પાર્ટીનો માહોલ જામેલો છે. માલિનીબહેન અને નિખિલભાઇએ ખાસ્સા રૂપિયા ખર્ચીને ત્રણ શયનખંડવાળો ફ્લેટ ખરીદ્યો છે અને ખુશાલીમાં મિત્રો, સંબંધીઓ અને જૂના પાડોશીઓને આમંત્ર્યા છે. પહેલાં થોડા વર્ષો ભાડાનાં ઘરોમાં પછી નાના ફ્લેટમાં અને હવે મોટા ફ્લેટમાં શહેરની ભીડથી દૂર નવા બંધાયેલા અતિઓમશાંતિ એપાર્ટમેન્ટ સંકુલમાં આઠ નબરના બ્લોકમાં બીજે માંળે ફ્લેટ નંબર ૮૦૪. નવો ફ્લેટ. માલિનીબહેનના હરખનો પાર નથી. સપનું સાકાર થયું. મોટું મજાનું ઘર, વિશાળ દિવાંખાનું. એમાં એક તરફ જમવાનું ટેબલ ગોઠવવાની જગ્યા. એની પાછળ કબાટ બનાવી શકાય એવો કોલો. રસોડામાં છેક ઉપર સુધી ટાઇલ્સ જડેલી, ચમક ચમક થતું પ્લેટફોર્મ, રસોડાનો સામાન ગોઠવવાના ખાનાં, ઝગમગ ઝગમગ થતો પાણી ભરવાનો નળ. શયનખંડોમાં બાથરૂમો. એમાં ય દિવાલમાં છેક છત સુધી ટાઇલ્સ જડેલી. બેત્રણ ચમકતા નળ, વોશબેસીનો, બહારના નળો ઉપરાંત દિવાલમાં છૂપાયેલા નળો ખોલવા-બંધ કરવાનાં ગોળ હેન્ડલો, એ ખોલો એટલે અવનવાં ઠેકાણેથી પાણી વરસે. ત્રણ તરફ ગેલેરીઓ, એક તરફ સ્ટોરરૂમ. આખા ફ્લેટમાં ઠેકઠેકાણે વિશાળ બારીઓ. આ બધામાં છોગા જેવી સગવડ રસોડામાં, શયનખંડ અને ગેલેરીમાં પણ માળિયા. વધારાનો સામાન ઉપર ચડાવી દઈએ, પત્યું.
સર્જક : સ્વાતિ મેઢ
(‘જનક્લ્યાણ’ સામયિકમાંથી સાભાર) ટેલિવિઝનમાં રસોઈજ્ઞાન વિતરણના રોચક કાર્યક્રમો રોજેરોજ રજૂ થાય છે. એમાં મોટે ભાગે તો વિવિધ વાનગીઓ બનાવવાની રીતો વિશેના માહિતીસભર દ્રશ્ય-શ્રાવ્ય નિદર્શનો હોય છે. પણ ઘણીવાર એ રસોઈ નિષ્ણાતોને આહારશાસ્ત્રના જ્ઞાનનું વિતરણ કરવાનું મન થાય અથવા રસોઈ ‘શીખનારી’ બહેન પોતાનું અને દર્શકોનું જ્ઞાન વધારવા માગતી હોય ત્યારે પોષણની […]
[ આ બાળવાર્તા નથી, પરંતુ આધુનિક રૂપકકથા છે. પંચતંત્રના પાત્રો જેવા કે ચકા-ચકી, ઉંદરડી, કૂકડી, કૂતરો વગેરેને લઈને આધુનિક સમાજની સમસ્યાઓનું તેમાં નિરૂપણ કરીને સ્વાતિબેને એક અનોખી શૈલીનું સાહિત્ય ગુજરાતી ભાષાને આપ્યું છે. અત્રે પ્રસ્તુત તેમની વાર્તા ‘ઊડી ઉગમણે દેશ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. આ વાર્તા ખૂબ લોકપ્રિય રહી […]