જયકાંત હયાત હતા ત્યારે અકળાઈ જઈ પત્નીને કહેતા, “રેવા, આ તારા લાડકાને માથે ન ચઢાવ. કામકાજ કરવા દે, લાટ સાહેબથી શેક્યો પાપડ નથી ભાંગી શકાતો. કોણ જાણે જિંદગીમાં શું ઉકાળશે?” આજે તેઓ નહોતા રહ્યા પણ તેમની કહેલી વાતો મા-દીકરાના મનમાં કોતરાયેલી રહી ગઈ. રેવાએ કચવાતા મને દીકરાને માથે જવાબદારી નાખતાં પોતાનાથી દૂર કર્યો, ભણવા તેમજ કમાવવા. છૂટકો જ નહોતો.
સર્જક : સુષમા શેઠ
બટુકડો રાજુ આજે સવારમાં વહેલો ઉઠી ઝટપટ તૈયાર થઈ ગયો. તેણે બોક્સમાં લાલ, લીલો, પીળો બધા જુદા જુદા કલરની ડબ્બીઓ, બ્રશ, પેન્સિલ, રબર, ક્રેયોન્સ બધું ગોઠવી દીધું. નિમેટા ગાર્ડનમાં આજે ચિત્રકામ હરિફાઈ એટલે કે તેને મન ગમતી ડ્રોઈંગ કોમ્પીટીશન હતી. મંમીએ લંચબોક્સમાં ભાવતો નાસ્તો ભરી આપ્યો અને નાનકડા રાજુભાઈ તો ગળે વોટર બોટલ ભેરવી એકદમ તૈયાર. પપ્પાને કહે, ‘રાજુ ઈઝ રેડી.ચાલો પપ્પા.’
ગઈ કાલ રાતથી પીટર અત્યંત ખુશ હતો. પોતાના કલેજાના ટુકડા સમી નાનકડી પૌત્રીની નાનકડી ઈચ્છા સંતોષી તેને ખુશ કરવાની પોતાની મહેચ્છા હવે પૂરી થશે તે વિચારી ઊંઘમાંય તેનું મોઢું હસુંહસું થયા કર્યું. સવારે ઉઠતાવેંત પોતે ખાસ પસંદ કરી ખરીદીને સાચવીને રાખેલા ફ્રીલવાળા ગુલાબી ફરાકને તેણે કબાટમાંથી કાઢ્યું.