ક્યારેક આવું પણ બને ક્યારેક એવું પણ બને, ક્યારેક ધાર્યું ના બને ક્યારેક અણધાર્યું બને. બંગલાના ગેટનો ખખડાટ સાંભળીને કલ્યાણી ચમકી. રિમોટ બાજુ પર મૂકીને એણે ઘડિયાળ સામે નજર કરી. બપોર એક વાગ્યે કોણ હશે? ઊભી થઈને એ બહાર આવી. ‘બાપા, તમે?’ આંખ સામે દેખાતું દ્રશ્ય જાણે માનવામાં ના આવતું હોય એમ એનો અવાજ તરડાઈ ગયો. સુખદ આશ્ચર્યથી આંખો પહોળી કરીને એ પ્રભાશંકર સામે તાકી રહી. બીજી સેકન્ડે એના ગળામાં ડૂમો ભરાયો. ગેટ પાસે ઊભેલા પ્રભાશંકરની આકૃતિ ધૂંધળી દેખાવા લાગી ત્યારે એને ભાન થયું કે બંને આંખ આંસુથી ઊભરાઈ રહી છે. એ દોડી. ઝડપથી ગેટ ખોલીને એ પ્રભાશંકરને વળગી પડી.
સર્જક : મહેશ યાજ્ઞિક
બંધ મુઠ્ઠીમાં સમયની વેદના સંતાડતાં ને સદા આછું મલકતાં હું, તમે ને આપણે ‘આવું દુઃખ તો ભગવાન દુશ્મનનેય ના આપે…’ આજુબાજુ બધાના ચહેરા સામે જોઈને લતા પરીખે ઉમેર્યું. ‘બિચારા હેમંતભાઈની દશા જોઈને દયા આવે છે.’ ‘એમના કરતાં તો મને બેઉ છોકરાઓની ચિંતા થાય છે. મોટો ચાર વર્ષનો ને નાનો બે વર્ષનો.’ લતાની બાજુમાં બેઠેલાં ગીતાબહેનના અવાજમાં સાચુકલી લાગણી છલકાતી હતી. ‘મા વગર બાપડાં કેવી રીતે મોટાં થશે?’ વાત એમ હતી કે હેમંતની ત્રીસ વર્ષની પત્ની અકસ્માતમાં મૃત્યુ પામી હતી. હેમંતની ઓફિસના બધા સહકાર્યકરો એને ત્યાં બેસણામાં જઈને ઓફિસે આવ્યા હતા. ‘બચ્ચાંઓની પરવરિશ માટે હેમંતે બીજી શાદી કરવી જોઈએ.’ સાજિદ શેખે કહ્યું, ‘એ એકલો આ બે ટેણિયાંઓને કઈ રીતે ઉછેરશે?’
(‘જનકલ્યાણ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘અરજી કરવામાં કંઈ ખર્ચો થવાનો છે ? ટપાલમાં નાખી દો તો ખાલી પાંચ રૂપિયાનું મોત…’ અઠ્ઠાવન વર્ષનાં નિમુબહેનના અવાજમાં સમજદારી છલકાતી હતી. પ્રાથમિક શાળાના આચાર્યપદેથી નિવૃત્ત થયેલા ગાંધીવાદી પતિને કઈ રીતે હિંમત આપવી એની સૂઝ એમનામાં હતી. દિવેશ્વર આખું છાપું પાથરીને રૂમની વચ્ચોવચ્ચ બેઠા […]
(‘જનકલ્યાણ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘તમે પપ્પાને સમજાવો તો સારું, વીસ દિવસ માટે આવ્યાં છીએ એમાં તો એ અમદાવાદ જવાની વાત કરે છે. અત્યારે આણંદ જઈને મારાં મમ્મી-પપ્પા સાથે બે દિવસ રહે તો એમને પણ સારું લાગે. એમને લાગે કે વેવાઈ અમેરિકાથી આવ્યા તોયે અમારા માટે સમય કાઢ્યો…’ બેડરૂમમાં […]
‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર) જેમાં રહો ને એ જ આકારે રહો ખુશહાલમાં જો સાંપડે જળની કળા આકાર ઓગળવા વિશે ! ‘આખું ગામ મને પારકો ગણે છે. તને તો વિશ્વાસ છે ને ?’…મારા બંને હાથ પકડીને નગીને ઢીલા અવાજે પૂછ્યું. નાનપણથી એનો અવાજ સાવ નરમ હતો. ‘કોઈને મારા ઉપર ભરોસો […]
[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] ‘સાહેબ, કેટલા વાગ્યા ?’ બાજુમાં ઊભેલા મજૂર જેવા માણસે પૂછયું. એના જવાબમાં કાંડા ઘડિયાળ સામે નજર કર્યા વગર અવિનાશે જવાબ આપ્યો. ‘છ ને દસ…’ પચાસ વર્ષના અવિનાશે ગયા વર્ષે હાર્ટમાં તકલીફ થઈ હતી અને માઈલ્ડ એટેક આવી ચૂકયો હતો. એ પછી ડૉકટરની અને પત્નીની સલાહ સ્વીકારીને એણે […]
[ ‘કથા સરિતા : મહેશ યાજ્ઞિકની 35 વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. આપ લેખકનો આ નંબર પર +91 79 26305614 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] યાતનાની વાત સંભારી કહો શું પામશો ? મન ઉપર બહુ ભાર રાખીને કહો શું પામશો ? ‘હજુ બસ ઊપડી નથી […]
[‘જનકલ્યાણ’ એપ્રિલ-2011માંથી સાભાર.] ‘આવોને શેઠિયા….’ ચંદુલાલનો અવાજ એમના શરીર જેવો બુલંદ હતો. બેઠી દડીનું શરીર, એમાંય ગળું ને ગરદન એક થઈ ગયાં હોય એવું લાગે. એના ઉપર સોનાની ચેઈન. જાડી ભ્રમર, લખોટી જેવી ગોળ આંખો, ભરાવદાર વાળ, અડધી બાંયનો સફેદ ખાદીનો ઝભ્ભો અને જીન્સનું પેન્ટ. પોતાના નવાનક્કોર બંગલાના ઓટલા ઉપર […]