મારગ રીંસે ભરાય એ પહેલાં ……… જોગી ભઈલા જાગો ! ઊઠી ડમરિયું ઉત્તરથી તે ………દખ્ખણ ઘોર કળાય વેરણ-છેરણ દહાડા પ્રથમી ………માથે રે પછડાય કઈ દિશેથી ઉપાય કરિયેં, ………કેમ કરીને ભાગો ? હરખ ઉઠાવી માઈલા વેણે ………ગૂંથવાં સારાં વાનાં સાંસની તોલે અંદર-બાહર ………ઝળહળતાં કરવાનાં ગગનમંડળથી અમરિત વરસે ………એવે સાદે ગાજો
સર્જક : ફારુક શાહ
1 post