[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] હરિ, તમે અંઘોળ કરો, …………… હું કેસરિયાળું પાણી; કોકરવરણા જળની તમને …………… સુગંધ લેશે તાણી…. હરિ. નહિ ટાઢું, નહિ ઊનું, …………… હરિવર આ તો શિયાળુ તડકો; આંચ ન આવે એક રૂંવાડે, …………… એનો મનમાં ફડકો યમુના-ગંગા-સરસ્વતી મમ જિહવાગ્રે વાણી… હરિ, તમે અંઘોળ કરો, હું કેસરિયાળું પાણી. હું […]
સર્જક : ભગવતીકુમાર શર્મા
હણાયા બધા મારા કૂણા સરગવા; તમે આવીને પાછા રોપો સજનવા ! હયાતી વિકલ્પોનો પર્યાય લાગે; હું પેલો છું, આ છું, ફલાણો છું અથવા. સતત દોડતો સૂર્યની પૂંઠે પૂંઠે; થયો છે શું પડછાયાને પણ હડકવા ? કરો પ્રાર્થના સૂર્ય ઢંકાઈ જાયે; મૂકી છે મેં તડકામાં છાતી પલળવા ! મને મારા પર […]
મેં મારા મનને આકરી શિક્ષા કરી હતી; કારણ કે એણે મોક્ષની ઈચ્છા કરી હતી. આવો ન આવો આપ; ફરક કંઈ નહીં પડે; હું પણ ન જાણું તેમ પ્રતીક્ષા કરી હતી. બોલાયું’તું તો માત્ર તમારું જ નામ ત્યાં; લોકોએ મારા નામની ચર્ચા કરી હતી. અપરાધ જો ગણો તો ફક્ત એટલો જ […]
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને ! પછી દસ દિશામાં પરમ તું નીરખને ! અગમ તું નીરખને ! નિગમ તું નીરખને ! દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને ! મળ્યો છે તને તે ધરમ તું નીરખને ! આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને ! હવે ક્ષણનું છેટું […]
કેમ કરું કેદારો ? હરિવર કેમ કરું કેદારો ? ગઢ જૂનેથી મહેતાજીનો મળે નહિ હોંકારો….. હરિવર ! સૂર ન સમજું, તાલ ન પરખું, શબદબબદના વાખા; મારી ઓછપ મને પૂછતી પલ પલ નવાં પલાખાં; હરફ-કળી ઊઘડવાનો અણસારો હરિવર, આપોને પરબારો… હરિવર ! હરિ તમારાં ચરણકમળમાં મને મૂકજો ગિરવે; જનમ-જનમનો વિજોગ વસમો […]
[‘નવનીત સમર્પણ’ સામાયિક મે-2011માંથી સાભાર.] અમદાવાદ નજીકના દેહગામનાં હીરાબહેન આત્મારામ ત્રવાડી અને સુરતના હરગોવિન્દ શર્મા ઘેલાભાઈનું હું એકનું એક અને આખરી સંતાન ન હોત, સાત વર્ષની વય સુધી મારો ઉછેર સુરત, સોનીફળિયાની વાગીશ્વરી માતાની પોળમાં અને તે પછી આજ પર્યંત દેસાઈ પોળ, એની બેસન્ટ રોડ પર હું રહ્યો ન હોત […]
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જૂન-2011માંથી સાભાર.] આ કારણ-અકારણ અજંપાથી થાક્યો; હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો. ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક; અગોચર, અનાહત તમાશાથી થાક્યો. બુલેટોની ફૂટતી નથી ધણધણાટી; નિરંતર તકાતા તમંચાથી થાક્યો. ન છૂટી શકાતું, ન બંધાયલો છું; હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો. સજાની હવે કેટલી રાહ જોવી ? […]