એક માણસ સીડીનાં પગથિયાં સડસડાટ ચડતો જતો હતો. એ ખુશ હતો કે હું દરેક પગથિયાને સફળતાપૂર્વક પાર કરી નિર્ધારિત મુકામ પર પહોંચી રહ્યો હતો. જ્યારે એ સીડીના છેલ્લા – સૌથી ઉપરના પગથિયે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે એની સીડી તો ખોટી – બીજી દીવાલ પર ટેકવેલી હતી ! એ છેવટ સુધી પહોંચ્યો પણ મુકામ પર નહીં. માત્ર સીડીનાં પગથિયાં પર ચડી જવું એ સુખ નથી, પ્રાપ્તિ નથી, ક્યાં પહોંચીએ છીએ તે વાત અગત્યની છે.
સર્જક : ભદ્રાયુ વછરાજાની
(‘અર્વાચીન પ્રશ્નોપનિષદ : પૂછે તે પામે’ નામના પુસ્તકમાંથી અહીં ત્રણ ચિંતનસભર પ્રશ્નો લેવામાં આવ્યા છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) (૧) જીવનની શક્યતાઓ કેટલી? જીવન પોતે જ એક મોટી શક્યતા છે. આપણને જીવન મળ્યું એટલે જાણે શક્યતાઓનું જબ્બર મોટું પોટલું મળ્યું. એ પોટલું ઊંચકવાનો આનંદ લઈએ તો સુખ જ સુખ અને ‘હાય રે પોટલું’ એમ સમજી રોદણાં રોઈએ તો દુઃખ જ દુઃખ. બસ, આ બે શક્યતાઓ તો પાક્કી.
(‘મુઠ્ઠી ઊંચેરા 100 માનવરત્નો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) દસ વર્ષની ઉંમરે એક છોકરો ઝાડ નીચે ખાટલામાં બેસી પુસ્તક વાંચતો હતો. ધ્રુવનો પાઠ હતો. તેમાં લખેલું કે ધ્રુવજી તો પાંચ વર્ષે ઘર […]
[‘ઉત્સવ’ સામાયિક 2011માંથી સાભાર.] ભાવનગરના સૂફી શિક્ષક સુભાષ ભટ્ટે આત્મીયતાથી કહેલું : ‘તીથલ જાઓ છો તો અશ્વિન મહેતાને મળવાનો પ્રયાસ કરજો, ભીતરનો માણસ છે.’ સુભાષ સાથેનો નાતો દિલનો એટલે એના બોલાયેલાં ઓછા શબ્દો પણ શ્રેષ્ઠત્વ તરફ આંગળી ચીંધતા હોય એની શ્રદ્ધા પાક્કી. સુભાષને પૂછ્યું : ‘કેમ, મળવાનો પ્રયાસ કરજો ? […]