[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] કોઈ ખેતર, કોઈ મિલકત ના રહી, ગામમાં જાવાની હિમ્મત ના રહી. આંસુઓમાં સાવ ભૂંસાઈ ગઈ, બાપદાદાની વસિયત ના રહી. છે બધા ફળિયામાં વંડીઓ હવે, કોઈ મજિયારી મહોબ્બત ના રહી. ગામ મારું શ્હેરની નબળી નકલ, ક્યાંયથી પોતાની કિસ્મત ના રહી. એ જ એનું એ જ છે સઘળું છતાં, […]
સર્જક : રાજેશ વ્યાસ
બે તપેલી, એક લોઢી, પાટલી, વેલણ હતાં, મ્હેલમાં ચૂલો ને જૂનાં બારણાં બળતણ હતાં. ને હતી તલવાર જે ભંગારમાં પણ જાય ના, પૂર્વજોના સાંભળેલાં યાદ સમરાંગણ હતાં. આખરી જાહોજલાલીના પુરાવા રૂપ કૈં, સાવ તારેતાર મોંઘા ખેસ ને પ્હેરણ હતાં. આખરી કારજ કર્યું’તું ગીરવે મૂકી બધું, ચીપ સોનાની મઢ્યા એ આખરી […]
[‘શબ્દસૃષ્ટિ’ માંથી સાભાર.] છોડ આ ભાઈ-ભાઈની વાતો, સાવ દંભી દુહાઈની વાતો. હોય કરવી તો કર ખુલ્લા દિલથી, આ દીવાલો ચણાઈની વાતો. કોઈ હિન્દી ફિલમની સ્ટોરી છે, લોહીની આ સગાઈની વાતો. માણસો બૉમ્બ બનીને ફૂટે, ધર્મની, કઈ ઊંચાઈની વાતો ? બંદગી-તસ્બીમાં છે રસ કોને ? વ્યર્થ કરશે ખુદાઈની વાતો. કોણ છે […]
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] થીજતી ગઈ સર્વભાષા અક્ષરે અક્ષર બરફ, એમ ફૂંકાયો પવન કે બ્હાર ને અંદર બરફ. કૈંક સદીઓથી સમયના થર ઉપર થર જામતા, પીગળે થોડુંક…. બાકી સર્વનું જીવતર બરફ. તું હવે પ્રગટાવ શ્રદ્ધા હૂંફ – અજવાળું મળે, રાત અંધારી અને માણસ બરફ – ઈશ્વર બરફ. ગ્રંથ વાંચો કે પછી […]
જો દોસ્ત ! તળેટીનું જીવન કેવું ફળે છે, એ સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે. ડર શું છે ? નથી ચાલતી હિંમત તને માગું, એ પણ છે ખરું જે કંઈ માગું છું મળે છે. મન ક્યાંય જવાનું જ નથી થાતું કદાપિ, ન જાણે કયા ભવનો હજુ થાક કળે છે. […]