લૉકડાઉનનું પહેલું ચરણ વિધિવત્ ૨૫મી માર્ચ, ૨૦૨૦થી આરંભાયું; પરંતુ, મારું લૉકડાઉન એ પહેલાં એક મહિનાથી શરૂ થઈ ગયું હતું - મારી કમર લૉક થઈ જવાને કારણે. એટલે લૉકડાઉનના અનુભવની દૃષ્ટિએ હું ઘણો સિનિયર છું.
સર્જક : રતિલાલ બોરીસાગર
‘એમ ત્યારે ! હવે તમે આપણી નાતમાં !’ આધુનિક કવિતાની જેમ સ્નેહીની વાતમાં એકદમ ઍબ્સર્ડ તત્વ પ્રવેશ્યું એટલે હું જરા ગૂંચવાઈ ગયો. મને ગૂંચવાઈ ગયેલો જોઈ એ સબોલ્યો, ‘તમે સમજ્યા નહિ. આપણી નાતના એટલે સિનિયર સિટીઝન ! હું બે વર્ષ પહેલાં સિનિયર સિટીઝન થઈ ગયો હતો. તમે બસનો પાસ કઢાવ્યો?’
‘લગ્નજીવન સુખી બનાવવાના સો ઉપાયો’ નામના એક પુસ્તકમાં મેં એક વાક્ય વાંચ્યું હતું : ઓછી સમજવાળો પતિ પત્નીને કહેશે : ‘તારું મોં બંધ કર.’ જ્યારે સમજદાર પતિ કહેશે : ‘હોઠ બિડાયેલા હોય છે ત્યારે તું ખરે જ સુંદર લાગે છે!’ પુરુષ નામનું પ્રાણી ખૂબ વિચિત્ર હોય છે. પરણ્યા પહેલાં અને પરણ્યા પછી થોડો સમય દરેક પુરુષ ઈચ્છતો હોય છે કે પત્ની બોલ્યાં જ કરે ને હું સાંભળ્યાં કરું. બોલવા માટે એ પત્નીને પ્રોત્સાહિત પણ કરતો રહે છે : ‘પ્રિયે ! તારો પ્રત્યેક શબ્દ મને એટલો મધુર લાગે છે… એટલો મધુર લાગે છે… બસ, તું બોલતી જ રહે… બોલતી જ રહે.’ પણ તકલીફ એ છે કે આ સમયગાળામાં દરેક પત્ની બહુ ઓછું બોલે છે.
આ સીઝનમાં ઉપરાઉપરી ત્રણચાર વાર કેરી નબળી આવી – સબળા ભાવની હોવા છતાં, અને હું ખરીદવા નહોતો ગયો છતાં ! ત્રણ-ચાર વરસ પહેલાં સ્વયંસ્ફુરણાથી ઊંચા ભાવની કેરી, હૃદયના એથીય ઊંચા ભાવથી હું ખરીદી લાવ્યો હતો અને તે પણ થોડીઘણી નહિ – ત્રીસ કિલો. પણ બહુ દિવસ સુધી કેરીનાં પાકવાનાં કોઈ ચિહ્નો જણાયાં નહિ એટલે પાકવાની આશા છોડી દઈ કાપવાની શરૂ કરી. એ દરેક કેરી ફેંકી દેતી વખતે મારા અણઘડપણા પર, મારા ઉડાઉપણા પર જે પસ્તાળ પડી હતી એનું વર્ણન થઈ શકે એમ નથી.
(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર-નવેમ્બર – ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) મારા એક સ્નેહી શહેરના જાણીતા ફિઝિશિયન છે – ડૉ. મુકુલ ઓઝા. મારું હૃદય ચાલતું રહે – ધીમે કે ઝડપથી નહિ, પણ માપસર ચાલતું રહે એ માટે આ ડૉક્ટર સ્નેહીનું માર્ગદર્શન મેળવતો રહું છું. થોડા દિવસ પહેલાં એમની પાસે જવાનું થયું ત્યારે […]
(‘નવનીત સમર્પણ’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) સ્વ. ઈન્દુલાલ ગાંધીની ‘ભાણી’ નામની એક કવિતા છે. આ કવિતાની પ્રથમ પંક્તિઓ નીચે મુજબ છે : દિવાળીના દિન આવતાં જાણી, ભાદરમાં ધુએ લૂગડાં ભાણી. એક વાર દિવાળીના દિવસોમાં ઉપરની બે પંક્તિ પરથી મને નીચેની પંક્તિઓ સૂઝી હતી : દિવાળીના દિન આવતાં જાણી, […]
(‘નવનીત સમર્પણ’ સામયિકમાંથી સાભાર) વર્ષો પહેલાં, આપણા જાણીતા સર્જકો મણિલાલ હ. પટેલ તથા અદમ ટંકારવી (હાલ પરદેશી) એ ‘વી’ સામયિક માટે મારો ઈન્ટરવ્યુ કર્યો હતો. એમણે પૂછેલા કેટલાક પ્રશ્નોમાં એક પ્રશ્ન એવો હતો કે ‘આપણી ભાષામાં હાસ્યલેખકોનાં માન-સન્માન કેમ ઓછાં છે ?’ આ પ્રશ્નનો ઉત્તર આપતાં મેં કહેલું કે આપણા […]
(‘ભજ આનન્દમ્’ પુસ્તકમાંથી સાભાર) એક દિવસ ડૉરબેલ વાગી. મેં મંગલ મંદિર ખોલ્યું ને જોયું તો ‘દ્વાર ઊભો શિશુ ભોળો’. જોકે શિશુ તો ન કહેવાય, અઢાર-વીસ વરસનો યુવાન હતો, પણ એનો ચહેરો શિશુ જેવો માસૂમ હતો. મેં એને આવકાર્યો, બેસાડ્યો, પાણી આપ્યું અને પછી આવવાનું પ્રયોજન પૂછ્યું. યુવાને એક રાષ્ટ્રીયકૃત બૅન્કનું […]
[ પ્રસ્તુત હાસ્યલેખ ‘ઉત્સવ’ સામાયિક-2013માંથી સાભાર લેવામાં આવ્યો છે.] યમલોકમાં ‘આત્માવિનિમયકેન્દ્ર’માં કમ્પ્યુટર રીડિંગમાં જબરી ગરબડ થઇ ગઇ. એક વકીલ અને એક શિક્ષકના આત્માઓને એમની મુદત પૂરી થયા પહેલાં એમના દેહમાંથી ખેંચી લેવાયા. પણ, હજુ યમલોકના ‘આત્માવિનિમયકેન્દ્ર’નો વહીવટ છેક ખાડે ગયો નહોતો, એટલે આ ભૂલ તરત જ પકડાઇ ને આ આત્માઓને […]
ભારતીય વિજ્ઞાનીઓએ મગજમાં સ્મૃતિસંગ્રહ-પ્રક્રિયાને સક્રિય કરતી મેમરી સ્વિચ શોધી કાઢી છે – એવા સમાચાર થોડાં વર્ષો પહેલાં છાપામાં પ્રસિદ્ધ થયાં હતાં. મારા મગજમાં ‘મેમરી સ્વિચ’ ફિટ કરવાનું કાં તો જગતનિયંતા ભૂલી ગયા છે, અથવા ડેમેજ થયેલી મેમરી સ્વિચ સાથે હું જન્મ્યો હોઉં એમ પણ બને; જે હોય તે – પણ […]
[ ‘મારું સત્ય’ નામના પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં અનેક સાહિત્યકારોએ પોતાના જીવનના અનુભવ, પ્રસંગોને આધારે પોતપોતાના સત્ય વિશે વાત કરી છે. અગાઉ આપણે એક લેખ તેમાંથી માણ્યો હતો. આપ શ્રી રતિલાલભાઈનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે […]
[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] [dc]એ[/dc]ક પ્રધાન હતા. એમણે પ્રધાનપદ સ્વીકાર્યું એ વખતે એમના ખાતામાં બધાં જ ખાતાં’તાં. રાજ્યમાં એક મધ્યાહ્ન ભોજન યોજના ચાલતી હતી, પણ એમના ખાતામાં તો પ્રાતઃ ભોજન યોજના, પૂર્વમધ્યાહ્ન ભોજન યોજના, મધ્યાહ્ન ભોજન યોજના, ઉત્તર મધ્યાહ્ન ભોજન યોજના, સાયં ભોજન યોજના, રાત્રિ ભોજન યોજના, મધ્યરાત્રિ ભોજન યોજના – […]