(આજે ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે ત્રણ ચકલી કાવ્યો અહીં પ્રસ્તુત છે. રીડ ગુજરાતીને આ કાવ્યો પાઠવવા બદલ શ્રી રક્ષાબેન શુક્લનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.) ૧. ઋણાનુબંધ નાનકડી પિન્કી ઘર આખામાં ઉડાઉડ કરે ને મેં કહ્યું ‘મારી આ ચકલી નાની ને ફડકો મોટો’ તરત પિન્કીએ પૂછ્યું, ‘ચકલી? એટલે […]
સર્જક : રક્ષા શુક્લ
શ્રી રઘુવીર ચૌધરી આ સંગ્રહ વિશે લખે છે, અગિયાર ગઝલ, દસેક અછાંદસ કાવ્યો અને એકતાલીસ ગીતોનો આ સંગ્રહ મુખ્યત્વે કવયિત્રી રક્ષા શુકલની ગીતકાર તરીકેની ઓળખ આપે છે. ગુજરાતી ગીત પરંપરાના કેટલાક ઉન્મેષો વરતાય છે. વારસામાં મળ્યું હોય એને અજવાળીને નવા રૂપે રજૂ કરવાની સર્જકતા ધ્યાન ખેંચે છે. જેના પરથી સંગ્રહનું નામકરણ થયું એ ગીત ‘આલ્લે લે’ દરેક પંક્તિને અંતે ‘આલ્લે લે’ જેવા ઉદગાર સાથે આનંદ જગાવી રહે છે..
એક ભીની સાંજે બગીચામાં મૈત્રેયી દેવીની 'ગુરુદેવ મારા આંગણે વાંંચી રહી હતી. હિમાલયની તળેટીમાં આવેલા હિલસ્ટેશન મંગપૂના તેમના ઘરે રવીન્દ્રનાથ ટાગોરને રહેવાનું થયું. (૧૯૩૮-૧૯૪૧) એ વખતે ધન્યતા અનુભવતા મૈત્રેયી દેવીએ 'મંગપૂતે રવીન્દ્રનાથ'માં એ અહેસાસને ઢાળ્યો. હું વાંચવામાં તન્મય હતી ત્યાં જ સામે પારિજાતમાં બે-ત્રણ ખિસકોલી ચડ-ઉતર કરી રમવા લાગી. એને જોતા મારા વિચારો પણ એ પુસ્તક સમાંતર યાત્રા કરવા લાગ્યા. મને થયું કે આ પારિજાતને મારા આંગણામાં પામીને હું પણ ધન્ય છું અને મૈત્રેયી દેવી જેવી જ પ્રસન્ન. મારા આ પરીજાતે મને અઢળક મીઠા સંવેદનોમાં તરબોળ કરી છે.