‘બેટા. ચાર ચોપડી ભણ્યો એ બહુ થઈ ગયું. વધારે ભણીનેય છેવટે તો આપણે ધંધો જ સંભાળવાનો છે ને? આટલું ભણ્યો એટલે હિસાબ કરતાં આવડ્યું એ ઘણું કહેવાય.’ એક દિવસ પરમાનંદ કાછિયાએ દીકરા રઘુને કહ્યું. રઘુને ભણવાનો ખૂબ શોખ હતો. પણ બાપની આર્થિક અને શારીરિક સ્થિતિ કમજોર હતી. શાકભાજીની દુકાન રગશિયા ગાડાની જેમ ઠચુક… ઠચુક… ચાલતી હતી. માંડ માંડ પરિવારનું પાલનપોષણ થતું હતું. એટલે ભણવાનો ખર્ચ પોસાય એમ નહોતો.
સર્જક : સંત પુનિત
2 posts
(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) (૧) સબળ સ્વ-શ્રદ્ધા ‘કેમ ભાઈ ! આમ ગુમસુમ કેમ બેઠો છે ? શું કંઈ અવનવું બન્યું છે ? કે પછી ક્યાંયથી માઠા સમાચાર સાંભળવા મળ્યા છે ?’ વિષાદઘેર્યા વદને બેઠેલા એ યુવાનને ખભે હાથ મૂકી, એ કોલેજિયને સ્નેહભર્યે સ્વરે પૂછ્યું. ‘ભાઈ, બીજું તો કંઈ બન્યું […]