જય ટેન્શનમાં હોય ત્યારે ખાસ આ બારીનું શરણું લેતો. આજે પણ એમ જ એ બારી ખોલીને બેઠો. સામેની હરોળમાં ઊભેલા મોટા ભાગના ઘરો અજવાળાના સ્પર્શ પામીને પણ ઉઘડ્યાં ન હતા. હા, એક રાજેશભાઈના ઘરનો દરવાજો હજી હમણાં જ સહેજ ખુલ્લો થયો ખરો. રોજની જેમ જ દેશી નસલના પરંતુ ઊંચા, મજબૂત કૂતરાના ગળાનો પટો પકડી, રીતસરની લાતો મારી, એણે કૂતરા પ્રત્યેનો તિરસ્કાર પ્રગટ કર્યો. રાજેશના આવા વર્તન સામે જયને હંમેશા વાંધો હતો. જય ઘણી વાર એના પર ઉકળી ઊઠતો.
સર્જક : ફિરોઝ મલેક
2 posts
સૂર્યના કિરણોમાં પણ એક અલગ જ પ્રકારનું કૌવત છુપાયેલું હોય છે. જ્યાં પ્રસરે ત્યાં આશારૂપી પ્રકાશનો જાદુ ફેલાય જાય છે. વહિદાના ઘર આંગણે સૂર્યપ્રકાશ બરાબર પોતાની માયા પાથરી રહ્યો હતો. બહાર ઓટલા પર બેસી શાકભાજી સમારી રહેલી વહિદાના ગાલ સૂર્યપ્રકાશથી ચમકી રહ્યાં હતાં. પરંતુ હૈયામાં કોઈ ઘેરી વેદના કોરાઈ રહી હોય, તેમ તેના મુખ પર નિરાશા ડોકિયું કરી રહી હતી. હાથમાં પકડેલી તુવેરની શીંગો એની મેળે જ જાણે યાંત્રિક રીતે છોલાતી જતી હતી. વહિદાનું મન તો જાણે કોઈ બીજે જ ઠેકાણે ઉડ્ડયન કરી રહ્યું હતું.