(‘સંબંધોનું આકાશ’ પુસ્તકમાંથી સાભાર) નાનાં હોય ત્યારે બધાંય થોડાંઝાઝાં તોફાની તો હોય જ… પણ હું જરાક ઝાઝી વાંગડ હતી. ચોરના માથાની જેમ રખડ્યે રાખતી. ઘરમાં ટાંટિયો સપરમા દા’ડે જ ટકતો. થોડું-ઘણું (એટલે થોડુંક જ) કામ કરી નિશાળે જવાનું, છાણાં-બળતણ ભેળાં કરવાં ને બાકી રખડ્યે રાખવાનું. વાંચતાં-લખતાં કેમની શીખી ઈ તો […]
સર્જક : શરીફા વીજળીવાળા
[‘નવનીત સમર્પણ’ માસિકમાંથી સાભાર.] નાનપણ સૌરાષ્ટ્રના ગામડામાં વીતવાને કારણે રોજિંદી વાતચીતમાં કહેવતો, રૂઢિપ્રયોગો, ધાણીની જેમ ફૂટે. પણ વડોદરા ભણવા ગઈ, ભણેલી પ્રજા વચ્ચે રહેતી થઈ એ પછી મારી ભાષા એની જાતે જ બદલાતી ગઈ, કારણ કે કહેવત કે રૂઢિપ્રયોગ બોલતાંની સાથે ‘એટલે શું?’ એવો પ્રશ્ન સામેથી અચૂક પુછાય. . . […]
[‘જનકલ્યાણ’ માસિકમાંથી સાભાર. આપ શરીફાબેનનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો.] મને કાયમ મારી જાત માટે થોડાંક પ્રશ્નો થાય : ગામ આખાયને આંટો વાઢે તોય વેંત્ય વધે એવડી લાંબી જીભ હોવા છતાંય હું કેમ ઝઘડી ના શકું ? ઝઘડાની આશંકાથી પણ મારા ટાંટિયા કેમ ધ્રુજવા માંડે ? ઝઘડવાની તાકાત […]
[ કેટલીક કથાઓ કર્ણોપકર્ણ સચવાતી હોય છે, જેનું આલેખન શરીફાબેને એ જ શબ્દોમાં કરીને ઘણું મોટું કામ કર્યું છે. આવી કથાઓ બોધ તો આપે જ છે સાથે સાથે એ ગ્રામ્ય દશ્યને આપણી સામે ખડું કરી આપે છે. તેમની આ પ્રસ્તુત વાર્તા ‘જનકલ્યાણ’ સામાયિક એપ્રિલ-2013માંથી સાભાર લેવામાં આવી છે. આપ તેમનો […]
[‘સંબંધોનું આકાશ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શરીફાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામડામાં અભણ મા-બાપને ત્યાં જનમ લેનારા મારી જેવા જીવની ઝંખનાઓ, ધખનાઓ બદલાતી રહે, સમય અને સંજોગો […]
[ શરીફાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘સંબંધોનું આકાશ’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે, જેમાં તેમણે સૂરતમાં આવેલા પૂર અંગે પોતાનો સ્વાનુભવ ખૂબ જ રસાળ શૈલીમાં હૃદયસ્પર્શી રીતે આલેખ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શરીફાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક […]
[‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2009માંથી સાભાર.] ‘પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં’ એવું ઉમાશંકર જોશીએ ભલે કહ્યું હોય પણ મને તો નાનપણથી લઈને આજ સુધી, ગમે તેટલા કામની વચ્ચે પણ ફૂલ-ઝાડ માટે વખત મળી જ રહ્યો છે. આમ તો હું ગયા કે આવતા એવા કોઈ ભવમાં નથી માનતી. મને કાયમ માત્ર […]
[‘નવનીત સમર્પણ’ જૂન-2006માંથી સાભાર. આપ શરીફાબેનનો (સુરત) આ સરનામે સંપર્ક કરી શકો છો : skvijaliwala@yahoo.com] [ આ વાર્તાઓ તળ કાઠિયાવાડનાં લગભગ બધાં જ ગામડાંઓમાં કહેવાતી. મેં આ બધી વાર્તાઓ નાનપણમાં મારી બા પાસેથી સાંભળેલી. આપણે આ વાર્તાઓને શ્લીલ-અશ્લીલનાં લેબલ મારીએ કે કવિન્યાય, તાર્કિકતાની તપાસ કરીએ. પણ સૌરાષ્ટ્રમાં હજી આજેય મેં […]