Posts Tagged "ભૂપત વડોદરિયા"

સાચો મિત્ર કેવો હોય ? – ભૂપત વડોદરિયા

[ નવલકથાઓ સહિત ઉત્તમ જીવનપ્રેરક સાહિત્ય રચનાર શ્રી ભૂપતભાઈ વડોદરિયા હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ શ્રી તા. 04-10-2011ના રોજ દેવલોક પામ્યા છે. તેઓ શ્રી 82 વર્ષનાં હતાં. સત્યના પક્ષે રહીને પત્રકારત્વના ઉમદા સિદ્ધાંતોને તેઓ આજીવન વળગી રહ્યા હતાં. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે આજે તેમનો એક લેખ અંજલિરૂપે માણીએ. – તંત્રી.] […]

જીવન એવું જીવો કે જાણે ઉત્સવ – ભૂપત વડોદરિયા

આ એક એવા માણસની વાત છે જે એમ માનતો હતો કે પોતે જીવતોજાગતો માણસ છે એ જ એનો મોટો હોદ્દો છે. પોતાની જિંદગીની દરેક પળ તેણે માણી હતી. તદ્દન ગરીબ માણસ હતો, પણ તેને પૈસાની ભૂખ પણ નહોતી અને તેને મહત્વાકાંક્ષા જેવું પણ કંઈ નહોતું. તે બરાબર ચુંમાળીસ વર્ષ જીવ્યો, પણ આટલી ઉંમરમાં પીડા તો […]

ઉતાવળે-ઉતાવળે આપણે પહોંચવું છે ક્યાં ? – ભૂપત વડોદરિયા

[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.] આ યુગનો કોઈ સૌથી મોટો શાપ હોય તો તે ‘ઉતાવળ’ છે. માણસ ઉતાવળને ઉદ્યમનું અનિવાર્ય લક્ષણ ગણે છે. જૂની કહેવત એવી હતી કે ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. પણ નવી કહેવત છે ઉતાવળા સો કામગરા, ધીરા સો ઠોઠ ! આમ જુઓ તો કાળપુરુષની બેઅદબી છે. કેટલુંક કામ સમય પોતે […]

અમૃતબિંદુ તો આપણી અંદર છે ! – ભૂપત વડોદરિયા

[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.] એક ભાઈએ પ્રશ્ન કર્યો છે : ‘મને ખબર નથી પડતી કે હું નાની નાની બાબતોમાં કેમ ગુસ્સે થઈ જાઉં છું ! એક નાનીઅમથી વાતમાં જ હું ચિઢાઈ જાઉં છું, પછી મને મારી પોતાની જાતને જ ઠપકો આપવાનું મન થાય છે, ત્યારે તો નક્કી કરી નાખું છું કે હું હવે પછી […]

વેદનાની આરપાર નિહાળેલો આનંદ – ભૂપત વડોદરિયા

[‘વિચારવલોણું’ સામાયિક એપ્રિલ-2011માંથી સાભાર.] અમેરિકાની એક અગ્રણી કવિયત્રી તરીકે આજે પણ જેની ગણના થાય છે તે ઈમિલી ડિકિન્સન એક ગરીબ અને દુઃખી નારી હતી, પણ તે દુઃખી અને ગરીબ હોવા છતાં તેનાં સ્વમાન અને સ્વતંત્રતા અકબંધ રહ્યાં હતાં. તેના મૃત્યુને એક સૈકાથી વધુ સમય વીતી ગયો છતાં આજે પણ તમે તેની કવિતા પર નજર કરો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.