[ ‘હલચલ’ સામયિકમાંથી સાભાર.] કાળ અખંડ છે. અનાદિ છે. પુરાતન અને સનાતન છે. આપણે ત્યાં ત્રણ ત્રણના ઘટક છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સત્વ, રજસ અને તમસ. કાળના પણ ત્રણ ઘટક છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. વિગત, સાંપ્રત અને અનાગત. ગઈ કાલ, આજ અને આવતી કાલ. […]
સર્જક : સુરેશ દલાલ
મૂળિયાં ઊંડા રે મારા ઝાડનાં એણે બાંધ્યા સંબંધ ઠેઠ પ્હાડના. અંધારાનું એ તો પીએ છે જળ ………અને પીએ કિરણોની કટોરી ડાળ ડાળ પર એના ટહુકે છે પંખી ………કોઈની દિશા આઘી ને કોઈની ઓરી એને લાડ મળે આભના ઉઘાડનાં મૂળિયાં ઊંડા રે મારા ઝાડના. સદીઓની મોસમને માણી એણે ……… અને ભવના […]
હું આવતી કાલમાં માનતો ન હોત તો મેં કવિતા લખવી બંધ કરી હોત ! ગઈ કાલે જ મારી પત્નીને મેં તુલસીનો છોડ ઉછેરતાં જોઈ હતી. સાંજને સમયે સૂર્યનાં કિરણો એનાં પાન પર લખતાં હતાં યાત્રાની લિપિ. હું આજમાં માનું છું એથી તો હું ગઈ કાલના કવિઓની કવિતા વાંચું છું. સવારના […]
[ ‘ઝલક-અધ્યાય’ પુસ્તકમાંથી બે વિચારપ્રેરક લેખો અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] આપણી સમૃદ્ધિના આપણે જ કોલંબસ [dc]જે [/dc]લોકો પુસ્તકોની દુનિયા સાથે સંકળાયેલા છે એમને ખ્યાલ છે કે છેલ્લાં કેટલાંક વરસોથી ‘સેલ્ફ હેલ્પ’નાં પુસ્તકોની ગાજવીજ છે. આપણું જીવન કોઈ જીવી નહીં […]
[ આદરણીય સાહિત્યકાર, કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. સાહિત્યક્ષેત્રે તેમની ખોટ પૂરી શકાય તેમ નથી. ઉત્તમ કાવ્યોથી લઈને ગદ્ય-પદ્યના ઉત્તમ સંપાદનો તેમણે આપણને આપ્યા છે. તેમના ‘ઈમેજ’ પ્રકાશને ઉત્તમ ગુણવત્તા ધરાવતા પુસ્તકોને ઉત્તમ છાપકામ દ્વારા સુશોભિત કર્યા છે. તેમના વિચારપ્રેરક નિબંધોની ‘ઝલક’ શ્રેણીને તો કેમ ભૂલી […]
( વિડિયો સૌજન્ય : સંગીતની દુનિયા પરિવાર, મહુવા) [ કવિ શ્રી સુરેશ દલાલનું ‘અસ્મિતાપર્વ : 2010″ માં મહુવા ખાતે અપાયેલું વક્તવ્ય અહીં વિડિયો સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવ્યું છે. આજે શ્રદ્ધાંજલિ રૂપે તેમનું આ વક્તવ્ય માણીએ.] [dc]‘આ[/dc]ત્મીય મોરારિબાપુ, જેમણે મારા કાવ્ય વાંચવાનું ભગીરથ કાર્ય કર્યું એવા ભગીરથ બ્રહ્મભટ્ટ, શ્રી હરીશ […]
[રીડગુજરાતી પર નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય અંતિમ તબક્કામાં હોઈને આજે માત્ર એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી. આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.] સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. […]
[‘ઝલક-પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.] અમદાવાદના ઍરપૉર્ટ પર થોડા વખત પહેલાં એક બહેન મળ્યાં. વય કદાચ પાંસઠની આસપાસ. ગોરો દેહ. જાજરમાન વ્યક્તિત્વ. શરીરમાં ક્યાંય સ્થૂળતા નહીં. ચહેરા પર શાંત પ્રસન્નતાનો વૈભવ. વ્યક્તિત્વમાં આમદાની અને ખાનદાની બંને. અવાજમાં એક પ્રકારની ઊંડી નિસબત. વાતોમાં ભરપૂર વાચનની ઝલક. સ્વામી આનંદ, મકરન્દ દવે, હરીન્દ્ર દવે, દલાઈ […]
શરીર સાબૂત હોય કે સાબૂત ન પણ હોય પણ મન આ મજબૂત હોય તો ડરવાનું શું ને પછી કોની પરવા ? જીવવાનું હોય યા મરવાનું હોય તો ડરવાનું શું ને પછી કોને પરવા ? તનના તંબુમાં મરણનો આરબ એના ઊંટ સાથે હોય પણ આપણા આ હોઠ સામે અમરતના ઘૂંટ હોય […]
[‘મૌનનો ચહેરો’ પુસ્તકમાંથી સાભાર.] ટ્રેનની રાહ જોતી પ્લૅટફૉર્મ પર ઊભેલી એક સ્ત્રી ટ્રેન આવી ન આવી ત્યાં તો ચડી ગઈ ડબ્બામાં બિલ્લીની ઝડપે પહોંચી સીધી ઑફિસમાં. કોઈ મળે એટલે આપમેળે હોઠ પર ગોઠવાઈ જાય સ્મિત અને સ્મિતમાંથી પ્રકટી ઊઠે ઍરકન્ડિશન્ડ ઑફિસમાં ઠંડાગાર શબ્દો : ‘ગુડમૉર્નિંગ’. સાંજે ફરી પાછું એનું એ […]