં હતાં. વાસુનો શ્વસુરપક્ષ ખમતીધર હતો. દરેક વેકેશનમાં મા દીકરી દસેક દિવસ માટે તેમને ત્યાં અવશ્ય જતાં. વાસુને સરકારી નોકરી હતી. વીસ વર્ષની […]
સર્જક : પ્રફુલ્લ કાનાબાર
‘મમ્મી, ઓબ્સ્ટિકલ રેસ એટલે શું?’ દસ વર્ષના નિલયે હેમાક્ષીને પૂછ્યું. ‘બેટા, ઓબ્સ્ટિકલ રેસ એટલે વિઘ્ન દોડ. દોડની વખતે જેટલા અંતરાયો આવે તેને કુશળતાપૂર્વક પાર કરીને તેમાં આગળ વધવાનું હોય છે.’ ‘મમ્મી, કાલે મારી સ્કૂલમાં કોમ્પીટીશન છે. હું ભાગ લેવાનો છું.’ નિર્દોષ નિલય હેમાક્ષીને વ્હાલ કરીને ઝડપથી બહાર રમવા માટે દોડી ગયો. હેમાક્ષી વિચારે ચડી ગઈ… જીવન પણ ઓબ્સ્ટિકલ રેસ જેવું જ હોય છે ને? તેમાં પણ જેટલાં વિધ્નો આવે તેને કુશળતાપૂર્વક પાર કરતાં કરતાં જ માણસે મંઝિલ સુધી પહોંચવાનું હોય છે ને? હેમાક્ષીને જયદીપની યાદ આવી ગઈ. હેમાક્ષીની આંખમાં આંસુનાં તોરણ બંધાયા. જયદીપ સાથેનો પ્રથમ પરિચય કોલેજનાં સ્પોર્ટ્સરૂમમાં જ થયો હતો. જયદીપ ટેબલ ટેનિસનો અચ્છો ખેલાડી હતો.
(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘દેવકી, તારે ખરેખર નથી આવવું ? આજે તો કૃષ્ણજન્મનો ઉત્સવ થશે.’ શારદાએ દેવકીને બીજી વાર પૂછ્યું. વૃદ્ધાશ્રમમાં ભાગવતકથા બેસાડવામાં આવી હતી. આજે મહારાજ કૃષ્ણજન્મનું વર્ણન કરીને નંદોત્સવ કરાવવાના હતા. ‘એક વાર ના પાડી ને શારદા, તું જા અને હવે મને યાદ પણ ન […]
(‘રમત આટાપાટાની’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) પિન્કીની સ્કૂલમાં આજે પૅરન્ટ્સ ડે હતો. મુંબઈની પ્રખ્યાત શાળાઓમાં પૅરન્ટ્સ–ડેની સ્ટેજ પ્રોગ્રામ સાથે દબદબાપૂર્વક ઉજવણી થતી હોય છે. સરિતા દર વર્ષે પિન્કીની સાથે આ પ્રોગ્રામમાં […]
(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર) આજે ‘પિતૃછાયા’ બંગલામાં શોકમગ્ન વાતાવરણ ધુમ્મસની જેમ છવાઈ ગયું હતું. બંગલાના વિશાળ પ્રાંગણમાં વસંતરાયનો હાર ચડાવેલો ફોટો ટેબલ પર રાખવામાં આવ્યો હતો. ફોટા પાસે પ્રગટાવેલી અગરબત્તીની સુવાસ અને સીડીપ્લેયર પર ધીમા અવાજે વાગી રહેલી રામધૂન વાતાવરણને પવિત્ર કરી રહી હતી. વસંતરાયના ફોટાની બાજુમાં તેમના ત્રણેય દીકરા […]