(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ડિસેમ્બર-૨૦૧૪ના અંકમાંથી) ચિ. સમતા, હું, નીતિન પટેલ, તને ક્યા નાતે આ પત્ર લખી રહ્યો છુ ? – એવો પ્રશ્ન તને અને મને : બંનેને થાય એ સહજ છે. એનો હાથવગો, કહો કે હોઠવગો ઉત્તર અત્યારે તો એમ આપી શકાય કે નામ વગરની લાગણીને નાતે આ પત્ર લખાય છે. […]
સર્જક : મણિલાલ હ. પટેલ
(‘દુલારું દામ્પત્ય’ પુસ્તકમાંથી સાભાર) [શ્રીમતી ગોપીબહેન અને ડૉ. મણિલાલ હ. પટેલ નિવૃત્તિના હીંચકે ‘સહજ બંગ્લોઝ’માં હીંચકતું આ દંપતી. ગોપીબહેને તો પહેલેથી ગૃહમોરચો જ સંભાળ્યો છે. ડૉ. મણિલાલ ભરપૂર જીવ્યા છે. ગહન અધ્યયન, ગુજરાતી સાહિત્યમાં અનેક સ્વરૂપોમાં નક્કર પ્રદાન કર્યું છે ડૉ. મણિલાલ હ. પટેલે. સદીએ પહોંચ્યો છે તેમનાં પુસ્તકોનો આંકડો. […]
જીવનનો અસલ આનંદ તો પ્રકૃતિની ગોદમાં જ મળે છે. યુરોપ અને અમેરિકાના દેશો પ્રકૃતિનો મંત્ર જાણતા ને પ્રમાણતા આવ્યા છે. પૂર્વની આપણી સંસ્કૃતિ તો પ્રકૃતિના પારણામાં ઊછરેલી છે. વળી પ્રકૃતિની કૃપા એ જ તો આપણું સાચું જીવન છે. છતાં યંત્રોના આક્રમણને આપણે વહાલું ગણતા રહ્યા અને પ્રકૃતિએ આપેલા જીવનમંત્રને ભૂલતા […]
[‘પ્રશિષ્ટ ગુજરાતી લલિતનિબંધ’ પુસ્તકમાંથી સાભાર.] ઘણા દિવસો પછી તડકો આજે ઘેર આવ્યો છે. એના આગમનનો આનંદોત્સવ સવારથી જ ઊજવાય છે. પારેવાં એમની પાંખોની હવાઈ ગયેલી ભૂખરતાને સૂકવી રહ્યાં છે, વૃક્ષોનાં વાચાળ પાંદડાં તડકા સાથે ભૂતકાળની ખટમીઠી વાતો કરતાં કરતાં હસી પડે છે, એને સાંભળે છે ને વળી ગંભીર થઈ જાય […]
[ પ્રકૃતિ વિષયક સુંદર નિબંધોના પુસ્તક ‘સોનાનાં વૃક્ષો’માંથી પ્રસ્તુત નિબંધ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘મીડિયા પબ્લિકેશન’નો ખૂબ ખૂબ આભાર. આપ લેખકશ્રીનો આ નંબર પર +91 9426861757 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] બદલાતી ઋતુનું રૂપ જોવાનું મને ગમે […]
[ ગ્રામ્ય જનજીવન અને ગ્રામ્ય વિસ્તારની ઝાંખી કરાવતા પુસ્તક ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો.] ગઈ કાલ સુધીના ગામની એક છબિ આંખેથી ઓઝલ થતી નથી. એ છબિ તે પાદરની. ચરોતરમાં પાદરને ભાગોળ કહે છે, […]