સાદ પરિચિત સાંભળેલો તોય ઓળખતો નથી, હું મને સામે મળેલો તોય ઓળખતો નથી. એક પથ્થર થૈ ગયાનો શાપ આપ્યો છે તમે, પ્હાડ આખો ઓગળેલો તોય ઓળખતો નથી. હું ટીપા અંદર સમાયેલો રહ્યો વરસો સુધી, મોજું થૈને ઊછળેલો તોય ઓળખતો નથી. નીકળ્યો મળવા તને ઘરથી સતત પગલાં સમો, માર્ગથી પાછો વળેલો […]
સર્જક : મનીષ પરમાર
2 posts
આંખમાં થોડો સમયનો ભેજ છે, આંસુ છે કે ગુપ્ત દસ્તાવેજ છે ? પત્ર આખોયે લખાયો તારી પર- ખૂટતા બે ચાર શબ્દો સ્હેજ છે. તોય મારું બિંબ ઝીલી ના શક્યો, અક્ષરોનો આયનો સામે જ છે. કાલે એ જો આથમે તો આથમે, સૂર્યમાં કોના નયનનું તેજ છે ? કોણ તોડી ગ્યું ગુલાબો […]