દિવ્યાબેને દરવાજો ખોલ્યો ને અથર્વ 'મમ્મા.. મમ્મા,' બોલતો દોડીને અવનીને વળગી પડ્યો. એક હાથમાં પર્સ, શાકની થેલી અને બીજા હાથમાં કોર્નફ્લેક્સના પેકેટવાળા બે હાથ એના ફરતે વીંટાળીને અવનીએ થોડું વ્હાલ કરી લીધું. એણે હાથમાંની થેલીઓ બાજુ પર મૂકી અને સોફા પર બેઠી. અથર્વ આવીને ખોળામાં બેસી ગયો. દિવ્યાબેન પાણી લઈ આવ્યા. 'અરે મમ્મા થાકી ગઈ છે બેટા.. થોડીવાર બેસવા દે એને.. નાની પાસે આવ...' બોલતાં દિવ્યાબેને અથર્વને તેડવાની કોશિષ કરી પણ એણે અવનીને વધુ જોરથી પકડી લીધી.
સર્જક : રાજુલ ભાનુશાલી
3 posts
તુ કબૂલ કેમ નથી કરી લેતો કે તે- અહિ મોકલતા પહેલા બધાને 'ખુશ' રાખવાવાળો વાઈરસ મારી અંદર ઇન્જેક્ટ કરી દીધો છે અને એ હવે એટલી હદે ફેલાઈ ગયો છે કે.
રીડ ગુજરાતીને પ્રસ્તુત અછાંદસ રચનાઓ પાઠવવા બદલ રાજુલબેન ભાનુશાલી (મુંબઈ)નો ખૂબ ખૂબ આભાર. સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં તેઓ સતત ખેડાણ કરી રહ્યાં છે. તેમની કલમને અનેક શુભકામનાઓ.