વૈશાખ મહિનાની બપોર હતી. બસ-સ્ટેશન ઉપર ઊભરાઈ રહેલા માનવીઓની ભીડ જામી હતી. બસ પકડવા માટે ઉતારુઓનો રઘવાટ ઉત્તેજનાભર્યો હતો. નિશીથની બસ મુકાઈ એ વખતે, ભીડમાં આવી જવાને લીધે જ પોતાના કોઈ પુરુષાર્થ વગર જ એ આપોઆપ બસમાં ઠેલાઈ ગયો અને એને બારી આગળ જગ્યા મળી ગઈ. કોઈ સ્પષ્ટ હેતુ વગર બાજુની ખાલી સીટ ઉપર એણે પોતાની બૅગ મૂકી દીધી અને બસમાં દાખલ થતી ભીડને એ નિહાળી રહ્યો. એ વખતે બસની બાજુમાં ઊભાં ઊભાં એક પ્રૌઢ વયની સ્ત્રીએ એની તરફ બૅગ ઊંચી કરીને કહ્યું : “ભાઈ, આ બૅગ અંદર લઈ લો ને.”
સર્જક : મોહનલાલ પટેલ
2 posts
(‘નવચેતન’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) એ ઘરથી હું તંગ આવી ગયો હતો. ઘર મારું હતું, પોતાનું. એમાં હું જન્મ્યો હતો, ઊછર્યો હતો. છતાં મને એમાં સુખ કે ચેન નહોતાં. હું એને ધિક્કારતો હતો. ભવોભવના કોઈ દુશ્મનને ધિક્કારતો હોઉં એમ ! એ ઘર માટેની મારી આ નફરત કદાચ બીજા કોઈને […]