(‘જનકલ્યાણ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૭ના અંકમાંથી સાભાર) એ કોલેજના છાત્રાલયમાં મારો પહેલો દિવસ. ખૂબ અતડું લાગે. વિધવા મા યાદ આવે. બીમાર બહેન સાંભરે, કાચી ઉંમરનો ભાઈ યાદ આવે. ભેંસ સાંભરે, ખેતર સાંભરે. પણ ધીરે ધીરે ગોઠવા લાગ્યું. એમાંય છાત્રાલયના ચોકીદારે મારા ઉત્સાહને જીવતો રાખેલો. એ ચોકીદારનું નામ તો મને આજેય આવડતું નથી. […]
સર્જક : ભગીરથ બ્રહ્મભટ્ટ
[‘અભાવનું ઐશ્વર્ય’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર.] આજે ભર્યાભંડાર છે. પાણી કહેતાં દૂધ મળે છે. એક કહેતાં અનેક તહેનાતમાં ઊભાં છે, હાજરાહજૂર બધું હોવા છતાં મને મારા અભાવો સાંભરે છે. હું આજની તુલનામાં ત્યારે સમૃદ્ધ હતો, જયારે મારી પાસે ભૌતિક રીતે કશું […]
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર.] [dc]લો[/dc]કોને તો એવી જ ખબર છે કે કેવળ પ્રકૃતિ જ ઋતુઓના રંગરાગ જાણે છે- સહે છે. વૃક્ષ પાનખરના ડરથી ડરી જઈને બીમાર પડતું નથી કે વસંતના આનંદથી એનું મગજ ચસકી પણ જતું નથી. એનામાં રંગરાગ ઝીલવા માટેની તીતીક્ષા છે, પણ બસસ્ટૅન્ડ તો એવી એક જગ્યા છે […]
[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] આ સૃષ્ટિ એક મોટું વિસ્મય છે, સર્જનમાત્ર વિસ્મય છે. એ વિસ્મયનો પાર પામવાનું ક્યાં સરળ છે ? પરંતુ વિસ્મયો ચમત્કારી હોય છે. ધરતીમાંથી બીજ ઉદ્દભવે છે, એ વિસ્મય ઓછો ચમત્કાર છે ? બીજનું છોડમાં રૂપાંતર થવું પછી એને ફળ-ફૂલ આવવાં આ ઘટના યાંત્રિક થોડી છે ? એમાં […]
[‘જલારામદીપ’ સામાયિક જૂન-2011માંથી સાભાર.] એક વખત હતો, ઘરમાં ઘડિયાળ ન હોય, પણ ઘંટી ઍલાર્મ બનીને અમને ઉઠાડતી. વહેલી પરોઢે સાંભળતા હોય ઘમ્મર ઘંટુડીના નાદ. મારી મા ઘંટીએ બેસીને અનાજ દળે કે પ્રભાતિયાં ગાય, તેની ખબર જ ન પડે. અર્ધા ઊંઘમાં હોઈએ. ક્યાંક પ્રભાતિયાંના શબ્દો કાને પડે તો એ મિશ્રલય કાન […]